જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતા હતા સલમાન… જ્યારે હાથ માગ્યો ત્યારે થયું હતું કંઈક આવું.
બોલીવૂડના ભાઈજાન એટલે કે આપણા સલમાન ખાનના લગ્ન ક્યારે થશે તે કોઈ જ નથી જાણતું. બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓ સાથે તેમના સંબંધો વિષેની ઘણી બધી ચર્ચાઓ અવારનવાર ઉડતી રહે છે. જેમાંથી કેટલીક સાચી છે તો કેટલીક માત્ર અફવા છે. સલમાનનું નામ સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય અને કેટરીના કૈફ સાથે અત્યાર સુધીમાં જોડાઈ ચુક્યું છે. પણ આ એક પણ સંબંધમાં તેમની વાત લગ્ન સુધી નથી પહોંચી શકી. જે સલમાન ખાન આજે પણ પોતાના લગ્નની બાબતમાં કોઈ જવાબ નથી આપતા તે એક સમયે એક અભિનેત્રી સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવવા માગતા હતા પણ તેમની આ ઇચ્છા પુરી જ ન થઈ શકી અને આજ સુધી તે કુંવારા જ છે.

1990ની આ વાત છે, માધુરી શ્રીદેવીની જેમ જૂહી ચાવલા પણ લોકોના દીલો પર રાજ કરી રહી હતી. એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહી હતી. જૂહી ચાવલાના ફેન્સમાં સલમાન ખાનનું પણ નામ હતું. અને તે તેની સાથે લગ્ન પણ કરવા માગતા હતા. તે દિવસોમાં આગળ જણાવ્યું તે પ્રમાણે જુહી ચાવલા એક મોટી સ્ટાર હતી. એક ઉપર એક સુપર હિટ ફિલ્મો બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવી રહી હતી. પણ બીજી બાજુ સલમાન ખાન એટલા પોપ્યુલર નહોતા.

સલમાન ખાન તે વખતે જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતા હતા અને તેના માટે તે તેણીના પિતા પાસે તેણીનો હાથ માગવા પણ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ વાત ખુદ સલમાન ખાને પોતાના એક ચેટ શોમાં જણાવી હતી. સલમાને જણાવ્યું હતું કે જૂહી ખૂબ જ સ્વીટ અને ક્યૂટ છે. મેં તેણીના પિતાને પુછ્યું પણ હતું કે શું તેઓ જુહીના લગ્ન મારી સાથે કરાવી આપશે ? પણ તેમણે ના પાડી દીધી. કદાચ તેમને હું નહોતો ગમતો. કોને ખબર તેમને શું જોઈતું હતું, પણ હું જૂહી માટે તેમને ફીટ નહોતો લાગ્યો
જૂહી અને સલમાનનું સાથે કામ નહીં કરવાનું કારણ આ હતું

જૂહી અને સલમાન ખાન સાથે એક દીગદર્શક ફિલ્મ બનાવા માગતા હતા. બન્નેને ફિલ્મ માટે ઓફર પણ કરવામાં આવી પણ જૂહી ક્યારની તે ફિલ્મને લટકાવી રહી હતી. અને છેવટે તેણે તે ફિલ્મ કરવાની ના પાડી દીધી. તે વિષે પણ સલમાને જણાવ્યું હતું કે જૂહીને સલમાન સાથે કામ કરવું પસંદ નથી.

તમને જણાવી દઈએ કે જૂહી ચાવલાનું નામ તેની સંપૂર્ણ ફિલ્મી કેરિયરમાં કોઈ પણ હીરો સાથે નથી જોડાયું. 1995માં તેણે મુંબઈના જાણીતા બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કરી લીધા. જો કે તમને એ પણ જણાવી દઈએ કે જૂહી કેરિયરની શરૂઆતથી જ જય સાથે સંપર્કમાં હતી. જયના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્નીનું મૃત્યુ પ્લેન અકસ્માતમાં થયું હતું.
Source : news18
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ