ફેમિલી અને ફ્રેન્ડસ એકીટસે જોતા રહ્યા સલમાન સામે, પણ સલ્લુ તો મોટુ ચપ્પુ લઇને કરવા લાગ્યો ફટાફટ કેક કટ, VIDEO

સલમાન ખાનને લાડકી બહેન અર્પિતા તરફથી જન્મ દિવસ પર એક અનમોલ ભેટ

image source

અર્પિતા પોતાના બીજા બાળકને ભાઈજાનના બર્થ ડે પર જન્મ આપશે

મોડી રાત્રે નજીકના મિત્રો અને કુટુંબીજનો સાથે સલમાને કટ કરી કેક

image source

સલમાન ખાનનો આજે બર્થડે છે તેના લાખો કરોડો ફેન્સ તેને રાત્રીના બાર વાગ્યા બાદ બર્થડેની શુભેચ્છાઓ પાઠવતા થાકતા નથી.

ગઈ કાલે રાત્રે સલમાને પોતાના કુટુંબ સાથે કેક કટ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો છે જેની વિડિયો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

image source

આ વિડિયોમાં સલમાન પોતાના પરિવાર સાથે છે અને ઘરના સૌથી નાના સભ્ય અને અર્પિતાના દીકરા આહિલ સાથે તે ફોર ટાયર કેક કટ કરતો જોવા મળે છે.

આ સેલિબ્રેશનમાં તેની દબંગ 3ના કોસ્ટાર્સ સોનાક્ષી સિન્હા અને સુદીપ પણ હાજર રહ્યા હતા. આ વિડિયો સલમાનના સ્ટાઇલિસ્ટ એશલી રેબેલોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

image source

જેમાં સલમાનને બર્થડે વિશ કરતાં લખ્યું હતું. ‘હેપી બર્થડે ટુ માય મોસ્ટ ફેવરીટ પર્સન ઇન ધ વર્લ્ડ.’

આ પ્રસંગે સલમાનની સાથે સોહેલ ખાનના ઘરે બોલીવૂડની અન્ય જાણીતી હસ્તીઓ જેમ કે તુષાક કપૂર, રવિના ટંડન, સંગીતા બીજલાની, ડેઝી શાહ, સમીર સોની, આયુશ શર્મા અતુલ અગ્નિહોત્રી, હેલન, પિતા સલિમ ખાન અરબાઝ ખાનનો દીકરો પણ હાજર રહ્યા હતા.

image source

સલમાન ખાન આજે 54 વર્ષનો થવા જઈ રહ્યો છે. સોશિયલ મિડિયામાં 27 ડિસેમ્બર એટલે જાણે કે કોઈ મોટો ઉત્સવ હોય તેમ સલમાન પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગે છે.

પણ જો અહેવાલોની માનવામાં આવે તો આ વર્ષનો બર્થ ડે સલમાન માટે ખાસ સાબિત થશે કારણ કે તેની નાની બહેન અર્પિતા ખાન પેતાના ભાઈજાન માટે એક સ્પેશિયલ ગિફ્ટ લાવવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Ashley Rebello (@ashley_rebello) on

અર્પિતા પોતાના બીજા બાળકને સલમાનના જ જન્મ દિવસ પર જન્મ આપવા માગે છે અને માટે તેણી સિઝેરિયન દ્વારા ડીલીવરી કરાવશે.

આ જોતાં તો એવું લાગી રહ્યું છે કે સલમાનના જન્મ દિવસનું સેલિબ્રેશન બેવડાઈ જશે અને માત્ર આજ માટે નહીં પણ આવનારી બધી જ 27 ડિસેમ્બરની ઉજવણી ડબ્બલ થઈ જશે. તમને જણાવી દઈએ કે અર્પિતા આયુષ શર્મા સાથે 2014માં પરણી હતી.

image source

તેમના લગ્ન હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં થયા હતા. અને તેમને આ અગાઉ પણ એક બેબી બોય છે જેનો જન્મ 2016ના માર્ચ મહિનામાં થયો હતો જેનું નામ તેમણે આહિલ રાખ્યું છે.

સલમાનનું તેના ભાઈઓ તેમ જ બહેનોના બાળકો સાથે એક ખાસ બોન્ડિંગ છે ખાસ કરીને અર્પિતાના દીકરો આહિલ ઘરમાં સૌથી નાનો હોવાથી તે જ્યારે પણ નવરાશની પળો માણતો હોય ત્યારે તેની સાથે અવારનવાર આહિલને તમે જોઈ શકો છો.

image source

તે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આહિલ સાથેની મસ્તીની વિડિયો પણ શેર કરતો રહે છે અને અર્પિતા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મામા-ભાણિયાની હળવી પળોની વિડિયો તેમજ તસ્વીરો અવારનવાર શેર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ