સફરજનને કાળા પડવાથી બચાવવાની સરળ ટિપ્સ..

આપણામાંથી કોઈપણ વ્યકિત એવા નહિ હોઈ જે ફળોને કાપ્યા બાદ તેના કાળા પડવાની સમસ્યાથી બે ચાર નહિ થતા હોઈ. કાપેલા ફળોને રંગ બદલતા અને તેને કાળા પડતા જોવા કોઈને પણ સારું નથી લાગતું. તમે બજારમાંથી ભલે કેટલી પણ સારી ગુણવતાના સફરજન કેમ નથી લઈ આવ્યા તે થોડીવાર બાદ ભૂરા થવાના શરૂ થઈ જાય છે. તેનું કારણ એ છે કે તમે જેવું જ સફરજન સુધારો છો તે હવાનાં રહેલ ઓક્સિજનના સંપર્કમાં આવી જાય છે અને તેમાંથી એજાઈમ રિલિઝ થાય છે અને સફરજન એક્સાઈડ થવા લાગે છે એવામાં અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના ચાલતા સફરજન કાળા પડવાથી બચી શકે છે.

ખાટા જ્યૂસથી કાળા નહિ પડે સફરજન

સાઈટ્રિક એસિડ અક્સિડેનની પ્રકિયાને બંધ કરી દે છે જેનાથી કાપેલા ફળ કાળા પડવાથી બચી જાય છે. એટલે તમે ઈચ્છો તો કાપેલા સફરજન પર લીંબુ કે સંતરાનો રસ નીચોવી દો તો સફરજન તેનાથી કાળું નહિ પડે જો તમે ઈચ્છો તો કાપેલા સફરજનને ખાટા ફળના જ્યૂસમાં ડુબાડી દો.

મીઠું અને પાણી

સોડિયમ ક્લોરાઇડ એક બીજું કેમિકલ છે જે અક્સિડેશનની પ્રકિયાને રોકવાનું કામ કરે છે. એવામાં જો તમે ઈચ્છો તો કાપેલા સફરજનને મીઠા વાળા પાણીમાં થોડીવાર માટે રાખીને મુકી દો. એકવાત જ્યારે સફરજન આસાનીથી તેમાં પલળી જશે તો ત્યારબાદ સફરજનને નળના પાણીથી ધોઈ લો જેથી તમારું કાપેલું ફળ વધુ નમકીન થવાથી બચી જાય.

રબર બેંડની ટ્રિક

જો તમે સફરજન કે કોઈપણ ફળને કાપીને તરત નથી ખાવાના તો તમે આ રબર બેંડ ટ્રિક આજમાવી શકો છો. તેના માટે કાપેલા સફરજન કે ફળને ફાંકમાં કાપો અને પછી તેની ચોતરફ ફીટ રબર બેંડ બાંધી દો જેથી કાપેલા ટુકડમાં હવા ન લાગે. એવું કરવાથી ઓક્સિડેશનની પ્રકિયા ધીમી થઈ જશે અને તમારું ફળ કાળું નહિ પડે.

સફરજન વિશ્વભરમાં સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે. પોતાના અતિ સારા ગુણોને કારણે તેને જાદુઈ ફળ પણ કહેવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં એંટિઓક્સિડેંટ અને બિમારીઓથી લડવા વાળા તત્વો મળી આવે છે.

દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે નથી જવું પડતું. બાળપણથી જ આપણે બધા આ વાત સાંભળતા આવી રહ્યા છીએ પરંતુ શું તમે આ વાત પર વિશ્વાસ પણ કરો છો? આપણે વાતો તો સાંભળીએ છીએ પરંતુ તેમાંથી અમુક જ વાતો પર અમલ કરીએ છીએ. પરંતુ આ ખરેખર સત્ય છે કે દરરોજ એક સફરજન ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓ થવાની આશંકા ઓછી થઇ જાય છે.

સફરજન વિશ્વભરમાં સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે. પોતાના અતિ સારા ગુણોને કારણે તેને જાદુઈ ફળ પણ કહેવામાં આવે છે. તેમાં પૂરતા પ્રમાણમાં એંટિઓક્સિડેંટ અને બિમારીઓથી લડવા વાળા તત્વો મળી આવે છે. સફરજનમાં અમુક એવા પણ તત્વ મળી આવે છે જે શરીરમાં ઘણી નવી કોશિકાઓના નિર્માણને પ્રોત્સાહિત કરે છે.

સફરજનમાં પેક્ટિન જેવા ફાયદાકારક ફાઈબર્સ મળી આવે છે. રોજ એક સફરજન ખાવાથી કેન્સર, હાઈપરટેંશન, મધુમેહ અને હ્દયથી જોડાયેલી બિમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે. સફરજન ખાવાના આ નવ એવા ફાયદા છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર હશે.

૧. સ્વસ્થ અને સફેદ દાંત માટે.

૨.વધતી ઉંમરને કારણે મસ્તિષ્ક પર પડનાર પ્રભાવને દૂર કરવા માટે.

૩.સફરજનમાં ભરપૂર માત્રામાં ડાઈટ્રી ફાઈબર્સ મળી આવે છે જે પાચનક્રિયાને બરાબર રાખવામાં મદદરૂપ હોઈ છે.

૪. સફરજનનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

૫.સફરજનના નિયમિત સેવનથી ટાઈપ-બી ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

૬.સફરજનનું સેવન કરવું હ્દય માટે ખૂબ સારું હોઈ છે.

૭.સફરજનના નિયમિત સેવનથી કબજિયાતની તકલીફ નથી થતી.

૮.વજન કંટ્રોલ કરવા માટે પણ સફરજનનો નિયમિત ઉપયોગ ફાયદાકારક હોઈ છે.

૯.સફરજનના નિયમિત ઉપયોગથી શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ