સાહસિક નિર્ણયો લ્યો કેમકે તમે જ તમારા ભાગ્યના રચયિતા છો – Interesting Reality!!

“કોઈ એક રાત્રીએ જીમ, માઈક, રોન અને ડેવ મૃત્યુ પામ્યા. ટૂંક સમયમાં તેઓએ પોતાની જાતને એક ઘસાઈ ગયેલા રસ્તે પામી. તેમને રસ્તો અનુસરવાનું યોગ્ય લાગ્યું. અંતે તેઓ એક એવા સ્થાને પહોંચ્યા જ્યાં રસ્તો બે ભાગમાં વહેંચાતો હતો. એક રસ્તો ડાબી દિશામાં જતો હતો અને બીજો સાચી. તેઓ એક ક્ષણ માટે થંભી ગયા અને વિચારવા લાગ્યા કે શુ કરવું, ત્યારે અચાનક જ સફેદ કપડાં પહેરેલ એક માણસ પ્રકટ થયો અને તેણે તેઓને માર્ગદર્શન આપ્યું.

“આવો, મારા મિત્રો,” તેણે કહ્યું. “તમે તમારા નવા ઘરે પહોંચ્યા છો અને હું અહીં તમને માર્ગદર્શન આપવા આવ્યો છું, જેટલું મને કહેવામાં આવ્યું છે. તમે જોયું હશે કે તમારા સમક્ષ બે રસ્તા છે. તેમાંથી એક તમને સ્વર્ગ તરફ લઇ જશે, એવી જગ્યા જે તમારી ધારણાઓ કરતા પણ વધુ સુંદર છે.

બીજો રસ્તો તમને નરક પહોંચાડશે, એવી ધરતી જે અંધારાઓ, નિરાશાઓ અને દુઃખ થી ભરપૂર છે, અત્યારે હું તમને એટલું જ કહી શકું કે તમે રસ્તો નક્કી કરી શકો, પણ એક વખત મંજીલ સુધી પહોંચ્યા પછી પાછા વળી નહિ શકો. એક વખત જો તમે સ્વર્ગમાં પહોંચ્યા તો તમે સ્વર્ગમાં જ રહેશો અને જો નરકમાં પહોંચ્યા તો નરકમાં જ રહેશો. એક વધુ શબ્દ હું તમને કહી શકીશ. અંતમાં તમારે લાયક જે કઈ વળતર મળે તેનાથી ભયભીત થતા નહિ. આત્મવિશ્વાસથી આગળ વધો, જેવું વાવ્યું હશે તેવું લણશો. તમે એક વખતમાં એક જ વ્યક્તિ જઈ શકશો અને એકલાએ જ ચાલવાનું રહેશે”

એટલું કઈને તે માણસ અદ્રશ્ય થઇ ગયો. ચારેયને નવાઈ લાગી – સ્વર્ગ કે નરક પર પહોંચવાની આવી અલગ પ્રકારની થોડી અવ્યવસ્થીત વ્યવસ્થા પર. અંતે, તેઓએ ચોક્કસપણે નક્કી કર્યું કે તેમણે આગળ વધવું જોઈએ. પ્રથમ કોણ જશે.

જિમને પ્રથમ જવાની તક મળી અને તેણે જમણી તરફનો રસ્તો નક્કી કર્યો. તેણે વિચાર્યું કે કદાચ આ રસ્તો સ્વર્ગ તરફ લઇ જશે કેમકે જમણું હંમેશા સરાઈ સાથે જોડાયેલું માનવામાં આવે છે પણ જેવો તે આગળ વધ્યો તેમ તેમ તેને હિંસક પશુઓના વિકરાળ અવાજો સંભળાવા લાગ્યા, સુરજ વાદળાઓ પાછળ છુપાવા લાગ્યો અને ધરતી જાણે ધ્રુજવા લાગી.

તે ખુબ ગભરાઈ ગયો અને તેણે વિચાર્યું, ‘કદાચ મેં ખોટો રસ્તો પસંદ કર્યો’. એ પાછો વળ્યો અને બધાને પોતાનો અનુભવ કહ્યો. પછી તેણે ડાબી તરફનો રસ્તો લેવાનો વિચાર કર્યો. તે સાહસથી બીજે રસ્તે આગળ વધ્યો જ્યાં તેણે વધુ ખરાબ પરિસ્થિતિ જોઈ. હવે એને લાગવા લાગ્યું કે આખરે તે કેટલેક દૂર જઈ શકશે કેમકે હવે તે પાછો વળી શકે એમ નહતો અને દરેક પગલે ભય વધતો જતો હતો.

જિમ જે રીતે દ્રઢ નિર્ણય કરી શક્યો નહિ કે કયા રસ્તે જવું, રોન અને ડેવએ સુજાવ આપ્યોકે માઈકએ હવે તેની તક લેવી જોઈએ. આમેય જિમનો અનુભવ સાંભળીને માઈક ખુબ ડરી ગયો હતો અને એકેય રસ્તો સ્વર્ગ તરફ લઇ જાય તેવો નહોતો લાગતો. “હું આ વિષે થોડું વિચારવા માંગુ છું” તેણે કહ્યું, “કોઈ બીજું તેની તક લઇ શકે છે” હવે રોનનો વારો હતો અને તેણે કહ્યું, ” હું જમણી તરફનો રસ્તો લઈશ અને પછી પાછો નહિ વળું”.

તેણે તેના નિર્ણયને અનુસર્યો અને જંગલી પશુઓના અવાજો માંથી પસાર થયો અને તોફાનો અને અંધારાઓ માંથી નીકળ્યો અને જોતજોતામાં તેણે પોતાની જાતને ખુબ જ સુંદર અને શાંતિ વાળી એવી એક જગ્યા પર જોઈ. તેને લાગ્યુંકે તે સ્વર્ગમાં છે અને તેણે ત્યાં આરામ કર્યો.

હવે ડેવનો વારો હતો આગળ વધવાનો. જિમએ કહ્યુંકે તેને લાગ્યુંકે તેણે કોઈ જંગલી પશુને રોનને ખાતા સાંભળ્યો અને બધામાં એક ધ્રુજારી ફેલાઈ ગઈ.

ડેવને પાક્કી ખાતરી નહોતી કે તેનો ડાબી તરફનો રસ્તો પસંદ કરવાનો નિર્ણય સાચો છે કે નહિ. તેણે વિચાર્યું: “કઈ પણ થાય, હું આ રસ્તે આગળ વધીશ અને મારાથી બનતું બધું કરીશ.”

તે જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. જંગલી પશુઓના વિકરાળ અવાજો આવવા લાગ્યા અને કાળા ડિબાંગ વાદળો પથરાવા લાગ્યા અને ચારેબાજુ ખુબ જોરથી વીજળી થવા લાગી. છતાંયે તે આગળ વધ્યો અને ત્યાં સુધી ચાલ્યો જ્યાં લખ્યું હતું “નરક”.

તેની પાછળનો રસ્તો ગાયબ થઇ ગયો અને હવે પાછા ફરાય તેમ નહોતું. હવે તેની સામે એક નિરાશાજનક કાળી અને પ્રચંડ એવી જગ્યા હતી, જે ભયમાં જીવતા હજારો લોકોથી ભરેલી હતી. આવા લોકો સતત એ ભયમાં જીવતા હતા કે કોઈ જંગલી પ્રાણી તેમના પાર હુમલો કરશે અથવા કોઈ ટોળું આવીને તેમની પાસે જે કાઈ છે તે લૂંટી જશે.
તે જ્યાં જ્યાં ગયો ત્યાં તેને કહેવામાં આવ્યુંકે આ ધરતી દાનવો વડે શ્રાપિત છે અને પરિસ્થિતિ આવનારા સમયમાં હજુ વધુ ખરાબ થશે.

ડેવએ ખુબ લંબાણથી અને નક્કર વિચાર કર્યો. “મેં મારી જાતને વચન આપ્યું છે કે હું આ રસ્તેથી પાછો નહિ વળું અને આ માટે સારામાં સારી રીતે પ્રયત્ન કરીશ. હું નિરાશાજનક અને વિકરાળ તેવા અવાજો પ્રત્યે ધ્યાન નહિ આપું. મારા મનમાં દુઃખની કોઈ સ્થિતિ નથી અને મારા અંતરાત્માનો અવાજ મને સ્પષ્ટ છે. તો પછી બહાર આટલી દુઃખની સ્થિતિ કેમ છે?”

આ એક બાબતના જોર પર ડેવ હિમ્મતપૂર્વક આગળ વધ્યો અને લોકોને સમજાવ્યું કે તેઓએ આવી દુઃખભરી અને વિકરાળ સ્થિતિમાં સતત રહેવાની જરૂર નથી અને તેઓ તેમની પરિસ્થિતિ બદલી શકે છે તો તેઓએ આવી ભયભીત સ્થિતિમાં જીવવાની જરૂર નથી. તેણે લોકોની એ વાત પર પણ સવાલ ઉઠાવ્યો કે ધરતી શ્રાપિત છે. મુઠ્ઠીભર લોકોએ આ વાત સાંભળી અને આશા જતાવી, પણ બાકીના લોકો ભયભીત હતા અને તેઓએ ડેવને દુશ્મન માન્યો અને શંકા જતાવીકે તે પરિસ્થિતિઓને હજુ વધુ ખરાબ કરી નાખશે.

ડેવએ એવા લોકોને ભેગા કર્યાં જે તેની વાત સાંભળે. તેઓએ તેમને આપવામાં આવેલી ગંદી વસ્તીઓનો અસ્વીકાર કર્યો કે જ્યાં તેઓએ પૂર્ણ જીવન વિતાવવાનું હતું અને હવે તેઓ સુંદર ઘર માટેની યોજના બનાવવા લાગ્યા. તેઓએ એક જમીન શોધી કે જ્યાં કોઈ વસ્તી નહોતી. તેઓએ એ જમીનને પાણીથી સાફ કરીને સુંદર ઘર બાંધ્યા અને એક સુંદર નગર ઉભું કર્યું જે વૃક્ષો અને બગીચાઓથી ભરપૂર હતું. ટોળાંઓએ તેમને આ એકબીજાના સાથ સહકારભર્યાં કાર્ય કરવામાં કોઈ દખલગીરી ન કરી. જંગલી પશુઓ હવે તેમના મિત્રો બન્યા જે લોકો તેમનું પલન પોષણ કરતા હતા. કાળા વાદળો અને તોફાનો પણ હવે ઓસરવા લાગ્યા અને આનંદ ઉલ્લાસવાળા દિવસો સામાન્ય બન્યા.

જે લોકો ડેવની વિરુદ્ધ હતા તેઓએ આ બધું જોયું અને હિમ્મત કરી આગળ આવ્યા, અને નરક પરનો એક પછી એક વિસ્તાર સુંદર જમીનમાં ફેરવાવા લાગ્યો અને આ બધી હકીકત બની: હજુ એક વસ્તુ કરવાની બાકી હતી. ડેવ પ્રવેશમાર્ગ તરફ ગયો અને તેણે જૂનું ચિન્હ જોયું જેમાં ‘નરક’ લખ્યું હતું અને તેણે તે ફળ ઈનાખયું અને તેણે નવું ચિન્હ બનાવ્યું જેમાં લખ્યું હતું ‘સ્વર્ગ’. અને જેવું તેણે આમ કર્યું, તરત જ સફેદ વસ્ત્ર ધરી માણસ પ્રકટ થયો. તેણે ડેવ સામે જોયું અને કહ્યું, “મને લાગે છે કે તને ખબર છે કે તારે સુ કરવું જોઈએ.”

ડેવએ સામે જોઈને કહ્યું, “મને લાગે છે મારે ફરીથી પસંદગી કરવાની છે.”
“સાચું”, તે માણસએ કહ્યું.

“હું આગળ વધુ એ પહેલા, મહેરબાની કરીને તમે મને મારા ત્રણ મિત્રોના નસીબ વિષે કાઈ કહેશો?”

તે માણસએ જવાબ આપ્યો: “રોન એવી જગ્યાએ છે જે તેં બનાવેલા શહેરને મળતી આવે છે. તેને એક ખેદ છે કે તે શહેરને બનાવવામાં ભાગીદાર ન બની શક્યો. જયારે તેની ઈચ્છાઓ પ્રબળ બનશે ત્યારે તેને બીજો રસ્તો પસંદ કરવાનો મોકો મળશે અને નરક નામની જગ્યા હટાવી લેવામાં આવશે જેમ તેં કર્યું, અને સ્વર્ગ બનાવવાનો મોકો આપવામાં આવશે.”

જિમ અને માઈક બંને હજુ ભયભીત છે, નિર્ણય લેવામાં ખુબ ડરે છે. તેઓ ખરેખર નરકમાં છે, છતાંયે પછી કે હમણાં તેઓએ આગળ તો વધવું જ પડશે.

“અને મારા માટે આગળ શુ છે?” ડેવએ પૂછ્યું.
“અજાણ્યો રસ્તો,” તે માણસએ કહ્યું.
ડેવને ડરનો થોડો આંચકો લાગ્યો, પણ છતાંયે તે ખુશ પણ થયો. કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર તે આગળ વધ્યો અને જમણી તરફના રસ્તે ચાલવા લાગ્યો.

વાર્તા નો સાર: હિંમતવાળા નિર્ણયો કરો કેમકે તમારા નસીબના રચયિતા તમે જ છો.

લેખન-સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

ટીપ્પણી