આ તસવીરમાં સૈફ-કરીના લાગે છે એકદમ મસ્ત, ક્લિક કરીને જોઇ લો લેટેસ્ટ તસવીર

સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર સાથે ફિલ્મની ડેટ પર નીકળ્યો હતો; પીવીઆર ની બહાર કંઈક આ અંદાજમાં તે થયો સ્પોટ.

image source

સૈફ અલી ખાન હાલમાં તેની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર સાથે જોવા મળ્યો હતો. આ બંને સ્ટાર્સ સાથે મળીને જુહુમાં પીવીઆર પર મૂવી ડેટ માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ દરમિયાન સૈફ અલી ખાને ગ્રીન પ્લેનની ટીશર્ટ પહેરી હતી. જ્યારે કરીના કપૂર ફ્લોરલ પ્રિન્ટેટેડ ડ્રેસમાં જોવા મળી હતી. બધા જ વખતની જેમ આ વખતે પણ પૈપરાજી બંનેની તસવીરો ક્લિક કરવા અહીં પહોંચી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanclub. (@kareenafc) on

જો કે, આ સમય દરમિયાન, બંનેનો પુત્ર તૈમુર અલી ખાન ક્યાંય જોવા મળ્યો ન હતો. આ બંનેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ જોયા પછી તેમના ચાહકો ઘણા ખુશ છે અને બંનેના ફોટાની પ્રશંસા કરી રહ્યા છે.

image source

હવે વર્કફ્રન્ટની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં સૈફ અલી ખાનની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ શેડની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને તેની અસર એટલી જોરદાર હતી કે તેની તુલના ફિલ્મ પદ્માવતના અલાઉદ્દીન ખિલજીના પાત્ર સાથે કરવામાં આવી હતી.

image source

આ ફિલ્મમાં સૈફ ઉપરાંત અજય દેવગન અને કાજોલ પણ છે. સૈફ અલી ખાન હવે ફિલ્મ જવાની જાનેમાનમાં જોવા મળશે. કરીના વિશે વાત કરીએ તો કરીના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી.

image source

આ ઉપરાંત, તે હિન્દી મીડીયમમાં અને તખ્ત ફિલ્મમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ