જાણો આ 5માંથી કયુ મીઠુ તમારા સ્વાસ્થ્ય માટે છે સૌથી વધુ ફાયદાકારક

મીઠાના પ્રકાર

અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, મીઠું ફક્ત એક જ પ્રકારનું નથી હોતું, મીઠાના પાંચ પ્રકાર હોય છે. આ લેખ દ્વારા અમે આપને મીઠાના પ્રકાર અને મીઠાના બધા પ્રકાર વિષે યોગ્ય જાણકારી આપીશું. જેથી કરીને આપ જાતે નક્કી કરી શકો કે, આપના માટે કયું મીઠું વધારે ફાયદાકારક છે.

image source

મીઠાને રસોડાનો રાજા કહેવામાં આવે છે. મીઠું એક એવો મસાલો છે જે દરેક વસ્તુના ઉપયોગમાં લેવાય છે. ખુબ જ ઓછા લોકોને ભોજનમાં ઓછું મીઠું ખાવાનું પસંદ કરે છે ત્યાં જ કેટલાક લોકોને પોતાના ભોજનમાં વધારે મીઠું હોય તો જ ભોજન આરોગે છે. મીઠું સોડીયમનો સૌથી સારો અને સીધો સ્ત્રોત છે. મીઠામાં રહેલ સોડીયમ ભોજન પચાવવાની સાથે જ આપણા પાચન તંત્રને પણ વ્યવસ્થિત રાખે છે. પરંતુ કહેવાય છેને કે, ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ તેવી રીતે જયારે લોકો સોડિયમનું વધારે પ્રમાણમાં સેવન કરવા લાગે છે, તો તેનાથી આપણા શરીરને ફાયદા થવાને બદલે નુકસાન થવા લાગે છે. જો કે, મીઠું પોતાના શુદ્ધ સ્વરૂપમાં સોડીયમ અને ક્લોરાઈડથી બનેલ હોય છે.

image source

આપણુ શરીર સોડીયમ અને ક્લોરાઈડ તત્વોનું ઉત્પાદન પોતાની જાતે કરવા માટે સક્ષમ નથી, એટલા માટે આપણે તેને પોતાના આહાર માંથી પ્રાપ્ત કરવાનું રહે છે. સોડીયમ અને ક્લોરાઈડ આપણા શરીરની દરેક કોશિકાઓની અંદર અને બહારની તરફ હાજર અન્ય ખનીજો સાથે તાલમેલ બનાવીને શરીરને સુચારુ રૂપથી સંચાલન કરવામાં મદદ કરે છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, મીઠું ફક્ત એક જ નહી પણ પાંચ પ્રકારના હોય છે. આવો જાણીએ કે, કયું મીઠું છે આપના સ્વાસ્થ્ય માટે સૌથી સારું.

ટેબલ સોલ્ટ (સાદું મીઠું):

ટેબલ સોલ્ટમાં સોડિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ટેબલ સોલ્ટમાં આયોડીન પણ પર્યાપ્ત પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરની રોગ પ્રતિ રોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. જો મીઠાનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે છે, તો આ મીઠું કેટલાક ફાયદા કરાવે છે પરંતુ જો મીઠાને વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે આપણા શરીરના હાડકાઓ પર પણ સીધો પ્રભાવ પડે છે. જેનાથી આપણા શરીરના હાડકાઓ નબળા થવા લાગે છે.

image source

આજકાલની યંગ જનરેશનને કેટલાક પ્રકારના હાડકાઓના રોગોથી પ્રભાવિત હોય છે. જેનું સૌથી મોટું કારણ મીઠાનું વધારે સેવન અને ફાસ્ટ ફૂડની ખોટી આદત છે.

સિંધવ મીઠું (ફરાળી મીઠું):

image source

સિંધવ મીઠાને રોક સોલ્ટ, વ્રતનું મીઠું અને લાહોરી મીઠાના નામે પણ ઓળખવામાં આવે છે. સિંધવ મીઠું રીફાઈન્ડ કર્યા વગર તૈયાર કરવામાં આવે છે. જો કે, સિંધવ મીઠામાં ટેબલ સોલ્ટની તુલનામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે જ સિંધવ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું હોય છે. જે લોકોને હ્રદય અને કીડનીને સંબંધિત તકલીફો થાય છે તેમના માટે સિંધવ મીઠાનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

કાળુ મીઠું (બ્લેક સોલ્ટ):

image source

કાળા મીઠાનું સેવન દરેક પ્રકારથી વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થાય છે. કાળા મીઠાનું સેવન કરવાથી કબ્જ, અપચો, પેટમાં દુખાવો, ચક્કર આવવા, ઉલ્ટી થવી અને જીવ ગભરામણ જેવી સમસ્યાઓ માંથી છુટકારો અપાવવામાં એક અસરદાર ઉપચાર છે. ઉનાળાની ઋતુમાં ડોક્ટર્સ પણ લીંબુ પાણી કે પછી છાશની સાથે કાળા મીઠાનું સેવન કરવાની સલાહ આપે છે. આપને જણાવી દઈએ કે, કાળુ મીઠું ભલેને આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે પરંતુ કાળા મીઠામાં ફ્લોરાઈડ પણ રહેલ હોય છે એટલા માટે કાળા મીઠાનું વધારે સેવન કરવાથી તે આપણા શરીરને નુકસાન થવાનો ખતરો પણ વધી જાય છે.

લો-સોડીયમ સોલ્ટ :

image source

લો-સોડીયમ સોલ્ટને બજારમાં પોટેશિયમના નામથી પણ જાણવામાં આવે છે. જો કે, ટેબલ સોલ્ટની જેમજ લો-સોડીયમ સોલ્ટમાં પણ સોડીયમ અને પોટેશિયમ ક્લોરાઈડ હોય છે. જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે, તેમણે લો-સોડીયમ સોલ્ટનું સેવન જરૂરથી કરવું જોઈએ. આના સિવાય હ્રદય રોગના દર્દીઓ માટે અને ડાયાબીટીસના દર્દીઓ માટે પણ આ લો-સોડીયમ સોલ્ટનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

સી સોલ્ટ:

image source

સી સોલ્ટ એટલે કે દરિયાઈ મીઠું. આ મીઠું દરિયાના પાણીને બાષ્પીભવન દ્વારા બનાવવામાં આવે છે અને આ સી સોલ્ટ ટેબલ સોલ્ટની જેમ ખારું નથી હોતું. સી સોલ્ટના સેવનથી પેટનું ફૂલવું, તણાવ, સોજો, આંતરડામાં ગેસ અને કબ્જ જેવી સમસ્યાઓ થાય ત્યારે સી સોલ્ટનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ