આને માતા કેમ કેવી, સગી દીકરી માટે રાખ્યા નવરાત્રિના ઉપવાસ અને પહેલા જ નોરતામાં કર્યું એવું કે જે કોઈ મા ન કરી શકે

સભ્ય સમાજમાં બનતી શર્મસાર ઘટનાએ હવે વેગ પકડ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે રોજ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. હવે જે ઘટના સામે આવી છે એમાં તો એક જનનીએ પોતાની બધી હદ વટાવી ગઈ છે. માતા અને દીકરીના સંબંધોની વ્યાખ્યા આ કેસમાં એકદમ ઉલટ થઈ ગઈ છે, કારણ કે આમ જોવા જઈએ તો આ સંબંધ અલગ જ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય નથી. પરંતુ પંજાબથી હૈયુ હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે, જ્યાં આ પવિત્ર સંબંધને એક ક્રૂર માતાએ કલંકિત કરી નાખ્યો.

image source

એક તરફ લોકો નવરાત્રિના પહેલા દિવસે દેવી માતાની આરાધનામાં લાગ્યા હતા ત્યારે આ મહિલાએ પોતાની ફૂલ જેવી પાંચ વર્ષની દીકરીની બાથરુમમાં પટકી-પટકીને હત્યા કરી નાખી. આ ખતરનાક ઘટના લુધિયાણા શહેરના નવનીત નગર કૉલોનીમાં શનિવારે સામે આવી. જ્યાં ક્રૂર મહિલાએ પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ ટિંકૂની પત્ની પ્રિયંકાના રૂપમાં થઈ છે.

image source

સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં એવી સનસનાટી ફેલાઈ ગઈ, જેણે પણ સાંભળ્યું તે શૉક્ડ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે, પૂછપરછ દરમિયાન મહિલાના પતિ ટિંકૂએ જણાવ્યું કે તેણે લગભગ 7 વર્ષ પહેલા પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે ઝઘડો કરવા લાગી હતી. તેમની બે દીકરીઓ છે, જેને મારી નાખી તેનું નામ દર્પણ છે અને તે નર્સરીમાં ભણતી હતી.

image source

જણાવી દઈએ કે મામલાનો ખુલાસો આંગણામાં રમતા બાળકોએ કર્યો. તેમણે જોયું કે ઘરના બીજા માળના બાથરૂમમાંથી લોહી ટપકી રહ્યું છે, તે જોતા જ તેમણે પરિવારજનોને બોલાવી લાવ્યા. ત્યાર બાજ મહિલાને રંગે હાથ પકડવામાં આવી, પછી પોલીસને સૂચના આપી બોલાવવામાં આવી. જે સમયે પ્રિયંકાએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે પતિ કામથી બહાર ગયો હતો.

image source

આ બધી ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ઘટનાના દિવસે તેણે દેવીનું વ્રત રાખ્યું હતું. સવારે તેણે દુર્ગામાની પૂજા પણ કરી હતી. દીકરીને મંદિર લઈ જવાના બહાને તેને નહાવા લઈને ચાલી ગઈ. ત્યાં જ બાથરુમમાં તેને મારી નાખી. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાએ એક અઠવાડિયા પહેલા પણ દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો.

image source

જે બાદ પતિ દીકરીને પોતાની સાથે લઈ જતો હતો. આવો જ એક બીજો મામલો પણ સામે આવ્યો હતો કે, કેટલાક દિવસો પહેલા અમૃતસર જિલ્લાથી પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. જ્યાર હરપ્રીત કૌર નામની એક મહિલાએ પોતાની જ સાત વર્ષની દીકરીને જીવતી સળગાવી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ