સડસડાટ ઓછી કરવી છે ચરબી? તો ક્યારે પણ ના રહો ભૂખ્યા, સાથે જાણો કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન

આજ કાલ લોકો વજન વધારાને લઈને ખુબ પરેશાન છે. ફાસ્ટફૂડ અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં વજન વધવાની સમસ્યા વધી રહી છે. એક અહેવાલ મુજબ, વજન ઘટાડવાનો સામાન્ય નિયમ એ છે કે તમે તમારા રોજિંદા આહારમાં જે કેલરી લઈ રહ્યા છો તેમાંથી 500 કેલરી ઘટાડવી. જો આપણે તેને એક અઠવાડિયા સુધી ચાલુ રાખીએ, તો 400 ગ્રામ વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે, દૈનિક ભોજનમાં લેવાયેલી કેલરીની માત્રા ઘટાડવી જરૂરી છે. તમે આ માટે આ પદ્ધતિઓ અપનાવી શકો છો.

image source

ભૂખ્યા રહ્યા વગર આ રીતે ઘટાડો કેલેરી

પાણીની માત્રા વધારો: નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન મુજબ, દરરોજ લગભગ 2 લિટર પાણી પીવાથી 96 વધારાની કેલરી બળી જાય છે. ઘણા સંશોધનમાં તે પણ સાબિત થયું છે કે પાણી તમારું વજન નિયંત્રિત કરે છે.

image source

વધુ પ્રોટીન લો, તે પાચનમાં સુધારો કરે છે: પબમેડ સેન્ટ્રલમાં પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે પ્રોટીન ન માત્ર તમારા મેટાબોલિક દરમાં વધારો કરે છે પરંતુ ભૂખને પણ ઘટાડે છે,

પ્રવાહી કેલરીને ઓળખો: મગજ પ્રવાહી તરીકે લેવામાં આવતી કેલરીને સરળતાથી ઓળખી શકતું નથી. સોડા, જ્યુસ, ચોકલેટ દૂધ અને અન્ય ઉચ્ચ શૂગરવાળા પીણાઓ શરીરમાં વધારાની કેલરી ઉમેરે છે. આને ટાળો.

image source

સ્ત્રીઓને 2000 કેલરી અને પુરુષોને 2600 કેલરીની જરૂરિયાત: યુ.એસના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર 26-50 વર્ષની વયની એક સક્રિય મહિલાને વજન મેન્ટેન કરવા માટે સરેરાશ દિવસમાં 2000 કેલરીની જરૂર હોય છે. જ્યારે સરેરાશ સક્રિય 26-45 વર્ષના વ્યક્તિને દરરોજ લગભગ 2600 કેલરી લેવી જોઈએ.

મોટાપા સાથે જોડાયેલી આ પાંચ વાતોનું ધ્યાન રાખો

1. ફક્ત વજનનું વધવું એ મોટાપો નથી

મુંબઇના એક જાણીતા ડોક્ટરના જણાવ્યા અનુસાર, મોટાપો કેવો છે તે ત્રણ પ્રકારે માપી શકાય છે. પ્રથમ પદ્ધતિમાં શરીરની ચરબી, સ્નાયુઓ, હાડકાં અને શરીરમાં હાજર પાણીના વજનની તપાસ કરવામાં આવે છે. બીજો છે બોડી માસ ઇન્ડેક્સ. ત્રીજા પ્રકારમાં હિપ અને કમરનો ગુણોત્તર જોવામાં આવે છે. આ તપાસ બતાવે છે કે તમે ખરેખર જાડા છો કે નહીં.

image source

2. તે રોગોનો પાયો છે

સામાન્ય ભાષામાં કહીએ તો સ્થૂળતા એ મોટાભાગના રોગોનો પાયો છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો અને કેન્સરનું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધી છે તો શરીરના દરેક ભાગમાં ચરબી વધે છે. ચરબીમાંથી મુક્ત થયેલ હોર્મોન્સ નુકસાન પહોંચાડે છે, તેથી શરીરના દરેક ભાગ તેનાથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, સ્વાદુપિંડનું ચરબીયુક્ત ડાયાબિટીસ, કિડનીનું ચરબીયુક્ત બ્લડ પ્રેશર, હૃદયની આસપાસ જમા થતી ચરબી એ હૃદયરોગનું કારણ છે.

3. સ્થૂળતા બે રીતે વધે છે

સ્થૂળતા બે કારણોસર વધે છે. પ્રથમ આનુવંશિક એટલે કે કુટુંબના ઇતિહાસમાંથી મળતી સ્થૂળતા. બીજું, બાહ્ય કારણોને લીધે સ્થૂળતા. ઉદાહરણ તરીકે, એવી વસ્તુ વધારે ખાવી જે તળેલી હોય અથવા વધારે કેલરી હોય. જેમ કે ફાસ્ટ અને જંક ફૂડ. સિટિંગ જોબ વાળા લોકોની સ્થુળતાનું કારણ કેલેર બર્ન ન થવી તે છે.

image source

4. તેને ઘટાડવાની સરળ રીત

દરરોજ 30 મિનિટ ચાલવાનું રાખો, સીડી ચઢો, રાત્રિભોજન હલકું લેવુ અને ઘરના કામકાજ કરીને પણ જાડાપણું સરળતાથી નિયંત્રણમાં આવે છે. તે મહત્વનું પણ છે કારણ કે તે શરીરની સાથે મનને પણ નુકસાનકારક છે.

5. ખાનપાનમાં થોડો ફેરફાર કરો

નાસ્તામાં ફણગાવેલા અનાજ ખાઓ, એટલે કે મગ, ચણા અને સોયાબીન. આમ કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોનું પ્રમાણ વધે છે. આહારમાં મોસમી લીલા શાકભાજીનો સમાવેશ કરો. વધારે ચરબીવાળા દૂધ, માખણ અને પનીરનું સેવન કરવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત