સળી, પીન કે એવી અન્ય કોઈ વસ્તુથી જો તમને કાનમાંથી મેલ કાઢવાની આદત હોય તો ચેતજો! આવી શકે છે બહેરાશ…

શારીરિક સ્વસ્થતા પર ધ્યાન આપવું એ સારી વાત છે. શરીરને સ્વસ્થ્ય અને નીરોગી રાખવા માટે આપણે રોજ સવારે સ્નાન કરીએ છીએ. દાંતની સફાઈ માટે બ્રશ કરીએ છીએ. એમ શરીરનું જ એક કાન છે. જેમાં અમુક સમયે મેલ ભરાઈ જવાની ફરિયાદ રહ્યા કરતી હોય છે. તો કાનની પણ સફાઈ કરવી જ જોઈએ.

સાચું ને ? પરંતુ એ સફાઈ આપણે કેવી રીતે કરીએ છીએ? કોઈને આદત હશે, સેફટી પીન કાનની અંદર નાખીને કાન સાફ કરશે. તો, કોઈને આદત હશે દીવાસળીથી કાન સાફ કરવાની, તો વળી કોઈ કાન સાફ કરવા ઇયર બડ્સનો ઉપયોગ કરતા હશે. પણ, શું આ બધી વસ્તુઓથી કાન સાફ કરવાની પદ્ધતિ યોગ્ય છે? યોગ્ય રીતે ને સાવચેતી પૂર્વક જો કાન સાફ કરવામાં ન આવે તો આ બધી આદત તમારા માટે ધાતક પણ બની શકે છે. અમુક તો કાન સાફ કરવા પીન કે સળીનો ઉપયોગ કરતા જાય ને બોલતા જાય કે કાનની સાફ સફાઈ તો કરવી જ જોઈએ ને? કાન તો ચોખ્ખા હોવા જ જોઈએ…..અને પાછા ડાહ્યા થઇને બીજાને પણ આવી બધી સલાહ આપતા હોય છે. જો તમને પણ આવી જ આદત હોય તો ચેતજો. બીજાને સલાહ આપતા પૂર્વ જાણી લો, એની આડઅસર વિશે.

બ્રિટનની નેશનલ ઈન્સ્ટિટયુટ ફોર હેલ્થ એન્ડ કેર એકસલન્સ સંસ્થાના નિષ્ણાંતોનું કહેવુ છે કે, કાનમાં કોટન બડ, પીન કે દીવાસળી જેવી અન્ય વસ્તુ નાખવાની આદત ખરાબ છે. કાનની સફાઈ માટે એ વિકલ્પ યોગ્ય નથી. માટે, એમ ન કરવું જોઈએ. પીન કે દીવાસળી કાનમાં નાખવાથી કાનમાંનો મેલ વધુ ઉંડે જાય અને અંદર ગયેલો મેલ ઈન્ફેકશન પેદા કરી શકે છે. જેથી કાનમાં રસી થવી કે કાનમાં દુખાવો થવાનો કે પછે, ખંજવાળ બળતરા કે ઇન્ફેકશન થવાનો ભય રહેતો હોય છે. કાનનો મેલ સાફ ન કરવાથી બહેરાશ નો ડર પણ રહેતો હોય છે. કાન એ કુદરતી રીતે જ આપમેળે સફાઈ રાખવાની વ્યવસ્થા ધરાવે છે. કાનમાં જો કદાચ મેલ વધી જશે તો એની જાતે જ સુકાઈને પોપડા સ્વરૂપે બહાર નીકળી જશે…એટલે વેઈટ એન્ડ વોચ……કાનમાં કોઈ એવી વસ્તુ નાખવાની આદત ન પાડો…જેના હિસાબે તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ.

ડો. સેથ સ્વોર્ટ્ઝ જણાવે છે, “તમે જ્યારે ખોરાક ચાવો, જડબુ હલાવો અથવા તો કાનમાં ચામડીનો વિકાસ થાય એટલે કાન આપોઆપ જ ઇયર વેક્સને બહાર ધકેલી દે છે. અથવા તો સ્નાન કરતી વખતે તે સાફ થઈ જાય છે. કોઈક જ વાર એવું બને છે કે આ ક્લીનીંગ પ્રોસેસમાં ક્યાંક અડચણ આવે છે અને વેક્સ પોતાની જાતે કાનની બહાર નથી આવી શકતું અને કાનમાં જ જામી જાય છે. આવા સમયે જાતે કાન સાફ કરવા કરતા નિષ્ણાંત ડોક્ટર પાસે જઈ કાનનું ક્લીનિંગ કરાવવું જોઈએ.”

લોકોમાં એવી ગેરમાન્યતા છે કે કાનમાંથી વેક્સ નીકળવું એ ગંદકીની નિશાની છે. આથી ખોટી જાણકારીને કારણે જ લોકો પોતાના કાન સાથે ચેડા કરે છે.

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. શરીરની રચનામાં આંક અને કાન એ ખુબ જ સંવેદનશીલ અંગ છે. એવું પણ બને કે, એ અંગ સાથે ચેડા કરવાથી મોટું નુકશાન પણ થઇ શકે છે. કાનની ચોખ્ખાઈ માટે જરૂરી છે કે, સમયાંતરે એની સફાઈ થાય . એમાં ઘણા બધા ઘરેલું નુસખાઓ પણ છે જ. પરંતુ, એ નુસખાઓ અજમાવતા પૂર્વે કાળજીરાખવી જરૂરી છે.

👂DID YOU HEAR ABOUT????⠀ ⠀ ➡️Recently, a man in England used a cotton swab to clean his ears. A piece of the cotton swab got stuck inside his ear canal. As a result, this man’s hearing was affected along with neurological symptoms.⠀ ⠀ ❌Cotton swabs are NOT to be used to clean your ears. They only cause problems like impacted ear wax, ear infections and punctured ear drums.⠀ ⠀ ✔️Instead, use a warm cloth to clean the outside of your and ear canal! Or have wax removed by a health care professional if necessary!⠀ ⠀ Read more about what happened to this individual and the risks of using cotton swabs!⠀ ⠀ https://buff.ly/2UwLlR7⠀ ⠀ #earhealth #earcare #hearing #vaughan

A post shared by Salus Hearing Centre (@salushearingcentre) on

આજકાલ મોબાઈલનાં વધુ ઉપયોગથી લોકો વધારે વધારે ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાવધાન, જો તમે વધારે પ્રમાણમાં ઈયરફોનનો ઉપયોગ કરશો તો તમારા જ કાનના પડદાને નુકશાન પહોચી શકે છે. બધા ઇયરફોનમાં હાઈ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે કાયમ માટે સાંભળવાની ક્ષમતા ગુમાવી શકો છો. ઇયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જ્યારે પણ કોઇની સાથે ઇયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરથી સાફ જરૂર કરો. ડોક્ટરો મુજબ ઇયરફોનના ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માથુ અને કાનમાં દુખાવો વગેરે.

કાનની સંભાળ :

A post shared by Nella (@xnella_x777) on

(૧) કાન ખોતરવા નહીં.

(૨) કાનમાં ફુંક ન મારવી.

(૩) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.

(૪) માથા પર મારવું નહીં.

(૫) ઘોંઘાટથી દુર રહેવું.

(૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં ખોસવાં.

A post shared by DeWax Ear Care (@dewax_ear_care) on

(૭) સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલ વડે કાન લુછવા.

(૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં

(૯) ગરમ દવાનું અતીશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસત્ત્વ મધ સાથે લેવું.

કાનમાં જો મેલ જામી ગયો છે તો એ માટેનો ઘરગથ્થુ ઉપચાર :

બદામ અને સરસીયાનું તેલ :

બદામના તેલની જેમ સરસીયાના તેલને ઉપયોગમાં લઇ શકાય છે. પણ સરસીયાના તેલની ગુણવત્તા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી ફોતરી નરમ પડી જાય છે અને સરતાથી બહાર નીકળી જાય છે.

૨) લસણની એક કળી લઈને એ કળીને તેલમાં ગરમ કરીને એ તેલનું રૂં વડે એક ટીપું પડવાથી મેલ એની જાતે જ પોપડી થઇ નીકળી જાય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબત :

કાનની સફાઇ માટે બડ્સ, તેલ, પિન, સળી, ટીપા કે અન્ય કોઇપણ વસ્તુ નાખવી નહિ. કાનની તકલીફ હોય તો તાત્કાલિક ડોકટર બતાવવું જોઇએ. તેમજ મેડિકલ સ્ટોર્સમાં વેચાતા ટીપા પણ નાંખવા નહિ કારણ કે કાનમાં ઇન્ફેક્શન, મેલ, ફુગ વગેરે માટે અલગ અલગ પ્રકારના ટીપાં આવે છે, જે ડોક્ટરની સલાહ પ્રમાણે નાંખવા જોઇએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી દરેક મિત્ર સાથે અને દરરોજ આવી અવનવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ