કોરોના જેવી મહામારીએ દરેકના જીવનને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. વધતી મહામારીને જોતા સરકારને ગયા વર્ષે આખા દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એ દરમિયાન બધા ક્ષેત્રમાં કામ બંધ થઈ ગયું હતું. એની ઊંડી અસર ટીવી અને બૉલીવુડ જગતમાં પણ જોવા મળી. કોરોનાને કારણે શૂટિંગ રોકી દેવામાં આવી હતી. જો કે પછી ધીમે ધીમે શૂટિંગ શરૂ થયા પણ બધાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેટ પર ફક્ત મુખ્ય કલાકારો અને અમુક જ ક્રુને શૂટિંગ કરવાની અનુમતિ મળી. કોરોનામાં ઘણા ટીવી કલાકારો પણ બેરોજગાર થઈ ગયા અને પોતાનું ઘર ચલાવવા માટે એમને પોતાની જમા પુંજી વેચવી પડી. ઘણી ફિલ્મો અને ટીવી શોનો ભાગ રહી ચુકેલી શગુફતા અલીની હાલત પણ કોરોનામાં ખરાબ થઈ ગઈ છે.

36 વર્ષથી ફિલ્મ અને ટીવી જગતમાં સક્રિય રહેલી શગુફતાએ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. એમને 20થી વધુ ટીવી શો કર્યા જેમાં બેપનાહ અને એક વીર કી અરદાસ વીરા જેવા શો સામેલ છે. ઘણી સિરિયલ અને ફિલ્મો કરનારી અભિનેત્રી શગુફતા અલી પાસે કામ નથી. રિપોર્ટ્સ અનુસાર કોરોનામાં લોકડાઉનના કારણે એમને કોઈ કામ નથી મળી રહ્યું. એમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે અને એમની પાસે પોતાની સારવાર કરાવવાના પણ પૈસા નથી.

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં શગુફતા અલીએ પોતાની વેદના વ્યક્ત કરી. એમને પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું કે મેં મારા જીવનની શરૂઆતથી જ ઘણા કષ્ટ સહન કર્યા છે અને આજે હું ઘણી બીમારીઓથી લડીને ઉભી છું. આજે હું 54 વર્ષની છું અને મારી તબિયત બગડતી જાય છે. સુગરના કારણે મારા પગ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. માનસિક તણાવના કારણે મારુ સુગર લેવલ વધી ગયું છે. હવે મારી આંખો પર અસર પડી રહી છે અને મારે એની સારવાર કરાવવાની છે. એમને આગળ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી મને કોઈ કામ નથી મળ્યું અને મારી આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અભિનેત્રીએ જણાવ્યું કે એમની પાસે ઘણા ઓફર આવ્યા જે એમના હાથમાં આવતા આવતા રહી ગયા. એમને એક ફિલ્મ કરી પણ એ પણ પુરી ન થઈ.

આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે શગુફતા અલી કેન્સર જેવી બીમારીથી લડી છે. મીડિયા ચેનલ સાથે વાતચીતમાં એમને જણાવ્યું હતું કે એમને ત્રીજા સ્ટેજનું કેન્સર હતું. એમને કહ્યું કે હું છેલ્લા 20વર્ષથી બીમાર છું.એ સમયે હું યંગ હતી તો બીમારી સહન કરી લેતી હતી. મેં ત્રીજા સ્ટેજના કેન્સરથી જંગ જીતી છે. મેં મારા ખસમિત્રો સિવાય એ વિશે કોઈને જ નથી જણાવ્યું. એમને આગળ કહ્યું કે મને બ્રેસ્ટ કેન્સર હતું અને એ ત્રીજા સ્ટેજમાં હતું. મારે લંપને હટાવવા માટે મેજર સર્જરીનો સામનો કરવો પડ્યો, મેં કિમોથેરપી કરાવી. મારા માટે આ એક નવું જીવન હતું.

શગુફતા અલી એમના કામ પ્રત્યે સમર્પિત રહી છે. કેન્સરની સારવારના 17 દિવસ પછી જ શગુફતા પોતાના કામ પર પરત ફરી હતી. એમને કહ્યું કે એ સમયે મારી પાસે ઘણું બધું કામ હતું અને મને મારી જવાબદારીઓનું ભાન હતું. એમને જણાવ્યું કે એમને ઇજા પણ થઈ હતી. શગુફતા અલીએ કહ્યું કે મારું એક્સિડન્ટ થયું હતું અને મારા પગ તૂટી ગયા હતા. જ્યારે હું મારા પિતાને મળવા જઇ રહી હતી તો એ દરમિયાન મારુ એક્સિડન્ટ થયું હતું અને મારું હાડકાના બે ટુકડા થઈ ગયા હતા. એમને જણાવ્યું કે આ ઘટના પછી એમને સ્ટીલ રોડની મદદ લેવી પડી હતી જે આજે પણ એમની પાસે છે.

શગુફતા અલીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1989માં ટીવી શો દર્દથી કરી હતી. એ વર્ષે એમને કાનૂન અપના આપનામાં કામ કર્યું. બોલીવુડમાં એમને હીરો નંબર 1, સિર્ફ તુમ, અજુબા અને ઇન્ટરનેશનલ ખિલાડીમાં કામ કર્યું તો ટીવી પર એમને એક વીર કી અરદાસ વીરા,પુનરવિવાહ અને બેપનાહ જેવા ઘણા શો કર્યા. વર્ષ 2018 પછી શગુફતા અલી પડદા પર ક્યાંય દેખાઈ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong