બોલિવૂડમાં હડકંપ મચી ગયો, આ અભિનેતાએ સલમાન-અક્ષય-કરણ જોહરનું નામ લઈને કહ્યું-‘મારા જીવને જોખમ છે’

હાલમાં બોલિવૂડમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. જ્યારથી સુશાંતનું મોત થયું ત્યારથી જ લોકોએ બોલિવૂડને લતાડી નાંખ્યું છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે. એમાં પણ ડ્રગ્સ કાંડમાં બોલિવૂ઼ડ બરાબરનું ભેરવાયું છે. કુલ 22 લોકોને જેલભેગા કરવામાં આવ્યા છે અને હજુ ફણ એનસીબીની તપાસ શરૂ છે,. એ બધાની વચ્ચે એક ખુબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ દેશદ્રોહથી બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરનાર કમાલ આર ખાન ઉર્ફ KRK દ્વારા એક વધુ વિવાદિત ટ્વિટ કરવામાં આવ્યું છે. આ વિવાદિત ટ્વિટ સાથે જ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

image source

ટ્વિટર પર કેઆરકેના અનેક ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા પર હંમેશો ખુબ જ એક્ટિવ રહે છે. કેઆરકેએ એક ટ્વિટ કરીને નવો હંગામો કર્યો છે. કેઆરકેના લેટેસ્ટ ટ્વિટ હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અને તેમણે આ ટ્વિટ સાથે પોતાના જીવ પર જોખમ હોવાની વાત ઉચ્ચારી છે. કેઆરકેએ પોતાના ટ્વટિર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને કહ્યું છે કે તે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર, સુપર સ્ટાર સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાલા તેમની સાથે કંઇ પણ થયું તો તે માટે જવાબદાર માનવા.

image source

આગળ તેણે કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર , સલમાન ખાન , અક્ષય કુમાર , આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાલા જવાબદાર રહેશે. આ લોકોએ મારો ખાતમો કરવાનો પ્લાન બનાવી લીધો છે. એટલું જ નહીં કેઆરકેએ આ ટ્વિટમાં પીએમ મોદી, અમિત શાહ અને કેટલાક ન્યૂઝ ચેનલને પણ ટેગ કર્યા છે. આ સિવાય કેઆરકેએ આ ટ્વિટર પર લોકોએ મિક્સ પ્રતિક્રિયા આપી છે. તે તમામ વિવાદો જ્યાં હજી શાંત નથી થયા કે કેઆરકેની આ પ્રકારની ટ્વિટ આવી છે.

આ ટ્વીટ પછી લોકો ચોંકી ગયા છે. જો કે તે વાત પણ છે કે કેઆરકે આ પહેલા પણ આવી અનેક વિવાદિત ટવિટ કરતો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વખતે પણ અનેક બોલિવૂડ સેલેબ્રિટી પર દોષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન અને કરણ જોહર પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. કંગના પણ આ મામલે અનેક વાતો ટ્વિટના માધ્યમથી કરી હતી. જે પછી લાંબા સમય સુધી બોલિવૂડ પર આ વાતને લઇને સોશિયલ મીડિયામાં આરોપ લાગતા આવ્યા છે.

જ્યારે ચારેબાજુ બોલિવૂડ વિશે અપશબ્દ બોલાઈ રહ્યા હતા ત્યારે મુંબઈના મહત્વ વિશે જણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મુંબઈ ના માત્ર ભારતની આર્થિક રાજધાની છે પણ સાંસ્કૃતિક રાજધાની પણ છે. બોલિવૂડ અને સિનેમા મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી ઉભી કરે છે. તેમણે કહ્યું હતું કે, બોલિવૂડ પોતાના સિનેમા માટે દુનિયાભરમાં ખુબ જ જાણિતું છે અને હોલિવૂડ ફિલ્મોની માફક જ શાનદાર અને સારી ફિલ્મો બનાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળે છે કે, એક નિશ્ચિત વર્ગના લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, જે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ