સાલ્સા સેન્ડવીચ – ઇન્ડિયન સ્ટાઇલ , સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને આ ન્યુ ટેસ્ટ સેન્ડવીચ જરૂર બનાવજો….

 સાલ્સા સેન્ડવીચ – ઇન્ડિયન સ્ટાઇલ

ડાંસથી લઈને ફૂડ સુધી “સાલ્સા” ધૂમ મચાવી રહ્યું છે. જો કોઈ Foodie હોય તો એમને ખ્યાલ જ હશે કે નાચોઝ સાથે મોટેભાગે સાલ્સા સર્વ થાય છે. સાલ્સા છેક મેક્સિકોથી આજે ભારત પહોંચ્યું છે.

તો આ સાલ્સા છે શું?? આપણે ગુજરાતીઓ “રાયતા” થી પરિચિત છીએ. Right?? મને આપણા રાયતા અને સાલ્સામાં બહુ ફેર નથી લાગતો. આપણે રાયતામાં દહીં લેતા હોઈએ છીએ અને ક્રીમી સાલ્સામાં sour cream વપરાય છે. આપણા અને એમના સીઝનિંગમાં ફેર છે. આજે આપણે ઇન્ડિયન સ્ટાઇલ સાલ્સા બનાવવા જઈ રહ્યા છીએ અને એ filling આપણે સેન્ડવીચમાં લઈશું.

સામગ્રી:

  • કાકડી, ટમેટા, ડુંગળી, હેલેપેન્યોઝના પીસીઝ – 1 કપ,
  • દહીંનો મસ્કો – 1 કપ,
  • મરી પાઉડર – જરૂર મુજબ,
  • જીરું પાઉડર – જરૂર મુજબ,
  • મીઠું – સ્વાદાનુસાર,
  • બટર – જરૂર મુજબ,
  • છીણેલું ચીઝ – જરૂર મુજબ,
  • ઘઉંની બ્રેડ – જરૂર મુજબ.

સર્વ કરવા માટે:

મનગમતું ડીપ અથવા કેચપ

રીત:

– દહીંના મસ્કાને બીટ કરી લો.– મસ્કામાં બધા વેજિટેબલ્સ ઉમેરીને જીરું પાઉડર, મરી પાઉડર અને મીઠું ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. અને મિશ્રણને ઢાંકીને એક કલાકનો રેસ્ટ આપો. સાલ્સા તૈયાર છે.– હવે બ્રેડ પર બટર લગાવીને સાલ્સા મૂકો અને છીણેલું ચીઝ મૂકીને એના પર બીજી બ્રેડ મૂકો અને બટર સ્પ્રેડ કરો.
– આમ બધી સેન્ડવીચ તૈયાર કરીને ગ્રીલ કરો. આપણી સાલ્સા સેન્ડવીચ – ઇન્ડિયન સ્ટાઇલ ready છે. સેન્ડવિચને કોઈપણ ડીપ અથવા કેચપ સાથે સર્વ કરો.

ટીપ:
હેલેપેન્યોઝને બદલે લીલા મરચા લઇ શકાય.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી