લોકડાઉન પછી સલૂનના લોકોએ બદલ્યા અનેક નિયમો, વાંચો અમદાવાદના એક એવા સલુન વિશે જ્યાં ગ્રાહકોને કરે છે સંપૂર્ણ સેનિટાઇઝ, જોઇ લો આ વિડીયો

અત્યાર સુધી એમ હતું કે મરવું તો ભલે મરવું પણ મરતા મરતા ન જીવવું . બે દિવસથી જોબ ચાલુ થયી છે એટલે જે પ્રકાર નો માહોલ જોવ છું હવે લાગે છે કે થોડું ધ્યાન પડે એમ છે…આ માહોલ ડર નો છે , કોરોના સાથે જીવવું પોસીબલ નથી .Image may contain: one or more people, people standing, shoes and indoor

અત્યારે લોકડાઉન માં લગભગ બધી છૂટછાટ મળેલી છે છતાંય 80% અમદાવાદ બન્ધ જેવું દેખાય છે . સતત આગળ વધતું આ શહેર આ થંભી ગયેલું દેખાય છે . કેટલાય દુકાન વાળા સ્વેચ્છાએ દુકાન નથી ખોલી રહ્યા આ પગલું ડર અને સમજદારી બન્ને નું છે .Image may contain: one or more people, people standing and indoor

અમે પણ સલૂન ચાલુ કર્યું છે પણ સેફટી ને સોશિયલ ડિસ્ટનસિંગ નું પૂરતું ધ્યાન રાખીએ છીએ .

👉 સલૂન પર કોઈ સર્વિસ કરાવવા આવવાની પ્રક્રિયા સંપૂર્ણ એપોઇન્ટમેન્ટ પર આધારિત કરી નાખેલ છે .

👉 બને ત્યાં સુધી 5 થી વધુ વ્યકિત ભેગી ન થાય એનું પૂરતું ધ્યાન રાખીએ છીએ .

👉 સલૂન ની અંદર આવતા પહેલા દરેક ક્લાયન્ટ ને સેનેટાઇરઝરનો સ્પ્રે આખા બોડી પર કરીને સેનેટાઇઝ કરવામાં આવે છે .

👉 દરેક આર્ટિસ્ટ ને ppe કીટ , હેન્ડ ગ્લોવસ , ફેસ માસ્ક , ફેસ શિલ્ડ પહેરવા જરૂરી છે . અને દરેક હેન્ડ ગ્લોવસ દરેક ક્લાયન્ટ નું કામ પતાવી ને બદલાવી નાખવાના

👉 ઉપયોગ માં આવતી વસ્તુઓ બનતા સુધી એક વાર વાપરીને ફેંકી દઈએ છીએ . અને ફેંકી ન શકાય હોઈ તેવી વસ્તુ ને સરખી સેનેટાઇઝ કરવામાં આવે છે .

👉 દરેક ક્લાયન્ટ ની સર્વિસ પુરી થતા એમના નામ-નંબર અને ક્યાં આર્ટિસ્ટ પાસે શુ કામ કરવું એની માહિતી લખાવી દઇએ છીએ એટલે ફ્યુચર માં કઈ તકલીફ પડે તો ડેટા મળી શકે .

👉 બને ત્યાં સુધી પેમેન્ટ ડિજિટલ સ્વરૂપે જ લેવાનો આગ્રહ કરીએ છે અને બધી સર્વિસ ના ભાવ વધારવા કરતા per ક્લાયન્ટ 50 ₹ એક્સ્ટ્રા ચાર્જ કરીએ છે .

અત્યાર સુધી માં આ ફૂલ સેફટી છે , કામ કરવાની એક ફીલિંગ જ અલગ આવે છે .

છતાંય હવે કોરોના સાથે જીવવું નથી બધું પતે તો સારું છે હવે .

આભાર – હાર્દિક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ