સગા બાપે દીકરી પર દુષ્કર્મ કરી-કરી-કરીને બનાવી દીધી ગર્ભવતી, દીકરીએ હવે સરકારી હોસ્પિટલમાં આપ્યો પુત્રને જન્મ

હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે એના પુરાવા દિવસે ને દિવસે મળી રહ્યા છે. ત્યારે હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને લોકોને નીચુ જોવા જેવું થયું છે. હાલમાં જે કેસ સામે આવ્યો એમાં બાપ દીકરીના સંબંધ પર કલંક લાગ્યું છે અને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સિહોર પંથકમાંથી આ કેસ સામે આવ્યો છે, જેમાં સગ્ગો બાપ છેલ્લા એક વર્ષથી તેની કુંવારી દીકરી પર દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવતા આખા પંથરમાં ચકચાર મચી જવા પામી છે.

image source

આમ તો સામાન્ય રીતે કહેવામાં આવે છે કે દીકરી વહાલનો દરિયો છે, પરંતુ એ વહાલના દરિયા પર જ પોતાનો પિતા કુદૃષ્ટિ કરી તેના પર રેપ કરે એ તો અધમતાની ચરમસીમા ગણી શકાય. આવો જ એક બનાવ સિહોર પંથકમાં સામે આવ્યો છે, જેમાં એક પિતા પોતાની દીકરી પર છેલ્લા એકાદ વરસથી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. વાત તો એ હદે વણસી ગઈ કે સિહોર સરકારી દવાખાનામાં આજે આ દીકરીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. હવે આ કેસને લઈ સિહોર પોલીસે કળિયુગના આ નરાધમ બાપ વિરુદ્ધ ગુનો નોંધી આગ‌ળની તપાસ હાથ ધરી છે.

image source

હાલમાં આ બનાવ વિશે વાત કરીએ તો માહિતી મળી રહી છે કે પોલીસે યુવતીની ફરિયાદ લઈ તેના પિતાને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. તો વળી એવું પણ જાણવા મળ્યું છે કે આ કેસમાં સંપૂર્ણ તપાસ મહિલા યુનિટને સોંપવામાં આવશે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ સિહોર સરકારી દવાખાનામાં બાળ‌કને જન્મ આપ્યા બાદ હાલ તેને ભાવનગર રિફર કરવામાં આવી છે.

image source

આ પહેલાં અમદાવાદમાં પિતા – પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો. જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી. જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. સામાન્ય રીતે બળાત્કારની ઘટના સાંભળતા જ લોકોનો ગુસ્સો સાતમાં આશમાને પહોંચી જતો હોય છે. પરંતુ જ્યારે બળાત્કારી સગો બાપ જ હોય ત્યારે આવા કિસ્સા સમાજમા ઘૃણા ફેલાવે છે. અને એવો જ એક બનાવ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોઁધાયો છે. જેમાં 4 દીકરીના નરાધમ પિતાઓ પોતાની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ અને શબ્દોમાં વર્ણવી ના શકાય તેવું કૃત્ય બાપે પોતાની જ દીકરી સાથે કર્યું.

image source

5 વર્ષની દીકરી જ્યારે લોહી થી લથબથ અવસ્થામાં ઘરે આવી ત્યારે મોટી બહેને તેના કપડા બદલાવી માતાને જાણ કરી અને આખો મામલો સામે આવ્યો. જેથી પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બનેલી આ બનાવની વાત કરીએ તો માર્બલની દુકાનમાં ટ્રક ખાલી કરવાનુ કામ કરતો નરાધમ પિતા ઘરે હાજર હતો, જોકે બાળકીની માતા ખાનગી કંપનીમા છુટક મજુરી માટે ગઈ હતી તે સમયે, પિતાએ વાસનાના આવેશમાં આવી બાળકી સાથે દુષકર્મ કર્યુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong