જલ્સા કરોને જેંતીલાલ

સગા ભાઇ બહેનની મળી આવી ઘરમાંથી લોહીથી લથપથ લાશ, પોલીસે વધુ તપાસ હાથ ધરી, પૂરી ધટના વાંચીને આંખોમાં આવી જશે આસું

મર્ડર મિસ્ટ્રી : મહારાષ્ટ્રના એક જ ઘરમાંથી બંને સગા ભાઈ-બહેનની લોહીથી લથપથ લાશ

આજકાલ માણસોમાં મારી પરવારી રહેલી માણસાઈ અને દેશમાં વધી રહેલા ગુનાહિત કાવતરામાં અનેક નિર્દોષ અને બેગુનાહ હોમાઈ રહ્યા છે. જો કે મારકાટ, ચોરી, લુંટ, બળાત્કાર, હત્યા આવા કિસ્સાઓ વિશ્વભરમાં સતત વધી રહ્યા છે. એવા સમયે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં એક મર્ડર મિસ્ટ્રીની ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. સંપૂર્ણ ઘટના જોઈએ, તો અહીના એક ઘરમાંથી ભાઈ અને બહેનની લોહીથી ખરડાયેલી લાશ મળી આવી છે.

સગા ભાઇ બહેનની લોહીથી લથપથ લાશ મળી

image source

હાલમાં જ્યારે કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો અને અનલોક લાગુ થયું છે, ત્યારે ફરી અનેક અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક ઘરમાંથી સગા ભાઇ બહેનની લોહીથી લથપથ લાશ મળી આવી છે. પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે ઘટના સ્થળેથી ચાના ચાર કપ પણ મળી આવ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા જ પોલીસે પુરાવા એકત્રિત કરીને તપાસ હાથ ધરી છે. આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો અને આ વિશે ભારે ચર્ચાઓ જાગી છે.

બંનેની હત્યા ગળું કાપીને કરવામાં આવી

image source

મળતી માહિતી મુજબ આ દર્દનાક ઘટના ઔરંગાબાદ શહેરમાં મંગળવાર એટલે કે 9 જુનના દિવસે રાત્રે ઘટી હતી. આ દિવસે રાત્રીના 9 વાગ્યે કેટલાક આરોપીઓએ મૃત પરિવારના ઘરમાં ઘુસીને આ બંને મર્ડરને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસના આધારે એમણે જણાવ્યું હતું કે આ બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કરીને આરોપી દોઢ કિલો સોનું અને છ હજાર રૂપિયા લઇને ભાગી ગયો છે. ઘટના જોતા આને હત્યા તેમજ ચોરીનો પ્રયત્ન જ માનવામાં આવે છે.

ઘરમાં ભાઇ અને બહેન એકલા જ હતા

image source

તાપસ દરમિયાન આ બંને જણાની ઓળખ બહેન કિરણ અને ભાઇ સૌરભ તરીકે થઇ છે. આ બંનેની લાશ બાથરૂમની અંદર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જાણકારી પ્રમાણે જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે આ ઘરમાં ભાઇ અને બહેન હતા. તેમના માતા પિતા અને બીજી એક બહેન પોતાના ગામડે ગયેલા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક બાળકોના પિતા લાલચંદ ખંડાડે અલ્ફાઇન હોસ્પિટલ નજીક એક ઘરમાં ભાડે રહેતા હતા. જો કે અવાર નવાર ખેતીના કામકાજથી એ લોકો ગામડે આવતા જતા રહેતા હતા.

હત્યા કરનાર કોઈ જાણીતા જ હોઇ શકે

image source

આ ઘટનાની જાણ થતા જ ડીસીપી પોલીસ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરાઈ હતી. તપાસ શરુ કરતા પહેલા એમણે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના સ્થળેથી ચાના 4 કપ પણ મળી આવતા, પોલીસને શંકા થઇ હતી કે હત્યા કરનારા બીજું કોઇ નહીં પરંતુ અંદરના કોઈ જાણીતા જ હોઇ શકે છે. બની શકે કે જાણીતા હોવાને કારણે જ તેઓ સરળતાથી એમના ઘરમાં ઘુસી શક્યા હશે અને એમણે હત્યાને અંજામ આપ્યો હશે. જો કે આ બધા આરોપો પછી હકિકત શું છે એ તો હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version