જો તમે પણ વેંચી રહ્યા છો તમારો જુનો સ્માર્ટફોન, તો જરૂર ધ્યાન રાખજો આ વાતનું કારણકે…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને જ્યારે ફોનનુ નવુ મોડલ બજારમા બહાર આવે છે ત્યારે આપણુ મન તે નવો ફોન ખરીદવા અંગે અવશ્ય લલચાતુ હોય છે અને આ કારણોસર આપણે આપણો જૂનો સ્માર્ટફોન ઓનલાઈન અથવા રિટેલ સ્ટોરમા વહેંચીએ છીએ પરંતુ, આ ડેટા લીકેજનુ જોખમ છે. આજે અમે તમને અમુક મહત્વની બાબતો વિશે જણાવીશુ કે, જેથી તમારો અંગત ડેટા લીક ના થાય. તો જ્યારે પણ તમે તમારો જૂનો ફોન વહેંચતા હોવ ત્યારે આ ટિપ્સને અવશ્ય ધ્યાનમા લો.

ગૂગલ આઈ.ડી. ને લોગઆઉટ કરો :

image source

જ્યારે પણ તમે તમારો જુનો ફોન વહેંચો છો ત્યારે તમારા ગૂગલ આઇ.ડી. ને લોગ આઉટ કરો કારણકે, તેમા તમારી અંગત માહિતી જોડાયેલી હોય છે. લોગઆઉટ માટે યુઝર એન્ડ એકાઉન્ટસના છેલ્લા વિકલ્પ પર જાઓ. ત્યારબાદ રીમૂવ વિકલ્પ પર ક્લિક કરો. આ રીતે તમે તમારા ગૂગલ એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ જશો.

ફોન વહેંચતા પહેલા તમારા ડેટાને નિશ્ચિતપણે બેકઅપ કરી લો :

image source

જો તમે તમારો ડેટા લીક થવાથી બચાવવા ઈચ્છતા હોવ તો તમારો કોઈપણ જુનો ફોન વહેંચતા પહેલા ડેટા બેકઅપ કરવો પડશે. આ માટે સૌથી પહેલા તો ફોનની સેટિંગ્સમાં જાઓ અને બેકઅપ વિકલ્પ પર ક્લિક કરો. આમ, કરવાથી ગૂગલ ડ્રાઇવમા તમારા બધા જ ફોટોસ, દસ્તાવેજો અને વીડિયો સેવ થશે.

પાસવર્ડ ડીલીટ કરવાનુ ભૂલશો નહિ :

image source

તમે તમારા જુના ફોનને વહેંચતા પહેલા તમારા ફોનમા રહેલા બધા જ પાસવર્ડને ડીલીટ કરી નાખો. કેટલીક વખત જ્યારે આપણે કોઈપણ વેબસાઈટમા પ્રવેશ કરીએ છીએ ત્યારે તેનો પાસવર્ડ સેવ કરીએ છીએ અને જો તમે આ બધા પાસવર્ડ દૂર ના કરો તો તમારા ડેટાનો દુરુપયોગ થઈ શકે છે એટલા માટે બ્રાઉઝરની પ્રોફાઇલ પર જાઓ અને સેવ પાસવર્ડ વિકલ્પ પણ પસંદ કરો. અહીં તમને દરેક વેબસાઇટનો પાસવર્ડ જોવા મળશે. તેમની બાજુના ત્રણ બિંદુઓ પર ક્લિક કરો, અહીં તમને પાસવર્ડ દૂર કરવાનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો અને પાસવર્ડ રીમૂવ કરો.

ફોન વહેંચતા પહેલા તેને ફેક્ટરી રીસેટ મારો :

image source

ઉપરોક્ત બધા જ પગલાઓ અનુસર્યા પછી છેલ્લે આ ટિપને અનુસરવુ પડશે. ફોન વહેંચતા પહેલા તમામ આઈ.ડી. લોગ આઉટ કર્યા પછી તમારા ફોનને ફેક્ટરી રિસેટ મારી દો. ફોનની સેટિંગ્સમાં જાઓ અને બેકઅપ અને રીસેટનો વિકલ્પ પસંદ કરો. આમ, કરવાથી તમારો ફોન રીસેટ થઇ જશે અને તમારા ફોનનો બધો જ ડેટા ઉડી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ