રિલીઝ થવાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે સલમાન ખાનનું આ ગીત, જુઓ રોમેન્ટિક વીડિયો
આ ગીત સલમાને નિર્દેશિત કર્યુ છે,આ સાથે સલ્લુએ પોતે આ ગીતને તેના મિત્રો માટે ગાયુ પણ છે.આ સાથે તમને જણાવી દઇએ કે,અજય ભાટિયાએ આ ગીતને કંમ્પોઝ કર્યુ છે જ્યારે શબ્બીર અહમદે આ ગીત લખ્યુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો આતુરતાથી તેમના નવા ગીતની રાહ જોઈ રહ્યા હતા.ગીતના ટીઝરએ પેહલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
તે જ સમયે,આ સંપૂર્ણ ગીત ‘તેરે બીના પણ થોડી મિનિટો પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે.જેની બહાર આવતાની સાથે જ ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચી ગઈ છે.સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝના આ રોમેન્ટિક અવતારને લોકો ખુબ જ પસંદ કરે છે.
ગીતના રિલીઝની જાણકારી સલમાન ખાને પોતાના સોશ્યલ મીડિયા દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર વૉલ પર આપી છે.જેની સાથે તેણે ગીતની યુટ્યુબ લિંક પણ શેર કરી છે.
આ ગીત રિલીઝ થયાના 25 મિનિટ પછી લગભગ 2 લાખ વખત જોવામાં આવ્યું છે. મંતવ્યો જોતા એવું લાગે છે કે આ લોકડાઉનના સમયમાં પણ સલ્લુ મિયાંના ચાહકોને રાહત મળી છે.
તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝ પર બનાવેલું આ પ્રેમ ગીત સરકાર દ્વારા જારી કરાઈ તમામ જરૂરી માર્ગદર્શિકા હેઠળ તેમના પનવેલના ફાર્મહાઉસમાં શૂટ કરવામાં આવ્યું છે.
આ પહેલી વાર છે જયારે બંને પોતાની સુપર હિટ ફિલ્મ રેસ-3 પછી ફરીથી એક સાથે પડદા પર જોવા મળશે.બંનેની રોમેન્ટિક અંદાઝ લોકોના દિલોમાં છવાયેલો છે.
Source : ZEE News
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ