સહેવાગે ભારતીય ટીમના ખિલાડીઓની શેર કરી અવનવી વાતો તમે વિડિઓ જોયો?

સહેવાગે ખોલ્યા સાથી ક્રિકેટરોના રાઝ, ધોની સાથે કોઈ રૂમ શેર કરવા નથી અને કોહલી વિશે જે કહ્યું; એ જાણીને નવાઈ લાગશે… ખિલાડીઓની ઓફ ધ ગ્રાઉન્ડ અનેક ચટપટી વાતો વિરેન્દ્ર સહેવાગે વીડિયો ક્લીપમાં શેર કરી છે…

વિરેન્દ્ર સહેવાગ ભારતીય ક્રિકેટના એવા ખિલાડી છે જેમણે પોતાના નામે અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેમાં વન ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ બંને સામેલ છે. હાલમાં તેમણે રમતમાંથી ક્ષેત્ર સંન્યાસ લીધું છે પરંતુ તેઓ ક્રિકેટની દુનિયાથી દૂર નથી રહી શકતા. હાલમાં ચાલી રહેલ આઈ.સી.સી. ક્રિકેટ વર્લ્ડકપમાં એઓ એક્પર્ટ કોમેન્ટ્સ માટે હાજર રહે છે. ગત ગુરુવારે ભારત બનામ વેસ્ટ ઇન્ડીઝની મેચ દરમિયાન એન્કર સાથેની ફાસ્ટ ફોરવર્ડ ચેટમાં તેમણે પોતાના બેબાક મજાકિયા સ્વભાવમાં અને અનોખા અંદાજમાં જવાબો આપ્યા. તેમણે અનેક સાથી મિત્રોની મસ્તી કરતી વખતે તે દરેકના નામ અને તેમના ટોપ સિક્રેટ જાહેર કરી મૂક્યા… આવો જાણીએ, તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન ટેન્ડુલકરથી લઈને ધોની અને કોહલી વિશે શું કહ્યું…

 

View this post on Instagram

 

A post shared by Virendra Sehwag FC (@virupanti) on

તેમણે કયા ખિલાડી કોનાથી સૌથી વધુ ડરતા હતા, કયા ખિલાડીના રૂમમાં કોઈ રહેવા નહોતું માગતું અને કોણ સૌથી સરસ રસોઈ બનાવી શકે છે… એવી અનેક ચટપટી વાતો વિરેન્દ્ર સહેવાગે વીડિયો ક્લીપમાં શેર કરી છે…

આવો એ રસપ્રદ સવાલોના મજેદાર જવાબો જાણીએ…

સવાલઃ સૌથી વધુ સેલ્ફી લેવી કોને પસંદ છે?

સહેવાગે જવાબ આપ્યો કે અમારા સમયમાં તો સેલ્ફી જેવી કોઈ ચીજ ક્યાં હતી. પરંતુ આ ટીમમાં વિરાટ કોહલીને સેલ્ફીનો બહુ શોખ છે. જ્યાં પણ જાય ત્યાં જઈને સેલ્ફી પાડે અને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરી દે છે.

સવાલઃ સૌથી સારો ડાન્સર કોણ છે?

 

View this post on Instagram

 

With Lara & Viru! 🏏 #INDvPAK

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

સહેવાગે સચિન તેંડુલકરનું નામ લીધું. અનેક પાર્ટીઓમાં સચિનને સેલિબ્રિટીઝ સાથે ડાન્સ કરતો જોવા મળે છે.

સવાલઃ કયા ખિલાડી સૌથી વધુ પલ્બિકમાં દેખાવા ઇચ્છે છે?

આ પ્રશ્નના જવાબમાં સહેવાગે દૂસરા બોલિંગના મહારથી હરભજન સિંગનું નામ લીધું. તેઓ ઓન ગ્રાઉન્ડ પણ ફેન્સ લોકો સાથે ફોટો પડાવતા અવારનવાર જોઈ શકાય છે.

સવાલઃ કયા ખિલાડી સૌથી સારી રસોઈ બનાવી શકે છે?

આ પ્રશ્નના જવાબમાં પણ સહેવાગે તરત જ સચિન ટેન્ડુલકરનું નામ લીધું. તેમણે ઉમેર્યું, સચિન કોઈપણ વાનગી તમને સારીરીતે બનાવીને ખવરાવી શકે છે.

સવાલઃ સૌથી સારો સિંગર કોણ છે?

 

View this post on Instagram

 

Camera 🎥 #shootmode

A post shared by Suresh Raina (@sureshraina3) on

સહેવાગે, સુરેશ રૈનાનું નામ લીધું. તેમના વિશે પૂછાયું ત્યારે તેમણે હસતાં – હસતાં કહ્યું કે હું તો બાથરૂમ સિંગર છું.

સવાલઃ ડ્રેસિંગ રૂમમાં કોનાથી સૌ ડરે છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં સહેવાગે કહ્યું, અમારા સમયમાં અનિક કુમ્બ્લેથી બધા ડરતા હતા. કેમ કે તેમને ફિલ્ડ ઉપર ખૂબ જ ચિલ્લાવાની ટેવ હતી. ડ્રેસિંગ રૂમમાં એમને જોઈને સૌ ચૂપ થઈ જતા એ ડરથી કે તેઓ અહીં પણ બૂમો ન પાડવા લાગે અને ગુસ્સે થઈને ખીજાઈ ન જાય…

સવાલઃ સૌથી સારા જોક્સ કોણ સંભળાવતું હતું?

સહેવાગઃ હરભજન સિંગ અને યુવરાજ જોક્સ સંભળાવવામાં અને હસાવવામાં માહિર હતા.

સવાલઃ એ કયો ખિલાડી છે જેની સાથે તમે રૂમ શેર કરવાનું નહીં ઇચ્છો?

 

View this post on Instagram

 

A post shared by 👑 Mahendra Singh Dhoni FC 👑 (@msdhoni_devotees007) on

આ સવાલના જવાબમાં સહેવાગે મહેન્દ્રસિંહ ધોનીનું નામ લીધું. તેમણે ઉમેર્યું કે મોટી સંખ્યામાં લોકો તેમને ફોલો કરે છે. તે સતત વ્યસ્ત રહે છે. ત્યારે એન્કરે તેમને કહ્યું કે લોકો તમને પણ ફોલો કરે જ છે. ત્યારે સહેવાગે સહજતાથી કહ્યું; “હવે, મારો સમય પૂરો થઈ ગયો છે.”

સવાલઃ સૌથી વધુ ગૂગલ કોણ કરે છે?

તેમણે સૌરવ ગાંગુલીનું નામ લીધું. તેમણે સ્પસ્ટીકરણ કરતાં કહ્યું. સૌરવ ગાંગુલીને બધા જ રેકોર્ડસ મોએ હોય છે. બની શકે તેઓ રોજ ગુગલ કરીને આ બધા રેકોર્ડ્સ વિશે વાંચતા હોય.

સવાલઃ મ્યુઝિકમાં સૌથી ખરાબ ટેસ્ટ કોનો છે?

સહેવાગે કહ્યું યુવરાજનો મ્યુઝિકનો ટેસ્ટ સૌથી ખરાબ છે. કેમ કે એ જે ગીતો સાંભળે છે તેમાં લિરિક્સ હોતા જ નથી, તેમાં ખાલી બાઝ વાગ્યા કરતું હોય છે.

સવાલ: બસમાં બેસીને એક સાથે ગ્રાઉન્ડ ઉપર રમવા જવામાં સૌથી મોડું કોણ આવતું?

આ સવાલના જવાબમાં તેમણે વી.વી.એસ. લક્ષ્મણનું નામ લીધું. તેમણે કહ્યું લક્ષ્મણ એક એક સેકન્ડની ગણતરી કરીને બધું કામ કરે. અને બસમાં સૌથી છેલ્લે પહોંચે.

સવાલઃ કયા ખિલાડી હંમેશા પોતાના સપનાઓમાં જ રાચતા રહેતા હતા?

આમાં તેમણે રાહુલ ડ્રવિડનું નામ લીધું. વર્તમાન ટીમમાં તેમણે વિરાટ કોહલીનું નામ લીધું. તેમણે કહ્યું કોહલી હંમેશાં જિમના અને બીજા વીડિયોઝ શેર કરતા રહે છે.

સવાલઃ કોણ રોમાન્ટિક કોમેડિ ફિલ્મો જોવાના શોખિન હતા?

આ પ્રશ્નના જવાબમાં સહેવાગે પોતાનું નામ જ લીધું. એમણે કહ્યું મેં લગભગ બધી જ રોમાન્ટિક કોમેડી ફિલ્મો જોઈ છે. ખાસ કરીને ગોવિંદા મારા ફેવરિટ છે.

લાંબા સમય સુધી રમતના મેદાનમાં અને પછી પણ સતત સાથે રહેનારા ખિલાડીઓ એકબીજાના અંગત મિત્રો થઈ જતા હોય છે. ત્યારે આવી રોચક અને રસપ્રદ વાતો જાણવાની મજા આવી જતી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ