જલ્સા કરોને જેંતીલાલ

સલમાને આ અભિનેતાને ગિફ્ટ કરી મોંઘીદાટ BMW કાર, સાચી કિંમત જાણી આંખો થઇ જશે પહોળી

સલમાનની દીલદારીઃ સાથી કલાકારને ગીફ્ટ કરી BMW કાર, કીંમત જાણી આંખો પહોળી થઈ જશે

image source

સલમાન ખાનની દરીયાદીલી વિષે આખુંએ બોલીવૂડ માહિતગાર છે, તે વર્ષમાં લાખો રૂપિયાનું દાન કરી દે છે અને લોકોને ખબર પણ નથી પડતી.

સલમાન બહારથી ભલે એક રફ એન્ડ ટફ વ્યક્તિ લાગતો હોય પણ અંદરથી તે એક ખુબ જ કૂણું હૃદય ધરાવે છે જે તેની વારંવારની દીલદારી દ્વારા ખ્યાલ આવી જાય છે.

image source

હાલમાં જ સલમાન ખાનની દબંગ 3 ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે અને તેના ફેન્સને તે ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિન્હા અને સાંઈ માંજરેકરે કામ કર્યું છે અને નેગેટીવ રોલમાં સાઉથના સુપર સ્ટાર કિચ્ચા સુદીપે પણ બોલીવૂડમાં આ ફિલ્મથી પદાર્પણ કરી લોકોને ઇમ્પ્રેસ કર્યા છે.

પોતાના સહ અભિનેતા કિચ્ચા સુદીપથી સલમાને ખુશ થઈને તેને એક મોંઘેરી બીએમડબલ્યુ કાર ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે સલમાને આ ગીફ્ટ કિચ્ચાને પોતાના હાથે આપી છે.

image source

તે પોતે આ કાર ચલાવીને કિસ્સા સુદીપને ત્યાં પહોંચ્યો હતો અને તેને સરપ્રાઇઝ આપી હતી. સુદીપે તેની એક તસ્વીર પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર થતાં જ વાયરલ થઈ ગઈ હતી. સુદીપે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતાં સલમાનને એક લાગણીભરી નોટ પણ લખી છે. જેમાં તેણે સલમાનનો ખુબ આભાર માન્યો છે.

તેણે લખ્યું છે, “જો તમે સારું કરો છો તો તમારી સાથે સારુ જ થાય છે. આ વાક્યને સાચું સાબિત કરતાં સલમાન સર બીએમડબલ્યુ M5 લઈને મારા ઘરે આવી ગયા, આ સુંદર ગીફ્ટ અને મને તેમજ મારા કુટુંબને આટલો પ્રેમ આપવા માટે હું આભાર માનું છું, સર. તમારી સાથે કામ કરવું તે એક સમ્માનની વાત છે. અને તમે અમારા ઘરે આવ્યા તેના માટે પણ તમારો આભાર.”

તસ્વીરમાં સલમાન, કિચ્ચા સુદીપ અને સલમાનનો નાનો ભાઈ સોહેલ ખાન મસ્તી કરતાં જોઈ શકાય છે. અને આ તસ્વીરમાં ત્રણે ખુબ જ ખુશ અને એકબીજાની ખુબ જ નજીક હોય તેવું લાગી રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલાં સલમાને કરીના કપૂરને પણ દબંગ 2માં આઇટમ સોંગ કરવા બદલ બીએમડબલ્યુ ગીફ્ટ આપી હતી. કારણ કે કરીનાએ સલમાન સાથેના રીલેશનના કારણે તેને આઈટમ સોંગ માટે કોઈ જ ચાર્જ નહોતો કર્યો.

 

image source

હવે જો કિચ્ચા સુદીપને સલમાને આપેલી બીએમડબલ્યુ M5 કારની વાત કરીએ તો તેની હાલની બજાર કીંમત લગભગ 1.7 કરોડ રૂપિયા છે. સલમાન તરફથી કિચ્ચાને આ પ્રથમ ગિફ્ટ નથી પણ તે પહેલાં સલમાને પોતાનું જેકેટ પણ ગીફ્ટ કર્યુ હતું.

જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. આ જેકેટની પાછળ એક ડોગનું પિક્ચર પણ પ્રિન્ટ કરેલું છે જે સલમાનના જ વાહલા પેટ ડોગ્સમાંનું કોઈ એકનું છે.

કિચ્ચા સુદીપે તેની પણ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે આ જેકેટ ગીફ્ટ આપતી વખતે સલમાને કહ્યું હતું, “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ જેકેટથી ક્યારેય અળગો થઈ શકીશ. તેમણે આ જેકેટ પર યાદગીરી માટે પોતાના પ્રિય પાલતુ કુતરાની પ્રિન્ટ કરાવી છે.”

મને ખ્યાલ છે કે પોતાની સાથે ઉંડાણથી જોડાયેલી વસ્તુથી દૂર થવું એટલે શું. મારી માટેના આ પ્રેમ માટે થેંક યુ સર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version