સેલેરી સ્લિપનું મહત્ત્વ જાણો છો? નથી જાણતા તો આજે જ વાંચો અને શેર કરો

જો તમે નોકરિયાત હશો તો તમને સેલેરી સ્લિપ વિષે ઘણી બધી જાણકારી હશે જ. પણ તમને તેનું કેટલું મહત્ત્વ છે તેનો ખ્યલ નહીં હોય. તમે માત્ર દર મહિને મળતી સેલેરી સ્લિપને ફાઈલ કરીને ભૂલી જતાં હશો. કેટલાક લોકો તો તેને ફાઈલ કરવા જેટલું પણ મહત્ત્વ નથી આપતા. તેને માત્ર આમ તેમ રખડતી મુકી દે છે. તો તેમ ન કરો, કારણ કે આજે અમે તમને સેલેરી સ્લિપનું ખરું મહત્ત્વ જણાવવાના છીએ. જે તમને ઘણા બધા પ્રસંગે કામ લાગી શકે છે, દા.ત. જો તમારે જોબ બદલવી હોય, અથવા તો પછી ઇન્ક્રિમેન્ટ જોઈતું હોય કે પછી બઢતી જોઈતી હોય. કારણ કે તમે જ્યારે નોકરી શોધતા હોવ છો ત્યારે સામે વાળી કંપની પાસે કેવું પેકેજ માંગવું  તે સ્પષ્ટ રીતે નક્કી નથી કરી શકતાં. પણ સેલેરી સ્લિપમાં એટલી બધી મહત્ત્વની ડિટેઇલ આપી હોય છે કે તેને જોઈને તમે તે બાબતે સ્પષ્ટ નિર્ણય લઈ શકો. ચાલો જાણીએ સેલેરી સ્લિપમાં છૂપાયેલી વિગતો વિષેઃ

કેવી રીતે બને છે સેલેરી સ્લિપઃ

સેલેરી સ્પિલમાં બે મુખ્ય વિગતોનો સમાવેશ કરવામાં આવે છેઃ એક હોય છે ઇનહેન્ડ સેલેરી બીજી હોય છે ડિડક્શન પાર્ટ. તે બન્ને મળીને તમારી કોસ્ટ ટુ કંપની એટલે કે સીટીસી બને છે. જેનો અર્થ થાય છે કે તમે કંપનીને કેટલામાં પડો છો. સ્લિપમાં તે બધી જ વિગતોનો સમાવેશ થાય છે.

ઇન હેન્ડ સેલેરીમાં સમાવાતિ વિગતોઃ

 1. બેઝિક સેલેરીઃ

બેઝિક સેલેરી એ તમારી સેલેરીનો સૌથી મહત્ત્વનો ભાગ છે. સામાન્ય રીતે તમારી બેઝિક સેલેરી એ તમારી કૂલ સેલેરીનો 35-40 ટકા ભાગ હોય છે. તમારો બેઝિક જેટલો વધારે હશે તેટલો જ ટેક્સ તમારે વધારે આપવો પડશે. બેઝિક સેલેરી 100 ટકા ટેક્સેબલ હોય છે. બેઝિક, ઇન હેન્ડ સેલેરીના સ્વરૂપે તમને મળે છે.

 1. સામાન્ય ભથ્થાઓઃ (હાઉસ રેન્ટ એલાઉન્સ)

 • હાઉસ રેન્ટલ એલાઉન્સ તમારી બેઝિક સેલેરીના 50 ટકા હોય છે પણ તે માટે એક શરત હોય છે કે એમ્પ્લોઇ મેટ્રો સીટીમાં રહેતો હોવો જોઈ. જો એમ્પ્લોઇ ટિયર ટૂ કે ટિયર થ્રીમાં રહેતો હોય તો એચઆરએ બેઝિક પગારના 40 ટકા હોય છે.
 • જો તમે ભાડે રહેતા હોવ તો સમગ્ર વર્ષ દરમિયાન જેટલું ભાડું ચુકવતા હોવ છો તેમાં બેઝિક સેલેરીના 10 ટકા ભાગ હોય છે. જે ઘટાડ્યા પછી જે રકમ બચે તે પણ હાઉસ રેન્ટ અલાઉન્સ હોઈ શકે છે. જો કે કંપની જે ભાગ ઓછો હોય છે તે ચૂકવવાનું પસંદ કરે છે.

નોંધઃ હાઉસ રેન્ટ અલાઉન્સ પર તમને કરમાં છૂટ મળે છે.

 1. કન્વેયન્સ અલાઉન્સઃ  આ ભથ્થું તમને ઓફિસના કામે આવવા જવા તેમજ ઓફીસે આવવા જવા માટે મળે છે. આ રકમ તમારી જોબ પ્રોફાઈલના આધારે કંપની નક્કી કરે છે. સેલ્સ વિભાગમાં કામ કરતાં એમ્પ્લોઈનું કન્વેયન્સ અલાઉન્સ વધારે હોય છે કારણ કે તેમને કંપનીના કામે બહાર ફરતાં રહેવું પડે છે. આ રકમ ઇન હેન્ડ સેલેરીમાં ઉમેરવામાં આવે છે.

નોંધઃ સેલેરીમાં જો તમને 1600 રૂપિયા સુધીનું કન્વેયન્સ અલાઉન્સ મળતું હોય તો તેના પર કર લાગશે નહીં.

 1. લીવ એન્ડ ટ્રાવેલ અલાઉન્સ (રજા અને પ્રવાસ ભથ્થું)- દરેક કંપનીમાં એલટીએ ફિક્સ હોય છે. કંપની વર્ષમાં કેટલીક ચોક્કસ રજાઓ તેમજ ટ્રાવેલ અલાઉન્સ આપે છે. કેટલીક કંપનીઓ તેમાં તમારા કુટુંબના સભ્યોનો પણ સમાવેશ કરે છે. તેમાં માત્ર ટ્રાવેલિંગના ખર્ચનો જ સમાવેશ થશે અન્ય બીજા કોઈ જ ખર્ચનો સમાવેશ થશે નહીં.
 2. મેડિકલ અલાઉન્સઃ આ ભથ્થું તમને મેડિકલ કવર તરીકે આપવામં આવે છે. ઘણીવાર જરૂરિયાત પ્રમાણે એમ્પ્લોઈ તેનો ઉપયોગ કરી લે છે. કેટલીક કંપનીઓમાં આ ભથ્થું તમને વાર્ષિક રીતે મળે છે તો કેટલીક વાર માસિક આધાર પર મળે છે તો કેટલીકવાર એમ્પ્લોઈ પેતાના મેડિકલ ખર્ચાના બિલ બતાવીને ભથ્થું મેળવી શકે છે.
 3. પર્ફોમન્સ બોનસ અને વિશિષ્ટ અલાઉન્સઃ આ એક પ્રકારનું ઇનામ જેવું છે. જે એમ્પ્લોઇને કંપની પ્રત્યે વધારે સારી રીતે કામ કરવા પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. તે અંગેની પોલીસીઓ પણ અલગ અલગ હોય છે. આ રકમ સંપૂર્ણ રીતે  કરપાત્ર હોય છે. તેને તમારી ઇન હેન્ડ સેલેરીમાં જોડવામાં આવે છે.

 

સેલેરીમાંથી કપાતી વિવિધ રકમોઃ

 1. પ્રોવિડન્ટ ફન્ડઃ પીએફ તમારી બેઝિક સેલેરીના 12 ટકા હોય છે. તે તમારા સરકારી પીએફ એકાઉન્ટમાં જમા થાય છે. આ ખાતામાં એમ્પ્લોઈની સેલેરીમાંથી જેટલી રકમ કાપવામાં આવે તેને પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે તેટલી જ રકમ કંપની પાસેથી લઇને એમ્પ્લોઇના ખાતામાં જમા કરાવવામાં આવે છે જો કે તેનું પ્રમાણ કંપનીએ કંપનીએ બદલાતું રહે છે. આ એક ખુબ જ ફાયદાકારક બચત છે. આ બચત પર તમને સરકાર તરફથી વ્યાજ પણ મળે છે.
 2. પ્રોફેશનલ ટેક્સ (વ્યવસાયી કર)
 3. આ ટેક્સનો ઉલ્લેખ તમારી માસિક સેલેરી સ્લિપમાં કરવામાં નથી આવતો પણ તેને ઇન્કમ ટેક્સ તરીકે લેવામાં આવે છે. જો તમે ટેક્સ ભરતા હશો તો તમારી મે મહિનાની સેલેરી સ્લિપમાં તેની વિગતો જોઈ શકશો. આ ટેક્સ ભારત સરકારના ટેક્સના નિયમ પ્રમાણે કપાય છે. અને જો તમે તે કર કપાતથી બચવા માગતા હોવ તો ઇન્કમટેક્સ એક્ટના 80 સી રૂલ્સ હેઠળ આર્થિક રોકાણ કરીને તે ટેક્સ બચાવી શકો છો.

તમે તમારી સ્થિતિ જાણવા માટે અન્ય એમ્પ્લોઇની સેલેરી સાથે નીચે જણાવ્યા પ્રમાણે સરખામણી કરી શકો છો.

 1. સૌથી મહત્ત્વની હોય છે બેઝિક સેલેરી. તમે અન્યની સેલેરી સ્લિપમાં એ સરખામણી કરી શકો છો કે તેમાં તેમની બેઝિક સેલેરી સાથે તેમના બીજા કયા કયા ભથ્થા કંપની દ્વારા આપવામાં આવે છે.
 2. તમે જ્યારે સરખામણી કરશો ત્યારે તમે જોઈ શકશો કે તમારી કૂલ આવકમાં તે ભથ્થાના કારણે કેટલો ફરક પડે છે.
 3. તમારે માત્ર તમારી ઇનહેન્ડ સેલરી પર જ કેન્દ્રિત નથી થવાનું પણ બીજા ભથ્થા પર પણ ધ્યાન આપવાનું છે. જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ મળે છે કે નહીં, કંપની તરફથી ફૂડ ફ્રી આપવામાં આવે છે કે નહીં, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળે છે કે નહીં.

ઉપર અમારા દ્વારા આપવામાં આવેલી વિગતોનો જો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને તમારી બઢતી વખતે તમારા પગાર વધારા વખતે અને નોકરી બદલશો ત્યારે કંપની પાસે સેલેરી માંગતી વખતે તમે તે બાબતે સ્પષ્ટ માંગ કરી શકશો.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ખુબ જ ઉપયોગી અને જરૂરી માહિતી વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ :- “જલ્સા કરોને જેંતીલાલ”. 

 

 

ટીપ્પણી