અરેરેરે, સૈફ અલી ખાનના લાઇવ ઇન્ટરવ્યુમાં અચાનક પહોંચેલા તૈમુરે પૂછ્યો એવો પ્રશ્ન કે, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

સૈફના લાઈવ ઇન્ટર્વ્યૂમાં તૈમુર પુછી બેઠો આ પ્રશ્ન – જાણો પછી શું થયું

કોરોના વાયરસના કારણે આખાએ દેશમાં 21 દિવસનું લોકડાઉન છે પણ આપણો નાનકડો સેલેબ્રીટી કીડ તૈમુર અલી ખાન ચર્ચા જગાવવામાં જરા પણ પાછળ નથી રહ્યો. તૈમુરની તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર થોડી ક જ ક્ષણોમાં વાયરલ થઈ જાય છે. અને તાજેતરમાં પણ કંઈક તેવું જ થયું છે.

image source

વાસ્તવમાં, સૈફ એક ચેનલની રીપોર્ટર સાથે ઘરેથી લાઈવ વાતચીત કરી રહ્યો હતો. લાઈવ ઇન્ટર્વ્યૂ દરમિયાન તેમનો નાનકડો નવાબ એટલે કે દીકરો તૈમુર ત્યાં આવી ગયો. રીપોર્ટર તૈમુરનો અવાજ સાંભળી ખુશ થઈ ગઈ. ત્યાર બાદ સૈફે પોતાના ઇન્ટર્વ્યૂ વચ્ચે થોડીવાર માટે રોકાવું પડ્યું. રિપોર્ટરે સૈફને કહ્યું કે તૈમુર સાથે પણ મુલાકાત કરાવો.

ત્યાર બાદ સૈફ ઇન્ટર્વ્યૂઅરની રીક્વેસ્ટ પુરી કરવાં દીકરા તૈમુરને કેમેરા સામે લઈ આવ્યો. રીપોર્ટર તૈમુરને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. આ વિડિયોમા સૈફે તૈમુરને પોતાના ખોળામાં બેસાડ્યો છે. તૈમુરે હલ્કનું માસ્ક અને ગ્લવ્સ પહેરી રાખ્યા હતા. સૈફ તેના ચહેરા પરથી માસ્ક હટાવે છે અને તેની રીપોર્ટર સાથે મુલાકાત કરાવે છે.

ત્યાર બાદ રીપોર્ટર કંઈ પુછે તે પહેલાં તૈમુરે તેને પ્રશ્ન પુછવાનું શરૂ કરી દીધું. તૈમુરે રીપોર્ટરને પુછ્યું કે તેણી ક્યાં છે ? રીપોર્ટર તેને જણાવે છે કે તેણી સ્ટુડિયોમાં છે અને તૈમુરને ટીવી જોવા કહે છે. સૈફને રીપોર્ટર પુછે છે કે શું તૈમુર હાલ પાપારાઝીને મીસ કરી રહ્યો છે ? તેના જવાબમાં સૈફ જણાવે છે કે ‘મને નથી લાગતું’ તૈમુરની આ વિડિયોને ખૂબ વ્યૂઝ મળી રહ્યા છે.

image source

આ ઇન્ટર્વ્યૂમાં સૈફ પોતે પત્ની કરીના, દીકરા તૈમુર અને પરિવારના બાકી સભ્યો સાથે ક્વોરેન્ટાઇન દરમિયાન કેવી રીતે સમય પસાર કરી રહ્યો છે તે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત સૈફે એ પણ જણાવ્યું હતું કે તે અને કરીના નસીબદાર છે કે તેમની પાસે તૈમુર છે કારણ કે તેના કારણે ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે.

સૈફે પોતાના લિવિંગ રૂમમાં બેસીને આ ઇન્ટર્વ્યૂ આપ્યો હતો. આ પહેલાં પણ કરીનાએ સૈફની પુસ્તકો વાંચતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી તો કરીના પણ મોબાઈલ પર કંઈક જોઈ કે વાંચી રહી હોય તેવી તસ્વીર વાયરલ થઈ હતી.

image source

થોડા દિવસ પહેલા કરીનાએ પોતાના દિકરા તૈમુર અને પતિ સૈફની એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે બન્ને બાથરોબમાં હતા. તૈમુર પોતાના પિતાની પાછળ ચાલી રહ્યો હતો અને ખૂબ ક્યૂટ લાગી રહ્યો હતો. આ ફોટો શેર કરતાં કરીનાએ લખ્યું હતું, ‘વાહલા ભારત, ચાલો આ કરીએ. જવાબદાર બનીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.’ કરીનાની આ પોસ્ટને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આજે આખાએ દેશની સાથે સાથે બોલીવૂડ સ્ટાર્સ પણ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પણ આ દરમિયાન તેમના ફેન્સને તેમના નવા નવા રંગ જોવા મળ્યા છે. જેમ કે દીપીકાને લોકોએ તેનું વોર્ડરોફ સાફ કરતી જોઈ તો વળી કેટરીનાને લોકોએ વાસણ ઘસતી અને કચરો વાળતી જોઈ તો વળી એક્ટ્રેસ હીના ખાનને લોકોએ પોતા મારતી જોઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ