સલમાન ખાન પાપારાઝી સાથે આ ગીત પર નાચ્યો મન મૂકીને, મજેદાર વિડીયો જોઇ લો તમે પણ

‘મુન્ના બદનામ હુઆ…’ સલમાન નાચ્યો પાપારાઝી સાથે ! જુઓ મસ્તીભર્યો વિડિયો

સલમાને તેની આવનારી ફિલ્મ દબંગ 3નું શુટિંગ પુર્ણ કરી લીધું છે અને હાલ તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે કોઈ હીરોઈન સાથે નહીં પણ મિડિયાના ફોટોગ્રાફર્સ જેને પાપારાઝી કહે છે તેમની સાથે દબંગ 3ના સોંગ ‘મુન્ના બદનામ હુઆ…’ પર નાચીને ધૂમ મચાવી છે. જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

image source

સલમાન ખાન પોતાના બિનદાસ અંદાજથી હંમેશા પોતાના ફેન્સને ખુશ કરતો રહે છે. તેણે પોતાની આવનારી ફિલ્મ દબંગ 3નું શુટિંગ પુર્ણ કરી લીધું છે અને હાલ તેના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે. તેની આ ફિલ્મ આવનારી 20મી ડીસેમ્બરે રજુ થવા જઈ રહી છે. અને તેના ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં ફિલ્મના ગીતો લોકોના હોઠ પર ચડી ગયા છે ખાસ કરીને સલમાન ખાન પર ફિલ્માવવામાં આવેલું મુન્ની બદનામ હુઈનું મેઇલ વર્ઝન મુન્ના બદનામ હુઆ સોન્ગ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. મુન્ની બદનામ હુઈ સોંગની જેમ જ મુન્ના બદનામ હુઆ સોન્ગ પણ લોકોને તેની તાલ પર ડોલાવી રહ્યું છે.

આ સોંગમાં ફરી એકવાર તેના આગવા ડાન્સ સ્ટેપ્સ સાથે તે જોવા મળી રહ્યો છે. આ સોંગમાં તે બેલ્ટ ખોલીને ડાન્સ કરતો જોઈ શકાય છે અને લોકોને તેનો આ સ્ટેપ ખુબ પસંદ આવી રહ્યો છે. સલમાનના ફેન્સ પણ તેના આ સ્ટેપ્સને કોપી કરી રહ્યા છે અને તેની વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.

image source

તો વળી સલમાન ખાને મિડિયા ફોટોગ્રાફર્સ એટલે કે પાપારાઝીને પણ પોતાની સાથે ડાન્સ કરવા મજબૂર કરી દીધા છે અને હાલ તે જ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે પણ બીજા ફોટોગ્રાફર્સ સાથે પોતાના પેન્ટનો બેલ્ટ કાઢીને મુન્ના બદનામ હુઆનો સિગ્નેચર સ્ટેપ કર્યો હતો. આ વિડિયો નેટિઝન્સમાં ખુબ જ પસંદ કરવામા આવી રહ્યો છે ખાસ કરીને સલમાનનું જે મિડિયા સાથે ટ્યૂનિંગ છે તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તમને જણાવી દઈએ કે દબંગ 3 ફિલ્મમાં આ વખતે તમને સોનાક્ષી સિન્હા મુખ્ય હીરોઈન તરીકે તો જોવા મળશે જ પણ તેની સાથે સાથે જ ફિલ્મમાં સાંઇ માંજરેકર પણ પોતાનો ડેબ્યુ કરતી જોવા મળશે. આ ફિલ્મના ત્રીજા ઇન્સ્ટોલમેન્ટને આ વખતે પ્રભુદેવા ડીરેક્ટ કરી રહ્યા છે. અને ફિલ્મમાં વિલનનું પાત્ર કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ ભજવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે સલમાન ખાન એક બિમારીથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેઓ થોડા સમય માટે બીગ બોસ 13ની સિઝન હોસ્ટ કરતાં જોવા નહીં મળે. તેની જગ્યાએ જાન્યુઆરી મહિનાથી સલમાનની મિત્ર એવી ફારાહ ખાન શોને હોસ્ટ કરતી જોવા મળશે. આ અગાઉની સિઝનમાં પણ સલમાને શોને અરધેથી છોડવો પડ્યો હતો અને તેની જગ્યાએ ફારાહ ખાને શોને હોસ્ટ કર્યો હતો. સલમાન માંડ માંડ ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાની બિમારીમાંથી બહાર આવ્યો છે. અને તેના કુટુંબના નજીકના સભ્યો નથી ઇચ્છતા કે તે બિગ બોસ રિયાલીટી શોઝના કારણે વધારે ગુસ્સામાં રહે કે ક્યારેય ગુસ્સો કરે માટે જ તે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શો છોડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ