જલ્સા કરોને જેંતીલાલ

સદીઓ પૂરાણી પ્રથા આજે પણ આ સ્ત્રીઓ નિભાવે છે; પાંચ દિવસ નિર્વસ્ત્ર રહીને… જાણો શું ડર સતાવે છે તેમને…

બને એવું છે કે આજની તારીખે જ્યાં અત્યાધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો વિકસ્યાં છે. ટેકનોલોજીએ પરગ્રહ સુધી પહોંચી જઈને જીવન સૃષ્ટિના અભેદ રહસ્યો પારખવાના પરિક્ષણો કર્યા છે એવા સમયમાં આપણાં જ સમાજનો એક હિસ્સો એવો છે જે આજની તારીખે અપાર અંધશ્રદ્ધા અને સદીઓ જૂની અવ્યવહારિક પ્રથાઓને યથાવત રાખી છે. જ્યાં સ્ત્રીઓને દેવી સમાન ગણીને પૂજવાની હોય છે એવામાં એક વર્ગ એવો પણ છે જે ઘરની મહિલાઓને નગ્ન રાખીને એકાંતવાસમાં પૂરી દે છે એ પણ અસહ્ય ઠંડા વાતાવરણમાં.

દુનિયાભરના અજીબ રીતરિવાજોને જ્યારે અંધશ્રદ્ધા સાથે સાંકળવામાં આવે છે ત્યારે એવી કેટલીક માન્યતાઓ પણ છે જેને કોઈ જ તર્ક કે સમજણ સાથે દૂર કરી શકાતી નથી. એક પરંપરા હેઠળ વર્ષના અમુક પાંચ એવા દિવસો હોય છે જે સમયમાં મહિલાઓ કપડા વગર રહે છે. આ રૂઢિચૂસ્ત રિવાજ સદીઓથી ચાલ્યો આવે છે જે આજે પણ યથાવત છે.

અહીં વાત ચાલી રહી છે હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં પીણી ગામમાં રહેનારા લોકો અંગે જ્યાં એક રિવાજ અનુસાર મહિલાઓ કપડા વગર જ વર્ષના અમુક ૫ દિવસ રહે છે. જોકે એવામાં મહિલાઓ પુરૂષોની સામે આવતી નથી. આ પરંપરા શ્રાવણ મહિનામાં નીભાવવામાં આવે છે. અહીંના ગામના લોકો દ્વારા એવી દંતકથા પ્રચલિત છે કે જો આ ગામમાં આજે પણ કોઇ પરણિત સ્ત્રી આ પરંપરા નીભાવતી નથી તો તેના ઘરમાં અશુભ થાય છે. તેથી માત્ર આજ કારણથી પરંપરાને વિના કોઈ વિરોધે નીભાવવામાં આવે છે. અહીં એવી લોકવાયકા પણ છે કે સદીઓ પહેલા અહીં એક રાક્ષસ આવીને સુંદર કપડા પહેરનારી મહિલાઓને ઉઠાવીને લઇ જતો અને તે રાક્ષસનો અંત દેવતાઓએ કર્યો હતો. જેથી ગામના લોકો આ દિવસે હસવાનું પણ બંધ કરી મૂકે છે અને મહિલાઓ પોતાને સાંસારિક દુનિયાથી પોતાને અલગ કરી દઈ એકાંતવાસમાં પાંચ દિવસ વિતાવે છે. જોકે મહિલાઓ આ દિવસોમાં ખૂબ પાતળા કપડા પહેરે છે.

જે અંગે જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. પરંતુ આજે પણ આપણાં ભારત દેશમાં પ્રવર્તમાન આવા રિવાજ વિશે જાણ થતાં અન્ય સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે કે એવી તે કેવી ભયની માનસિકતા કે જે મહિલાઓને નિ:વસ્ત્ર રહેવા મજબૂર કરે છે. 

Exit mobile version