જલ્સા કરોને જેંતીલાલ

સલમાન ખાનનો સ્કેચિંગ સ્કિલ્સનો આ વિડીયો જોયો તમે?

સલમાન ખાને તેની સ્કેચિંગમાં કુશળતા બતાવી, જે આ પોસ્ટ કરેલા વીડિયો દ્વારા આપણે સૌ જોઈ શકીએ છીએ.

image source

આ વીડિયોમાં સલમાન ખાન એકદમ પ્રભાવશાળી રીતે સ્કેચ બનાવતો જોવા મળી રહ્યો છે. તેણે આ સ્કેચ બનાવવા માટે વધુ સમય પણ લીધો નથી. વિડિઓની શરૂઆતમાં તેઓ કહેતા હોય છે, “જે રીતે આપણે કપડાં પહેરીએ છીએ તે આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠ ભેટ છે.

સલમાને તેના સ્કેચમાં એક સ્ત્રી અને પુરુષ ને કાળા વસ્ત્રોમાં બતાવ્યા હતા. આમાં, પુરુષનું માથું અને ચહેરો ઢંકાયેલો છે, જ્યારે સ્ત્રીના ચહેરાનો કેટલોક ભાગ ઢંકાયેલ દેખાય છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ સ્કેચના બહાને સલમાને એ બતાવવાની કોશિશ કરી છે કે લોકો કોરોના વાયરસ ફાટી નીકળવાથી લોકો માસ્ક અને ગ્લોવ્સથી પોતાને કેવી રીતે ઢાંકી રહ્યા છે.

અડધી રાત્રે સલમાન ખાન ‘કહો ના પ્યાર હૈ’ ગીત ગણગણવા લાગ્યો, અને મિનિટોમાં જ ભવ્ય સ્કેચિંગ બનાવી દીધું હતું.

સલમાન ખાન પોતાનો ક્વોરેન્ટાઇન સમયગાળો પોતાના શોખ પુરા કરવામાં વિતાવી રહ્યો છે. જેમ કે તમે જાણતા હશો કે અભિનય સિવાય સલમાન ખાન બીજી ઘણી બાબતોમાં પણ નિષ્ણાત છે, જ્યારે તે હાલમાં ગીત ગાતાં ગાતાં પેઇન્ટિંગ બનાવવામાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે.

image source

કોરોના વાયરસને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ લોકડાઉન થઈ ગયું છે. શૂટિંગ્સ રદ કરવામાં આવ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. દરેક વ્યક્તિ ઘરે જ સમય વિતાવી રહ્યા છે. અભિનેતા સલમાન ખાન પણ ઘરે જ સમય પસાર કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે સ્કેચિંગ કરતો જોવા મળી રહ્યો છે.

સલમાન ખાને એક સ્કેચ બનાવ્યું છે.

વીડિયોમાં સલમાન ખાન એકદમ પ્રભાવશાળી રીતે સ્કેચ બનાવતો જોવા મળી રહ્યો છે. તેણે આ સ્કેચ બનાવવા માટે વધુ સમય પણ લીધો નથી. આ સ્કેચમાં તેણે બે લોકોના ચહેરા બનાવ્યા છે. તેની સ્કેચિંગ કુશળતાને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, શાનદાર ભાઈ. બીજા અન્ય યુઝરે લખ્યું કે, ભાઈ તુસી ગ્રેટ હો. ઘણા બધા લોકો ઇમોજી શેર કરીને સલમાન ખાનના આ વીડિયો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાને સ્કેચિંગ કર્યું છે. આ પહેલા પણ તે સ્કેચિંગ કરતો રહ્યો છે. જો કે, પેઇન્ટિંગ પ્રત્યે સલમાનનો પ્રેમ કોઈ નવો નથી. આ વીડિયોમાં સલમાન ખાને એક મહિલા અને પુરુષની પેઇન્ટિંગ તૈયાર કરી છે, જે તેને બનાવવામાં થોડી મિનિટોનો સમય લીધો હતો. આ બનાવતી વખતે તે ‘કહો ના પ્યાર હૈ’ નું ટાઇટલ સોંગ પણ ગાતા જોવા મળે છે. વિશેષ વાત એ છે કે તેણે આંગળીના વેઢાથી કોલસા વડે બનેલી આ પેઇન્ટિંગનો ટચઅપ આપ્યો છે અને અંતે એક ભવ્ય ચિત્ર તૈયાર થતું જોવા મળે છે. સલમાન ખાનની આ કળા જોઈ ચાહકો ગાંડા થઈ રહ્યા છે.

image source

આ પહેલા પણ તેણે ઘણા સુંદર પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, જે આપણે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકીએ છીએ. ગયા વર્ષે પણ તેણે એક સ્કેચ બનાવ્યું હતું જે તેની 2000 ની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કિયા’ ને સમર્પિત કર્યું હતું. તેણે સફેદ કાગળ પર કોલસા વડે એક ચહેરો બનાવ્યો અને બીજા કાગળ પર ફિલ્મ માટે સંવાદ લખ્યો. આ સંવાદ છે, ‘ ઇતના કરો કિ કભી કમ ન પડે, પર સાલા કમ પડ હિ જાતા હૈ.’ તેણે કાગળના છેલ્લા પાના પર લખ્યું હતું કે, ‘પ્યાર કરના મત છોડના.’

સલમાન પેઇન્ટિંગનો શોખીન છે, આ તેના દરેક ફેન્સને ખબર હશે. પેઇન્ટિંગ સલમાનનો હોબી હોઈ શકે છે, પરંતુ જ્યારે તે કંઇક પેઇન્ટ કરે છે, ત્યારે તે જુસ્સાથી તેમાં મગ્ન થઈ જાય છે. સલમાનને તેની પેઇન્ટિંગ્સ એટલી પસંદ છે કે તે ભાગ્યે જ વેચે છે અથવા નિલામ કરે છે અને જો તે ક્યારેય પેઇન્ટિંગ વેચે છે તો તેના પૈસા ચેરીટીમાં જાય છે.

બાદમાં તેણે બજરંગી ભાઈજાનના શૂટિંગ દરમિયાન બનાવેલી તેની પેઇન્ટિંગ કરીના કપૂરને ભેટ આપી હતી. સલમાને તેની કેટલીક પેઇન્ટિંગ્સ આમિર ખાન, બોની કપૂર અને શ્રીદેવીને પણ ભેટમાં આપી છે. આટલું જ નહીં, તેણે પોતાની એક પેઈન્ટિંગ એક વેપારીને 1 કરોડ રૂપિયામાં વેચી દીધી છે, જેનો ઉપયોગ તેમણે તેની ‘બીઇંગ હ્યુમન’ ફાઉન્ડેશન માટે કર્યો હતો.

આ સલમાનના આગામી પ્રોજેક્ટ્સ છે.

image source

સલમાન ખાન આજકાલ વર્ક ફ્રન્ટ પર રાધે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે. પ્રભુદેવ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય રણદીપ હૂડા અને દિશા પટની પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય સલમાન ખાન પાસે ફિલ્મ કભી ઈદ કભી દિવાલી પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ નિમિત્તે રિલીઝ થશે. બંને ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version