એરપોર્ટ પર તૈમુરે કરીનાને જોસથી પાડી ‘મમ્મા’ કરીનાને બૂમ, જોઇ લો વિડીયોમાં તમે પણ

તૈમુર ભીડથી ભયભીત – સૈફ અલી પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો અને કરીના પણ દેખાઈ નારાજ જુઓ વિડિયો

image source

તૈમુર અલિ ખાન આજે કોઈ પણ બોલીવૂડ સ્ટાર કરતાં પણ વધારે ફેમસ છે. સામાન્ય લોકોને હંમેશા સ્ટાર કીડ્સ હોવાના ફાયદા જ ધ્યાનમાં આવતા હોય છે પણ તેની સામે બીજા તેટલા જ નુકસાન પણ હોય છે.

તૈમુર અલિ ખાન આજે દેશનો નંબર વન સેલેબ્રિટી કીડ છે. તેમાં નથી તો તેના માતાપિતાનો વાંક કે નથી તો બીચારા તે નાનકડા જીવનો કોઈ વાંક. પણ તેની તસ્વીર તેમજ તેની વિડિયો લેવા ફોટોગ્રાફર્સ તેમજ તેમના ફેન્સ એટલી પડાપડી કરતા હોય છે અને એવું આક્રમક વર્તન કરતા હોય છે કે ક્યારેકને ક્યારેક તો બાળક તેનાથી ભયભીત થવાનું જ.

image source

તાજેતરમાં સૈફ અલી ખાન અને દીકરા તૈમુરનો એક વિડોય ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નવા વર્ષની રજાઓ ગાળીને તૈમુર-સૈફ અને કરીના મુંબઈ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

અને તે દરમિયાન તેઓ ફેન્સથી ઘેરાઈ ગયા હતા. અને ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે અને તે જ સમયનો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં વિડિયોમાં સૈફ અલી ખાને દીકરા તૈમુરે ઉંચક્યો છે અને એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યો છે. ત્યારે તેમના ફેન્સ તેમનો પીછો કરતાં કરતાં સેલ્ફી લેવા માટે બહાર આવી પહોંચ્યા.

image source

સૈફ જ્યારે પોતાની કાર તરફ આગળ વધી રહ્યો હતો તે દરમિયાન તે ટોળાને હટાવવા લાગ્યો અને તે દરમિયાન તૈમુર ભયભીત થઈ ઉઠ્યો અને તેણે કરીનાને ‘મમ્મા’ની બૂમ પાડતો સાંભળવામાં આવ્યો હતો. બીજીબાજુ કરીના પણ ફેન્સના ટોળા વચ્ચેથી બહાર આવવા પ્રયાસ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ વિડિયોને લઈને સોશિયલ મિડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી છે. કેટલાક લોકોએ ફેન્સને ધ્યાનમા રાખીને કમેન્ટ્સ કરી હતી કે આ રીતે એરપોર્ટ પર કોઈ સ્ટાર્સને માત્ર સેલ્ફિ લેવા માટે ઘેરી લેવા યોગ્ય નથી. તેમણે સ્ટાર્સની પ્રાઇવસીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

તાજેતરમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ તાનાજી રિલિઝ થઈ છે જે રીલીઝ થતાં જ ભારે કમાણી કરી રહી છે. આ ફિલ્મને મરાઠી તેમજ હીન્દી બન્ને ભાષામાં રીલીઝ કરવામાં આવી છે અને લોકોને તે ખૂબ પસંદ પણ આવી રહી છે.

image source

સૈફ અલી ખાનની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેની ફિલ્મ જવાની જાનેમનનું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું છે અને લોકોને તે ખુબ પસંદ પણ આવી રહ્યું છે. અને લોકો તેની રીલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને તેના ટ્રેલર પર ઘણી બધી પોઝિટિવ કમેન્ટ્સ પણ મળી છે.

image source

આ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે તબ્બુ પણ જોવા મળશે અને તેમની દીકરીનું પાત્ર ભજવી રહી છે જાણીતા કલાકાર કબીર બેદીની દીકરી પુજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા. તેણીના લૂકને પણ આ ફિલ્મમાં વખાણવામાં આવી રહ્યું છે. અને તબ્બુને પણ હીપ્પીના રોલમાં લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !