અવારનવાર સોશિયલ મીડિયા પર આપણે અનેક ફની અને નવીન મોજ પડે એવા વિડિઓ જોતા હોઈએ છીએ પણ એવા ઘણા વિડિઓ હશે જે તમારા સુધી નહિ પહોંચતા હોય આજે અમે તમારી માટે એવો જ એક વિડિઓ લાવ્યા છીએ. આ વિડીઓમાં લગ્ન કરેલ એક વરરાજા એ પોતાની સાળીઓને પૈસા આપવાથી બચવા માટે એક અનોખો રસ્તો બતાવે છે.

જીજાજી અને સાળીનો એક સંબંધ એવો હોય છે જેમાં મીઠી નોક જોક અને મસ્તી કોમન વસ્તુ છે. ઘણા જીજાજીના નસીબમાં સાળી નથી હોતી પણ આપણા જેઠાલાલની જેમ સુંદર જેવો સાળો હોય છે જે અવારનવાર નાની નાની બાબતે જીજાજીને પરેશાન કરીને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હોય છે અને અવનવી મુસીબત ઉભી થતી કરતો હોય છે.

દરેક લગ્નમાં આવી તો મસ્તી હોય છે જ જેમાં સાળી કે પછી નવવધૂના પિયરીયા જૂતા ચોરી અને એવી ઘણી નાની મોટી મસ્તી કરતા હોય છે. પણ આ બધી મસ્તીથી બચવા માટે આ વરરાજાએ જે ઉપાય અજમાવ્યો છે એ ખરેખર દરેક જીજાજીએ અપનાવવા જેવો છે, હા એ વાત અલગ કે આવું હિંમત ભરેલું કાર્ય કરવા માટે પહેલા તો તમારી પાસે હિંમત હોવી જોઈએ અને સાથે હોવા જોઈએ સહારો આપીને ચઢાવનાર મિત્રો.

પણ આજે આપણે વાત કરવાની છે આ નટખટ સાળી નહિ પણ નટખટ જીજાજીની. વાત એમ હતી કે વરરાજાને જવું હતું એ ઘરમાં પણ બહાર ઉભેલી નટખટ સાળીએ તેમને અંદર જવાની મનાઈ કરી અને અંદર એન્ટ્રી લેવા માટે પૈસાની માંગણી કરી ત્યારે આ પંજાબી વરરાજા એ મિત્રોની મદદથી પાળીની ઉપર ચઢી જાય છે અને ત્યાંથી આગળ ચાલીને એક બારીમાંથી ઘરની અંદર ચાલ્યો જાય છે.
વિડિઓ તો મજેદાર છે જ પણ તેનાથી પણ વધુ મજેદાર વિડિઓ પર મળેલી કોમેન્ટમાં છે. એક વ્યક્તિ લખે છે કે આમ કરીને પૈસા તો બચી ગયા સાથે સાથે સમયની પણ બચત થઇ ગઈ. તો બીજા એક યુઝરનું કહેવું હતું કે ભાઈ અનુભવી લાગે છે મજાનો ફટાફટ ચાલ્યો ગયો. આવી તો અનેક કૉમેન્ટ્સ આ વિડીઓના અન્ડરમાં તમને જોવા મળશે.

અચ્છા હવે જયારે તારક મહેતા સીરિયલમાં સુંદર આવી ગયો છે તો એ વાત તો નક્કી કે ભવિષ્યમાં તે પોતાના ડિયર જીજાજી પાસેથી ટેક્સીના પૈસા ઉઘરાવશે જ તો આ આઈડિયા જેઠાલાલે અપનાવવા જેવો કે નહિ? ખેર એના માટે તો જેઠાલાલને પહેલા વજન ઓછું કરવું પડશે કેમ બરોબરને?
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
– તમારો જેંતીલાલ