તમારા સેલેરી અકાઉન્ટ પર આ બેન્ક આપે છે અઢળક ફાયદાઓ, મળે છે આ જોરદાર સુવિધાઓ

નોકરિયાત લોકોને કંપની એક સ્પેશિયલ બેન્ક એકાઉન્ટ આપે છે જેને સેલેરી એકાઉન્ટ કહેવામાં આવે છે. આ બેન્ક એકાઉન્ટ સામાન્ય બેન્ક એકાઉન્ટ કરતા થોડા અલગ હોય છે. કારણ કે આંખના ઘણા ફાયદાઓ હોય છે. પરંતુ આ ફાયદાઓ વિશે ઘણાખરા લોકોને ખબર જ નથી હોતી કારણ કે સેલેરી એકાઉન્ટ પર મળતા ફાયદાઓ વિશે મોટાભાગની બેંકો ગ્રાહકોને જણાવતી જ નથી. જણાવી દઈએ કે sbi સેલેરી એકાઉન્ટ પર કોર્પોરેટ, હોસ્પિટલ, હોટલ વગેરેના કર્મચારીઓને ઘણા પ્રકારના ફાયદાઓ મળે છે

image source

સેલેરી એકાઉન્ટ ખુલી ગયા બાદ તમને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. કોર્પોરેટ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી એમ્પ્લોયર દ્વારા સેલેરી ખાતામાં નાખી દેવામાં આવશે. કર્મચારી પોતાનું સેલેરી એકાઉન્ટ દેશની કોઈપણ બ્રાંચમાં ખોલી શકે છે.

image source

SBI સેલેરી બેંક અકાઉન્ટનાં ફાયદા

  • – ઝીરો બેલેન્સ અકાઉન્ટ
  • – ફ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કોઈપણ બેંકના ATM પરથી
  • – ફ્રી ATM કમ ડેબિટ કાર્ડ
  • – જોઈન્ટ અકાઉન્ટ હોલ્ડર માટે ATM કાર્ડ
  • – ફ્રી મલ્ટીસીટી ચેક
  • – લોકર ચાર્જ પર 25 ટકાની છૂટ
  • – ફ્રી ડ્રાફ્ટ, sms એલર્ટ, ઓનલાઇન NEFT/RTGS
  • – 2 મહિનાની સેલેરી પર ઓવરડ્રાફ્ટની સુવિધા

ચાલો જાણીએ શું છે સેલેરી અકાઉન્ટના ફાયદાઓ

1. મળે છે ડેડીકેટેડ વેલ્થ મેનેજર

image source

જો તમારી પાસે ઘણા બધા રૂપિયા છે તો તમે હેલ્થ સેલેરી અકાઉન્ટ પણ ખોલી શકો છો. જે અંતર્ગત બેંક તમનેન ડેડીકેટેડ વેલ્થ મેનેજર આપે છે. આ મેનેજર તમારા બેંક સાથે જોડાયેલા બધા કામ સંભાળે છે.

2. ફ્રી ઇન્ટરનેટ ટ્રાન્જેક્શન

image source

અમુક બેન્ક એકાઉન્ટને ક્રેડિટ કાર્ડ આપવા, ફ્રી ઇન્ટરનેટ ટ્રાન્જેક્શન, ઓવર ડ્રાફ્ટ, સસ્તા લોન, ચેક, પે ઓર્ડર તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટની રેમિટન્સ (વિદેશથી આવનારા પૈસા) જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

3. સેવિંગ એકાઉન્ટ માં કન્વર્ટ થાય છે સેલેરી એકાઉન્ટ

image source

જો તમારી બેંકને જાણ થાય કે અમુક સમયથી તમારા એકાઉન્ટમાં સેલેરી નથી આવી રહી તો તમારા એકાઉન્ટમાં મળતી તમામ સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવે છે. અને તમારા એકાઉન્ટને સામાન્ય સેવિંગ અકાઉન્ટ ની જેમ જ રાખવામાં આવે છે.

4. સરળતાથી ટ્રાન્સફર થાય છે અકાઉન્ટ

image source

એક બેન્કમાંથી બીજી બેંકમાં એકાઉન્ટ બદલવા માટે સેલેરી એકાઉન્ટ ધારકોને સરળતા રહે છે. હા એ વાત સાચી કે તેના માટે અમુક શરતો રાખવામાં આવે છે.

5. કઈ રીતે ખુલે છે સેલેરી અકાઉન્ટ

image source

સેલેરી એકાઉન્ટ ખોલવા માટે તમે કોઈ કોર્પોરેટ સરકારી વિભાગ અથવા પીએસયુ માં કાર્ય કરતા હોવા જોઈએ. અને તમારી કંપની નું જે તે બેંક સાથે સેલેરી એકાઉન્ટ રિલેશનશિપ હોવું જોઈએ. આ સાથે જ ગ્રાહકનું જે તે બેંકમાં અન્ય કોઈ ખાતું ન હોવું જોઈએ.

6. અન્ય કઇ કઇ સુવિધાઓ મળે છે

image source

બેંક તમને પર્સનલાઈઝડ ચેક બુક આપે છે જેના દરેક ચેક પર તમારું નામ છાપેલું હોય છે. તમે બિલ ચુકવવાની સુવિધા લઈ શકો છો. અથવા ફોન કે ઇન્ટરનેટ દ્વારા પેમેન્ટ કરી શકો છો. સેફ ડિપોઝીટ લોકર, સ્વીપ ઇન, સુપર સેવર ફેસિલિટી, ફ્રી પેબલ એટ પાર ચેક બુક, મફત ઇન્સ્ટા એલર્ટ, ફ્રી પાસબુક અને ફ્રી ઈમેલ સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!