જો તમે ધ્યાનમાં રાખશો આ બાબતો, તો બચી જશો પ્રિમેચ્યોર ડિલિવરીથી

પ્રિમેચ્યોર ડિલિવરીથી કેવી રીતે બચશો ?

image source

ઈશ્વરે માતૃત્વ પ્રકૃતિના દરેક નારી વાચક તત્વો માં મૂક્યું છે. મા બનવું સ્ત્રી માટે પરમ સુખની અનુભૂતિ સમાન છે. દરેક બાળકના જન્મની સાથે માતાનો પણ જન્મ થાય છે.

પણ માં બન્યા પહેલા સ્ત્રીએ ગર્ભાવસ્થાના કઠિન સમયમાંથી પસાર થવું પડે છે.

image source

જોકે વિકસતા જતાં વિજ્ઞાને અને બાળક અંગે સ્ત્રી અને પુરુષની સમાન વિચારધારાએ ગર્ભાવસ્થાની તકલીફમાં મહદઅંશે રાહત આપી છે. એમાં પણ હવે બાળક ના જન્મ માટે માતા-પિતા વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે.

પ્લાનિંગને પરિણામે માતા-પિતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પણ જળવાઈ રહે છે. પરિવાર વધારવો નાની સુની વાત નથી.

image source

આજના જમાનામાં સ્ત્રી અને પુરુષ બંને બાળકના જન્મ પહેલા બાળકના ભવિષ્યનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે. એટલું જ નહીં બાળક માટે તેઓ પોતે પણ શારીરિક ,માનસિક ,આર્થિક અને સામાજિક સજ્જતા પહેલા કેળવે છે.

પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા શારીરિક માનસિક આર્થિક અને સામાજિક પાસા સુદ્રઢ કરવા જરૂરી છે. સાથે સાથે કેટલીક એવી વાતો પણ છે જે અંગે મોટાભાગના યુગલ અજાણ છે.

એમાં સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ દરમિયાન કેટલાક મહિના એવા પણ હોય છે જેમાં પ્રેગ્નન્સી પ્લાન કરવી હિતાવહ નથી.

image source

આ મહિનાઓ દરમિયાન ગર્ભ ધારણ કરવામાં આવે તો આવનાર બાળકને ઘણી પરેશાની થઇ શકે છે ,એટલું જ નહીં નિયત સમય કરતા પહેલા બાળકનો જન્મ થઈ શકે છે.

જેમાં બાળક ઓછા વજનવાળું અથવા કોઈપણ પ્રકારની ખોડખાંપણ વાળું પણ જન્મી શકે છે.

અભ્યાસ અંતર્ગત બહાર આવ્યું છે કે જો મે મહિના દરમિયાન પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે તો પ્રિમેચ્યોર ડિલિવરી ની સંભાવના વધી જાય છે.

image source

સામાન્ય રીતે યુગલ વિચારે છે કે મે મહિના દરમિયાન રહેલી પ્રેગનેન્સી ને કારણે નવ મહિના બાદ બાળકના જન્મનો સમય ઠંડી અને ગરમી ની વચ્ચે ના વચગાળાનો સમય હોવાને કારણે બાળકના જન્મના શરૂઆતના દિવસો આરામથી પસાર થઈ શકશે.પરંતુ આવી વિચારસરણી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પ્રોસિડીંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર મે મહિનામાં ગર્ભવતી થયેલી મહિલાઓના બાળકોનાં પ્રિમેચ્યોર જન્મની સંભાવના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગર્ભવતી થયેલી મહિલાઓના બાળકોના જન્મ કરતા 10 ટકા વધારે જોવા મળી હતી. આ સર્વેમાં આશરે 1.4 મિલિયન બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા.

image source

ડોક્ટરના મત અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓમાં ઠંડીને કારણે કફ ,શરદી, તાવ અને શ્વાસને લગતી બીમારીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ મહિનાઓમાં ફ્લુ ની સંભાવના પણ વધી જાય છે.

તેને કારણે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર પડે છે. ઘણી વખત નિયત સમય કરતાં વહેલું તેમને લેબર પેઈન થઈ શકે છે.એટલું જ નહીં નિયત સમય કરતા પહેલા જન્મેલા બાળકોમાં શ્વાસ રોગ તેમજ પાચનતંત્ર સંબંધી સમસ્યાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.

image source

ઠંડીની સિઝન દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ફ્લુ વેક્સિન લેવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ