સાહસી હોવાની સાથે-સાથે અત્યંત સુંદર હતી આ પાંચ મહારાણીઓ, તમે ક્યારેય જાણ્યું છે આમના વિષે…

ભારતનો ઈતિહાસ અનેક વીરગાથાઓ અને વાર્તાઓ થી ભરપૂર છે.જ્યારે આપણે આ વાર્તાઓ વાંચીએ છીએ અથવા તો સાંભળીએ છીએ ત્યારે સમજાય છે કે હકીકતમાં તે સમયમાં રાજા-મહારાજાઓ અને શાસકોમાં કેટલું સાહસ હતું.માત્ર પુરુષ નહિં,પણ મહિલાઓ એ પણ સમાન રીતે પોતાની વીરતાનો પરિચય આપ્યો છે.આ નિડર મહારાણીઓ સુંદર હતી,પણ ખૂબ નિડર હતી.આજ આવી નિડર મહારાણીઓ માંથી પાંચ સુંદર મહારાણીઓ નો ઉલ્લેખ આપની સમક્ષ કરીશું.
મુમતાજ : મુમતાજનાં મહેલ વિશર કોણ જાણતું નથી? આજપણ તાજ મહેલ જોઈને શાહજંહા અને તેની પ્રેમકહાની યાદ આવી જાય છે.આ સુંદર મુમતાજનો જન્મ ૧૫૯૩માં આગ્રામાં થયો હતો.પોતાના ૧૪માં ગૌહરા બેગમને જન્મ આપતા સમયે તેમનું અવસાન થયું હતું.નિધન પછી તેમને આગ્રામાંનજ દફનાવવામાં આવ્યા હતા.
નૂરજહાં : જહાંગીરની ૨૧મી બેગમ અને બાદશાહ અકબરનાં પ્રધાનની દિકરી હતી નૂરજહા.તેમના લગ્ન ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં અલીકુલી નામનાં ઈરાની સાથે થયા હતા.સન ૧૬૦૭ ઈ.માં જહાંગીરનાં દૂતોએ નૂરજહાંનાં પતિની હત્યા કરી દીધી હતી અને ત્યારપછી નૂરજહાંને જહાંગીરની ચિતામાં મુકી દેવામાં આવી હતી. સન ૧૬૧૧માં જહાંગીરે નૂરજહાં સાથે નિકાહ કર્યા હતા.
રાણી રૂપમતિ : જેમ કે તેમના પરથી જ પ્રતિત થાય છે કે તેઓ દેખાવમાં અત્યંત સુંદર હતા.ટાંડાપુરમાં એક રાજપૂત પરિવાર સાથે તેમનો સબંધ હતો.સુંદરતાની સાથે-સાથે જ તેમને ગાયન-વાદનનો પણ ઘણો શોખ હતો.આ સાથે જ તેઓ ખૂબ નિડર હતા.
રજિયા સુલ્તાન : દિલ્હી સલ્તનત પર રાજ કરવાાવાળી પ્રથમ મહિલા સુલ્તાન હતી રજિયા.ઈલ્તુમિશે રજિયાને જ ઉતરાધિકારી તરીકે પસંદ કરી હતી.સાહસી રજિયાની એક રસપ્રદ બાબત હતી કે તે સદાય પુરુષો જેવો જ પહેરવેશ પહેરતા હતા.
મહારાણી ગાયત્રી દેવી : જયપુરનાં મહારાણી ગાયત્રી દેવી વિશે વાત કરીએ .તેમનો જન્મ વર્ષ ૧૯૧૯માં લંડનમાં થયો હતો.ગાયત્રી દેવી પશ્ચિમ બંગાળનાં કુચબિહારનાં રાજકુમારી હતા તેમજ જયપુરનાં મહારાજા સવાઈ માનસિંહ દ્રિતીય સાથે તેમના વિવાહ થયા હતા.પ્રખ્યાત ફેશન પત્રિકા વોગે તેમને દુનિયાનાં સૌથી સુંદર ૧૦ મહિલાઓ ની યાદીમાં સમાવેશ કર્યો હતો.આ પાંચ મહારાણીઓ સિવાય પણ ભારતનાં ઈતિહાસમાં બિજી પણ વીરાંગના અને સુંદર સ્ત્રીઓ નોં ઉલ્લેખ છે,જેની યાદી ખૂબ લાંબી છે.