સલમાન ખાન દીવસની માત્ર 2-3 કલાકની જ ઉંઘ લે છે, જાહેરાત વખતે પણ ચેનલ નથી બદલતા ! થયુંને આશ્ચર્ય તો આગળ વાંચો

સલમાન ખાન બોલીવૂડના ટોપ સ્ટાર્સમાંના એક છે. તે બોલિવૂડ ફિલ્મો માટે પારસ પથ્થર સમાન છે. તેઓ જે પણ ફિલ્મમાં હોય તે હીટ જાય છે. નિર્માતાઓ ફિલ્મમાં માત્ર સલમાનના હોવાથી જ રોકાણ માટે હામી ભરી દે છે. ચોક્કસ સલમાન ખાને આ જગ્યા પર પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. તેમાં શંકાને સ્થાન નથી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


તેના ભાઈઓએ કોઈ ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે ભાઈ હંમેશા બીઝી રહે છે. પણ તમને જણાવી દઈએ કે આ વાત માત્ર કહેવા ખાતર જ કહેવામાં નથી આવી. પણ સલમાન ખાન ખરેખર સુપર એક્ટીવ છે. તે દીવસના 21 કલાક એક્ટિવ રહે છે. હા, તમને વિચાર આવતો હશે કે તો પછી તે સુવે છે ક્યારે. પણ હકીકત એ જ છે કે તે દીવસની માત્ર 2-3 કલાક ઉંઘ જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


તો ચાલો જાણીએ કે સલમાન ખાન ખરેખર આ 21 કલાક દરમિયાન શું પ્રવૃત્તિ કરે છે. તાજેતરમાં સલમાને એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તે દીવસના 21 કલાક વ્યસ્ત રહે છે અને માત્ર 2-3 કલાકની જ ઉંઘ લે છે. અને તેઓ જ્યારે ફિલ્મોમાં વ્યસ્ત ન હોય ત્યારે પોતાનો મોટા ભાગનો સમય પેઇન્ટીંગ કરવામાં પસાર કરે છે. આ ઉપરાંત તેમને લખવાનો પણ ખુબ શોખ છે એટલે લખે પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


બીજી તેમની એક પ્રવૃત્તિ ખુબ જ સામાન્ય છે. જે તમારી, મારી આપણા બધાની હોય છે. અને તે છે ટીવી જોવું. પણ આપણે જ્યારે ટીવી જોઈએ છીએ ત્યારે જ્યારે પણ જાહેરાત આવે ત્યારે ચેનલ બદલી દઈએ છીએ. પણ સલમાન ખાન જાહેરાત આવે ત્યારે ચેનલ બદલતા નથી. અને માત્ર તેટલું જ નહીં પણ તેમની હાજરીમા કોઈ જાહેરાત દરમિયાન ચેનલ બદલી નાખે તો તે તેમને નથી ગમતું.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાન પહેલેથી જ જીમીંગના શોખીન છે. આમ જોવા જઈએ તો બોલીવૂડમાં બોડી બિલ્ડીંગનો જે ટ્રેન્ડ છે તે સલમાન અને સંજય દત્તે જ શરૂ કર્યો હતો. આજે પણ સલમાન પોતાની ફીટનેસનું ખુબ ધ્યાન રાખે છે. સલમાન ખાન અવારવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક્સરસાઇઝ કરતાં વિડિયો શેયર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Follow @BeingSalmanKhan 👈 (@salmankhanfanatic) on


સલમાન ખાન માત્ર સ્ક્રીન પર જ પોતાનો જાદૂ નથી પાથરતા પણ તેમની પેઇન્ટીંગ પણ સુંદર હોય છે. તેમણે ઘણી બધી સુંદર પેઇન્ટીંગ બનાવી છે જે માત્ર તે પોતાના શોખ ખાતર જ બનાવે છે. તેમણે નથી તો ક્યારેય તેમની પેઇન્ટીંગ વેચી કે નથી તો તેનું ક્યારેય પ્રદર્શન કર્યું. જોકે તાજેતરમાં તેમણે પોતાની પેઇન્ટીંગની એક વિડિયો શેયર કરી હતી તેને ઘણી ટ્રોલ કરવામા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


થોડા સમય પહેલાં સલમાન ખાને પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર એક નાની છોકરીનો મરાઠીમાં દેશ ભક્તીનું ગીત ગાતો વિડિયો શેયર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શન લખ્યું હતું, “બાળક બાળકમાં છે ભારત.” આ વિડિયોમાં બાળકી મરાઠી ગીત ઉપરાંત ‘જહાં ડાલ-ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા…’ તે ગીતની પંકતીઓ ગાઈ રહી છે અને વચ્ચે વચ્ચે મહાત્મા ગાંધી, ભગત સિંહ,રાજ ગુરુ, લોકમાન્ય તિલક અને ચાચા નહેરુનું નામ લઈ રહી છે. અને સલમાન તેને ધ્યાનથી સાંભળી રહ્યા છે. અને છેલ્લે બાળકીનું ગાવાનું પુરું થતાં જ સલમાન ખાને તાળીઓથી તેણીને વધાવી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાન હાલ દબંગ 3 ના શુટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેમણે દબંગમાં પોતાના પિતાનો રોલ કે જે સ્વર્ગસ્થ વિનેદ ખન્નાએ અત્યાર સુધી નિભાવ્યો હતો તે હવે વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના નિભાવશે તેવી જાહેરાત કરતો એક વિડિયો શેયર કર્યો હતો. આ ફિલ્મ આ વર્ષના ડીસેમ્બર મહિનાની 19 તારીખે રીલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

Flying jets yohan khan, mohan grover and mr bean bag Being children again..

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાનખાને ભલે લગ્ન ન કર્યા હોય પણ તે એક ફેમિલિ પર્સન છે. તેમને પોતાના કુટુંબના સભ્યો પ્રત્યે ખુબ જ લગાવ છે અને પોતાના માતાપિતા માટે તો અત્યંત માન છે. આ ઉપરાંત તેઓ પોતાના ભત્રીજા-ભત્રીજી અને ભાણીયા-ભાણીઓને પણ ખુબ વહાલ કરે છે. અને ઘણીવાર તેમની સાથેની મસ્તીની પળો પણ શેયર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


ભારત રીલીઝ થયા બાદ તેમણે પોતાના પિતા સાથેની એક વિડિયો શેયર કરી હતી જેમાં તે પોતાના પિતા સાથે એક જુનું બોલિવૂડ સોંગ ‘સુહાની રાત ઢલ ચુકી..’ ગાઈ રહ્યો છે. તેણે વિડોયના કેપ્તાશનમાં પોતાના પિતાને ફેમિલિના સુલતાન, ટાઈગર અને ભારત તરીકે સંબોધ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


દબંગ 3 ઉપરાંત સલમાન ખાનની આવનારી ફિલ્મોમાં કીક ટુ અને ઇન્શાઅલ્લાહનો પણ સમાવેશ થાય છે.0 આ ઉપરાંત તેઓ સોની ટીવી પર આવતો ધ કપીલ શર્મા શો તો પ્રોડ્યુસ કરી જ રહ્યા છે પણ તાજી જ મળેલી જાણકારી મુજબ આ વખતની નચ બલિયેની સીઝન 9 ના પ્રોડ્યુસર પણ સલમાન ખાન જ છે. અને દર વર્ષનું બીગ બોસ શોનું હોસ્ટીંગ તો ખરું જ. અને સૂત્રોની માવવામાં આવે તો તેમણે આ વખતે બિગ બોસ માટેની ફી ડબ્બલ કરી દીધી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ