સલમાન ખાનની ઉદારતા – આસિસ્ટેંટ ડાયરેક્ટરના બેંક સ્ક્રીનશોટ વાઈરલ

આસિસ્ટેંટ ડાયરેક્ટરના બેંક સ્ક્રીનશોટ વાઈરલ – સલમાન ખાન મને ઓળખતા જ નથી છતાં આટલા પૈસા ટ્રાન્સફર કર્યા.

– બોલીવુડ દબંગ અભિનેતા સલમાન ખાન તેની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. હાલ કોરોનાની આ ગંભીર સ્થિતિમાં સલમાન ખાન મજુરોની વ્હારે આવ્યા છે. અલગથી રાશન પહોંચાડી રહ્યા છે. વચ્ચે આ વાત લઈને અનેક પ્રકારની રીપોર્ટ આવ્યા છે. માનવામાં આવે છે કે જો કોરોનાને કારણે આવનારા દિવસોમાં લૉકડાઉન ખુલ્યા પછી પણ શુટીંગ શરૂ ન થાય તો સલમાન પોતાના તરફથી લગાતાર ખર્ચ ઉઠાવવાની તૈયારી કરી લીધી છે.

image source

વધુ માહિતી પ્રમાણે, લૉકડાઉન લાગુ પડતા કામ વગરના થઈ ગયેલા પચ્ચીસ હજાર મજુરોની સલમાન ખાને જવાબદારી લીધી છે. થોડા સમય પહેલા સલમાન ખાને દરેક મજુરના ખાતામાં ત્રણ હજાર રૂપિયા જમા કર્યા છે. આ મામલે એફડબલ્યુઆઈસીઈના પ્રમુખે જણાવ્યું કે સલમાનને ત્રેવીસ હજાર મજુરોની યાદી મોકલવામાં આવી હતી. જેમના એકાઉન્ટમાં સલમાન ખાન દ્વારા ત્રણ હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. સલમાન ખાન ઈન્સ્ટોલમેન્ટમાં પૈસા નાખતા રહેશે કે જેથી કોઈ ગેરઉપયોગ ન થાય. અમે સલમાન ખાનના આભારી છીએ.

image source

આ ઉપરાંત સલમાન ખાનની એનજીઓ બિઈંગ હ્યુમન દ્વારા મજુરોને રાશન પહોંચાડવાની સુવિધા પણ કરવામાં આવી છે. જ્યારે સલમાન ખાને મજુરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા જેની રકમ કુલ ચાર કરોડ એંસી લાખ થવા જઈ રહી છે. ત્યારે પૈસા મળતા જ મજુરો પણ સલમાન ખાનને આભાર માનતા મેસેજ કરવા લાગ્યા હતા.

સલમાન ખાન જેની મદદ કરી રહ્યા છે તેમાં મજુરો સિવાય લાઈટમેન, સ્પૉટબોય, મેકઅપ આર્ટિસ્ટ, ડાન્સર્સ, જુનિયર ડાન્સર્સ, વેનિટી વેનના ડ્રાઈવર્સ સાથે ડમી કલાકારોનો પણ સમાવેશ થાય છે.

image source

પણ આ વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે સલમાન ખાન એ લોકોની પણ મદદ કરવા માટે આગળ આવ્યો છે કે જેની સાથે તેણે ક્યારેય કોઈ કામ પણ નથી કર્યું. આ વાત મજુરોની નહીં, પણ એક આસિસ્ટેંન્ટ ડાયરેક્ટરની છે.

હવે એક આસિસ્ટેંન્ટ ડાયરેક્ટરે ખુલાસો કર્યો છે કે વગર કોઈ વ્યક્તિગત કે નામની ઓળખાણ વગર સલમાન ખાને તેની મદદ કરી છે. આસિસ્ટેંન્ટ ડાયરેક્ટ મનોજ શર્માએ બેંકથી આવેલ મેસેજના સ્ક્રીન શોટ ટ્વિટ કર્યા છે. મેસેજમાં સ્પષ્ટ વંચાય રહ્યું છે કે તેમના ખાતામાં જમા થયેલા પૈસા બિઈંગ હ્યુમન દ્વારા ટ્રાન્સફર થયેલા છે.

image source

મનોજ શર્માએ સલમાન ખાનનો આભાર વ્યક્ત કરતા સાથે લખ્યું છે કે સલમાન સર, દુર્ભાગ્યથી મને તમારી સાથે કામ કરવાની તક મળી નથી. નથી આપણે ક્યારેય મળ્યા કે ન તો ક્યારેય તમારી ટીમનો સભ્ય રહ્યો છું. તમે હજારો લોકોની મદદ કરી રહ્યા છો અને વગર ઓળખાણે મદદ કરી રહ્યા છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ