જલ્સા કરોને જેંતીલાલ

સલમાન ખાનની ફિલ્મો જે આવી હતી ઈદના દિવસે, સુપર ડુપર ૮ ફિલ્મો તમારે જોવાની રહી તો નથી ગઈ ને…

ઈદ પર અત્યાર સુધીમાં ૮ ફિલ્મોમાં છ્પ્પર ફાડ કમાણી કરી ચૂક્યા છે, સલમાન ખાન… એક ફિલ્મે તો તોડ્યો છે રેકોર્ડ… ‘ભારત’ સલમાન સહિત મલ્ટી સ્ટારર ફિલ્મ ઈદના અવસર પર આવી રહી છે, બોક્સ ઓફિસ મીટ માંડીને બેઠું છે…


સલમાન ખાનને બોલિવૂડ સિનેમામાં 30 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આટલા લાંબી સમયથી જેમની ફિલ્મોએ દર્શકોનું દીલ જીત્યું છે ત્યારે બોક્સ ઓફિસ પર એવી છાપ જમાવી છે કે સલમાન ખાનની દરેક ફિલ્મોએ સફળતાનું બીજું નામ કરી મૂક્યું છે. ખાસ વાત એ છે કે એક એવો ટ્રેન્ડ છે કે ઘણા બોલીવૂડ સિતારાઓ ખાસ તહેવારો પર તેમની ફિલ્મો રજૂ કરે છે, જેમ કે કરન જોહરની ફિલ્મ દિવાળીની આસપાસ આવે છે અને આમીર ખાનની ક્રિસમસ વેકેશનમાં રિલીઝ થતી હોય છે.


એવી જ રીતે ‘ઇદ’ સલમાન ભાઈજાન માટે દર વર્ષે બુક રહે છે. આ વખતે ‘ઈદ’ પર તેઓ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ભારત’ રિલીઝ કરી રહ્યા છે, જે તેમના પ્રશંસકોની ઉત્તેજનામાં બમણો વધારો કરે છે. સલમાન ખાનના ફેન્સ માટે ડબલ ખુશીનો મોકો છે. આટલા વર્ષોમાં સલમાનની ‘ઈદ’ પર કેટલી મૂવીઝ રિલીઝ થઈ છે અને તેઓએ એ સમયે કરોડો ફિલ્મોની કરી છે તે જાણો.

વોન્ટેડ


સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’ ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૦૯ ના દિવસે ઇદ પર રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાનની સાથે અભિનેત્રી આયાશા તકિયા હતી. આ ફિલ્મનું બજેટ ૩૬ કરોડ હતું, જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસના બજેટમાંથી બમણી કમાણી કરી હતી. આ ફિલ્મે કુલ ૧૩૬ મિલિયન બોક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું.

દબંગ


સલમાન ખાનની અગાઉની ફિલ્મ ‘દબંગ’ ઇદના તહેવાર ઉપર જ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ રિલીઝ થઈ હતી. સોનક્ષી સિન્હાએ આ ફિલ્મમાં સલમાન સાથે અભિનય કર્યો હતો. આ મૂવી સુપર હીટ રહી હતી. આ ફિલ્મનું બજેટ ૪૨ કરોડ હતું જ્યારે બોક્સ ઑફિસ કલેક્શન તો ગણી શકાય તેમ જ ન હતું. આ ફિલ્મે કુલ ૧૪૫ કરોડની કમાણી કરી છે.

બોડીગાર્ડ


‘દબંગ’ પછી, સલમાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’ પણ ઇદ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમના ફેન્સ લોકો દ્વારા સલમાન ખાનની ‘બોડીગાર્ડ’ની ભૂમિકા ખૂબ ગમી હતી. આ મૂવી ૩૧ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ રિલીઝ થઈ હતી. સલમાન ખાનની આ ફિલ્મમાં કરિના કપૂર ખાન તેમની અભિનેત્રીનો રોલ કર્યો હતો. ફિલ્મનું બજેટ ૬૦ કરોડ હતું જ્યારે બોક્સ ઓફિસનું કલેક્શન ૧૪૨ કરોડ રૂપિયા જેટલું થયું હતું.

એક થા ટાઈગર


ઈદના તહેવાર નિમિત્તે સલમાન ખાને ‘એક થા ટાઇગર’ ફિલ્મ પણ રજૂ કરી છે. આ મૂવીમાં, સલમાનની ‘કેટરિના કૈફ’ સાથેની કેમેસ્ટ્રી ખૂબ ચર્ચાઈ હતી. જેના પછી સલમાને બીજી ફિલ્મ ‘ટાઇગર જીન્દા હૈ’ પણ તેમના સાથે કરી હતી. ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૨ ના રોજ ‘એક થા ટાઇગર’ બહાર પડ્યું હતું. આ મૂવીનું બજેટ ૭૫ કરોડ રૂપિયા હતું જ્યારે બોક્સ ઓફિસે ૧૯૮ કરોડ કમાયા હતા.

કિક


સલમાનની જાણીતી ફિલ્મ ‘કિક’ પણ ઇદ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન સાથે જેક્વેલિન ફર્નાન્ડિઝે અભિનય કર્યો છે. આ એક બીગ બજેટ ફિલ્મ હતી. જેની શૂટિંગ વિદેશમાં પણ થયું હતું. તે ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ હતું, જ્યારે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ૨૩૩ કરોડ કર્યું હતું.

બજરંગી ભાઈજાન


સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજન’ પણ ઇદના તહેવાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન કરિના કપૂરે પણ અભિનય કર્યો છે. આ ફિલ્મ ૧૭ જુલાઈ, ૨૦૧૫ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનું બજેટ ૯૦ કરોડ થયું હતું, જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર ૯૭૦ કરોડ જેટલી અધધ રકમ એકઠ્ઠી કરી હતી.

સુલ્તાન


સલમાન ખાનની ‘સુલ્તાન’ ફિલ્મ કમાણીની બાબતે ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. આ ફિલ્મમાં તેઓ અનુષ્કા શર્માની સામે અભિનય કર્યો છે. આ ફિલ્મ ‘સુલ્તાન’ ૬ જુલાઇ, ૨૦૧૬ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું બજેટ ૧૪૫ કરોડ રૂપિયા હતું, જ્યારે ફિલ્મનું ૫૮૯ કરોડ જેટલું જંગી બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

ટ્યુબલાઇટ


સલમાન ખાનની અન્ય ફિલ્મો સિવાય, ‘ટ્યુબલાઇટ’ એ એકમાત્ર ફિલ્મ એવી ફિલ્મ છે જે અપેક્ષાઓ પર ખરી નથી ઉતરી. એ તો ત્યાં સુધી કે સલમાન ખાન પોતે પણ આ ફિલ્મનું નામ લેવાથી અચકાય છે. ઈદ પર રિલીઝ થયેલી આ પહેલી એવી સલમાનની પહેલી ફિલ્મ હતી જે કમાણી આંકડાકીય રીતે ફ્લૉપ હતી. આ ફિલ્મ ૨૩ જૂન, ૨૦૧૭ ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હકીકતે એક બીગ બજેટ ફિલ્મ હતી જેનું રોકાણ ૧૩૫ કરોડ રૂપિયા જેટલું હતું જ્યારે બોક્સ ઑફિસની ૨૧૧.૧૪ કરોડ હતું. જે બોલીવૂડના આલોચકોના હિસાબે સલમાન ખાનની અન્ય ફિલ્મો કરતાં ઓછું થયું હતું એમ કહેવાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version