સક્કરપારા -બાળકોને સ્કૂલમાં ડ્રાય નાસ્તામાં આપવા માટે બેસ્ટ ઓપ્શન છે …

બાળકોને સ્કૂલમાં ડ્રાય નાસ્તામાં આપવા માટે, સાંજે થોડીક કટક બટક કરવા માટે મજા આવે એવા સક્કરપારા બનાવીશું.. હોસ્ટેલમાં ભણતા બાળકો માટે આ સક્કરપારાનો નાસ્તો બેસ્ટ કેમ કે તે જલ્દી બગડતા નથી… તો ચાલો ફરસાણમાનો એક નાસ્તો એટલે સક્કરપારા (Sakkarpara)બનાવીએ…
સક્કરપારા બનાવવા માટે જોઈતી સામગ્રી:
  • 3 વાટકી મેંદો,
  • પોણી વાટકી ખાંડ,
  • પા વાટકી રવો,
  • 5 ચમચી તેલ,
  • મીઠુ સ્વાદ પ્રમાણે (ઓપશનલ),
  • તેલ તળવા માટે,
  • કટર કે નાઈફ સક્કરપારા કટ કરવા માટે.
સક્કરપારા બનાવવાની રીત:
એક કથરોટમા મેંદો, ખાંડ અને રવો લ્યો, પછી આ બધુ મિક્સ કરી લેવુ અને બીજા વાસણમા ચાળી લેવુ.
પછી તેમાં તેલ અને ઍક ચમચી મીઠુ નાખવું, જો તમારે મીઠુ ન નાખવું હોય તો પણ ચાલે.
ત્યારબાદ અડધી વાટકી જેટલું હુંફાળું પાણી ઉમેરવું અને પરોઠાનાં લોટ જેવો લોટ બાંધવો વણવા માટે અટામણ ની જરૂર ન પડે એવો લોટ બાંધેલો હોવો જોઈએપછી પરોઠા અને ભાખરી ની વચ્ચેની જાડાઈ હોય તેેવો સક્કરપારા માટે રોટલો વણવો.
ત્યારબાદ ડાયમંડ સેપમા કટ કરવા, પછી કિનારીના ડાયમંડ સેપ વગરના સકકરપારા હોય તેવા સકકરપારા કાઢી તેનું ફરીથી લુવું કરી લેવું.
થોડા ભેગા થાય એટલે એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકવું.
સૌ પ્રથમ ફાસ્ટ ગેસે સકકરપારા તળવા.
બધા સકકરપારા ઉપર આવી જાય એટ્લે ફેરવવા લાલસ પડતા થાય એટલે ગેસ ધીમો કરી દેવો પછી ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.ગોલ્ડન થઇ જાય એટલે બહાર કાઢી લેવા.
તો સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા સકકરપારા તૈયાર છે.
નોંધ:
 
– તમે ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરીને પણ સકકરપારા બનાવી શકો છો.
– તમે મેંદાની બદલે ઘઉંના લોટનો કે બને હાફ હાફ લઇ સકકરપારા બનાવી શકાય.
વિડિયો જોવા ક્લિક કરો 

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી