સલામ ટ્રાફિક બિગ્રેડ ને..જો યોગ્ય લાગે તો સૌ મિત્રો સાથે શેર કરજો

મિત્રો આવતીકાલે ગણેશચતુર્થી ની તહેવાર છે…તહેવાર અને જાહેર રજા

આવતીકાલે સૌ રસ્તા પર નીકળવાના અને ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાશે. બીજા દિવસે ન્યુઝ માં પણ આવશે કે ઠેર ઠેર ટ્રાફિકજામ.
આજે સલામ કરવી છે એ દરેક ટ્રાફિક પોલીસ માં કામ કરતા યુવાનો ને કે જે વાર તહેવારે આખો દિવસ ઉભા રહી ટ્રાફિક કંટ્રોલ કરે છે. પોતાની ફેમીલી ને પણ તહેવાર ના દિવસે મૂકી ડ્યુટી પર આવે છે. શું તમને આવા તહેવાર ના દિવસે ડ્યુટી કરવાનું કહેવામાં આવશે તો કરશો?

ઘણીવાર લોકો એમ કહે છે કે એ તો એમની ડ્યુટી છે એમને એના પૈસા મળે છે. તો મિત્રો હું એટલું કહીશ કે જો એ એમની ડ્યુટી હોય તો શું ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું એ આપણી ડ્યુટી નથી? શું આપણે આપણી ડ્યુટી પૂરી કરીએ છીએ? મેં ઘણા લોકો ને રોંગ સાઈડ માં વાહન ચલાવી ઉપર થી ટ્રાફિક પોલીસ સાથે મગજમારી કરતા પણ જોયા છે.

મને એક ભાઈ એ એવું કહેલું કે એ એજ લાગના છે. કેટલા પૈસા ખાય છે. હું કહીશ કે એમને પૈસા આપવાની જરૂર શા માટે પડે? મેં તો આજ દિવસ સુધી નથી આપ્યા. મને કોઈવાર રોકે તો હું લાયસન્સ સાથે PUC, વીમા ના કાગળ અને RC બુક આપી દવ એટલે મને હસી ને જવા દે છે. તમે સીટ બેલ્ટ નથી બાંધતા ત્યારે તમને ઘર પર મેમો આવે છે ને? સીટ બેલ્ટ આપણી સેફટી માટે છે તો શા માટે ના બાંધવો?

આપણે જો નિયમો નું પાલન કરીશું તો ટ્રાફિક પોલીસ ની આટલી જરૂર પણ નહી રહે. એ લોકો આપણ ને સમયસર પહોચાડવા માટે વાર તહેવારે પોતાના ઘર પરિવાર ને મૂકી ટ્રાફિક મેનેજ કરે છે. તેમની જગ્યા એ આપણે હોઈએ તો પૈસા મળે તો પણ તહેવાર ના દિવસે પરિવાર દોસ્તો ને મૂકી ના ઉભા રહી શકીએ.

તો મિત્રો આવો સાથે મળી સલામ કરીએ ટ્રાફિક બિગ્રેડ ને અને સાથે સાથે તહેવાર ના દિવસે થોડું વધારે ધ્યાન રાખી એમનું કામ થોડું હળવું કરીએ.

લેખક : વિશાલ લાઠિયા (સુરત)

તમારા મંતવ્યો કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી