સફેદ વાળ બહુ નાની ઉંમરે આવવા લાગ્યા છે? એક અઠવાડિયું આ ઉપાય કરી જુઓ; જરૂર ફાયદો જણાશે.

વાળ સફેદ થવા લાગવાથી ચહેરો અને પર્સનાલીટી ડલ લાગે છે. આ કુદરતી ઉપચાર એકવાર કરી જુઓ, ટૂંક સમયમાં જ વાળ એકદમ થઈ જશે કાળા… સફેદ વાળ બહુ નાની ઉંમરે આવવા લાગ્યા છે? એક અઠવાડિયું આ ઉપાય કરી જુઓ; જરૂર ફાયદો જણાશે.

કહેવાય છે કે સફેદ વાળ એ વૃદ્ધત્વની નિશાની છે. એક રામાયણની દંતકથા મુજબ જ્યારે રાજા દશરથને રાતે સૂવા પહેલાં એમનો મુગત ઉતાર્યો ત્યારે કાન પાસેની કલીમાં તેમને સફેદ વાળ દેખાયા. તેમણે મનોમન વિચારી લીધું કે હવે તેમનો વૃદ્ધત્વનો સમય આવી ગયો છે. તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો અને રાજગાદી જેષ્ઠ પુત્ર રામને સોંપી દેવાનું વિચારી લીધું… એ પછી જે થયું આપણે સૌ જાણીએ જ છીએ. માથામાં એકલદોકલ સફેદ વાળ જોઈને પણ ભલભલાને ડિપ્રેશન આવી જતું હોય છે.

ઉંમર વધવાનો સંકેત જરૂર છે સફેદ વાળ પરંતુ આજકાલ પ્રદૂષિત વાતાવરણને કારણે અને લોકો સતત સ્ટ્રેસમાં રહેવાને લીધે પણ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે. ખરેખર તો એવું પણ બને છે કે સફેદ વાળવાળી વ્યક્તિ પોતાનું યોગ્ય ખાન પાન પ્રત્યેનું ધ્યાન ન રાખતો હોય તેમને પૂરતા પ્રમાણમાં શરીરને જરૂરી એવા વિટામિંન્સ અને મિનરલ્સ ન મળતા હોય તો પણ અકારણ અચાનકથી વાળ સફેદ થવા લાગે છે.

લોકો કાળા વાળ શા માટે કરાવવાનું ઇચ્છે છે તેની પાછળ પણ એક તર્ક છે.

તમે કોઈ ઓફિસમાં કામ કરતાં હોવ, કોઈ સામાજિક કે વ્યવસાયિક હોદ્દા ઉપર હોવ તો તમારો આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે. કાળા વાળ યુવાન હોવાનું કે યુવાન લાગવાના પ્રતીક સમાન છે. લોકો કદાચ સફેદ વાળવાળી વ્યક્તિને સન્માનની નજરે જુએ પરંતુ તે સક્ષમ રીતે કાર્ય કરી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ એ વિશે શંકા કરશે. જો વાળ કાળા હશે તો આપોઆપ તેને સૌ સમાન તકો અને માન મળવાનું યથાવત રહેશે.

આપણામાં કોઈ બાજુમાંથી ધોળા વાળવાળી વ્યક્તિ પસાર થઈ જતી હોય તો તેને એય કાકા… એમ કહીને મશ્કરી કરી દેવાતી હોય છે. તેને કારણે આપણી પર્સનાલીટીમાં પણ ઓછપ આવે છે. લોકો આપણને અકાળે ઘરડા કે મોટી ઉમરના સમજવા લાગે છે. આપણું વ્યક્તિત્વ જો નિસ્તેજ લાગવા માંડે તો આપણાં આત્મવિશ્વાસ ઉપર પણ અસર કરી શકે છે. જેને કારણે તમારી પ્રોફેશનલ લાઈફમાં પણ ખરાબ અસર પડે છે.

આવો એક એવો ઉપાય બતાવીએ જે તમે બહુ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કરશો તો તમારા વાળ એકદમ કાળા થઈ જશે અને તે પણ કુદરતી રીતે નહીં કે કોઈ કેમિકલ યુક્ત ઉત્પાદનો વાપરીને. જાણો સરળ રીત…

વાળને કાળા કરવા માટે એમાં લોકો ડાઈ લગાવે છે. આજે માર્કેટમાં અલગ – અલગ પ્રકારના અને રંગના પ્રોડક્ટ્સ મળે છે. અનેક ડાઈમાં ખૂબ પ્રમાણમાં કેમિકલ હોય છે તો કેટલીક પ્રોડક્ટ્સ કેમિકલ ન હોવાનો પણ દાવો કરતી હોય છે. કેટલાક લોકોની ત્વચા એટલી બધી સંવેદનશીલ હોય છે કે તેમને ડાઈ કરવાથી તેને એલર્જી પણ થઈ શકે છે. કોઈનો ગાલનો રંગ ફરી જવો કે કાનની પાછળ કે ગરદનમાં ખરજ આવવા જેવી ફરિયાદો પણ રહે છે. આંખોને ઠંડક આપવા અને વાળની સફેદી છૂપાવવા અમુક લોકો મહેંદી પણ કરે છે. પંરુત તેનાથી વાળ કાળા નથી થાતા લાલ રંગના થઈ જાય છે. વાળને કાળા કરવાનો એક કુદરતી અને સસ્તો ઉપાય પણ આપને અહીં બતાવીએઃ

અમે તમને જે નુસ્ખો જણાવીએ છીએ તેના માટે માત્ર ત્રણ જ સામગ્રી જોઈશે અને તે પણ આપણાં ઘરમાં જ વિના કોઈ વધારે ખર્ચ મળી જશે. તે છે કાળાં મરી, મીઠો લીમડો અને પાણ.

મરીમાં રહેલ તત્વો જેમ કે પીપેરી, પીપેરીડીયન, ચૈવીસીન કે જેમાંથી નેચરલ સ્ટાર્ચ મળી આવે છે તેનેમીઠા લીમડાના પાન સાથે મળાવીએ તો તે એક અસરકારક ઔષધી બની જાય છે.

તેને બનાવવાની રીતઃ

૧૦૦ ગ્રામ કાળાં મરી લો, તેને એકદમ બારીક પીસી લ્યો. આ ભૂકાને થોડા મીઠા લીમડાના પાન સાથે ગરમ પાણીમાં ઉકાળો. મીઠા લીમડાના દસેક પાન લઈ શકાય. આ ઉકાળો અડધો ઉકળીને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તે પાણીને બળી જવા દ્યો.

હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લો. નાહવા જવાની ૩૦ મિનિટ પહેલાં આ લેપને વાળમાં લગાવો. અને સૂકાઈ જાય બાદ તેને પાણીથી ધોઈ નાખી ઓછા કેમિકલવાળા શેમ્પૂથી વાળ ધોઈ નાખો. આ ઉપાયનો પ્રયોગ અઠવાડિયામાં ૨થી ૩ વખત કરવાથી વાળ કુદરતી રીતે કાળા થતા જણાશે.

વાળ કાળા કરવા માટે આયર્ન યુક્ત ખોરાક, સુકો મેવો, તેમજ આંબળાં અને અન્ય લીલાં શાકભાજી તમારા દૈનિક ભોજનમાં લેવા જોઈએ. તથા તમારી જીવનશૈલી પણ એટલી બધી તણાવયુક્ત ન રાખવી કે તમને સતત ટેન્શન થયા કરે. વાળની જાળવણી પણ કરવી જેથી વાળ ખરી જવા, ખોડો થવો કે સફેદ થવાની સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ