સડક પર ગાડી ચલાવવી છે તો જલ્દી બનાવડાવી લો આ 6 જરૂરી ડોક્યૂમેન્ટ્સ, જાણો નામ અને પ્રોસેસ

આજકાલ આપણે સૌ કોઈ સડક પર આપણું વાહન પછી તે કાર હોય, બાઈક હોય કે કોઈ કર્મશિયલ વાહન હોય તે ચલાવીએ છીએ. તો આ ન્યૂઝ આપણા સૌ માટે છે. અનેક લોકો ગાડી લઈને સડક પર નીકળે છે પણ ગાડીના દરેક ડોક્યૂમેન્ટને સાથે રાખવાનું ભૂલી જતા હોય છે. જેના કારણે અનેક લોકોના મેમો ફાટે છે અને તેમને દંડ ભરવાનો વારો પણ આવે છે. એવામાં અમે તમને આ આર્ટિકલમાં બતાવી રહ્યા છીએ કે જો તમે ગાડી ચલાવો છો તો તમારે કયા ડોક્યૂમેન્ટ્સને સાથે રાખવા ખાસ જરૂરી છે. જો ડ્રાઈવિંગ સીટ પર બેસો છો તો તમે આ વાતને ખાસ ચેક કરી લો તે આવશ્યક છે. સાથે જ આ ડોક્યૂમેન્ટને તમે ક્યાંથી અને કેવી રીતે મેળવી શકો છો તે પણ તમારે જાણી લેવું જરૂરી બને છે.

આ છે મહત્વના ડોક્યૂમેન્ટ્સ

 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • ફિટનેસ સર્ટિફિકેટ
 • રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
 • પરમિટ
 • પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ
image soucre

જ્યારે પણ તમે ગાડી ચલાવો છો તો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તેના વિના ગાડી ચલાવો છો તમારો મેમો ફાટી શકે છે. ભારતમાં 2 પ્રકારના ડ્રાઈવિંગ લાયસન્સ બને છે. એક પરમેનન્ટ અને એક લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ. લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ ફક્ત 6 મહિના માટે વેલિડ રહે છે. આ લાયસન્સ એક્સપાયર થાય તેના એક મહિના પહેલા તમારે પરમેનન્ટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. આ બંને ડ્રાઈલિંગ લાયસન્સને માટે તમે 2 રીતે એપ્લાય કરી શકો છો, તો જાણો શું છે લાયસન્સ બનાવવાની પ્રક્રિયા.

કેવી રીતે કરી શકો છો લાયસન્સ બનાવવા માટેની ઓનલાઈન અરજી, જાણો પ્રોસેસ

 • સૌ પહેલા તો તમારે પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયી વેબસાઈટ પર જવાનું રહે છે.
 • અહીં તમે તમારા રાજ્ય અને શહેરની પસંદગી કરી શકો છો.
 • તમે લર્નિગ લાયસન્સ કે પરમેનન્ટના ઓપ્શન પર પણ ક્લિક કરી લો.
 • તમને એપ્લીકેશન ફોર્મમાં જાણકારી ભરવાનું કહેવામાં આવશે.
 • ઓળખપત્ર, જન્મનું પ્રમાણપત્ર, સરનામાનું પ્રમાણપત્ર, ફોટો અને સાઈન કરીને અપલોડ કરવાની રહે છે.
 • આ પછી તમને ટેસ્ટ ડ્રાઈવની તારીખ પસંદ કરવાનું કહેવાશે.
 • ટેસ્ટ ડ્રાઈવને માટે તમારી સાથે આઈડી પ્રૂફ જેવા કે આધારકાર્ડ, વોટર આઈડી કાર્ડ વગેરેને સાથે રાખવાના રહે છે.

જ્યારે તમે આ ફોર્મ ભરો છો તો તેની એક પ્રિન્ટ આઉટ કાઢીને તમારી સાથે રાખો. તમે એપ્લાય કરશો પછી તમને એક મેસેજ આવશે. તમને એપ્લીકેશન નંબર મળશે તેનાથી તમે તમારી એપ્લીકેશનનું સ્ટેટસ ટ્રેક કરી શકો છો.

જો તમારે ઓફલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું છએ તો આ છે ખાસ પ્રોસેસ, કરો ફોલો.

નક્કી કરાયેલા સ્લોટમાં તમે તમારી નજીકની આરટીઓ ઓફિસમાં જાઓ. અહીંથી ફોર્મ 4 લેવાનું રહે છે. આ ફોર્મને ભરીને જરૂરી ડોક્યૂમેન્ટની સાથે તેને એ જ આરટીઓમાં જમા કરાવો જેના જ્યુરિડિક્શનમાં તમારું એડ્રેસ આવે છે.

ફિટનેસ સર્ટિફિકેટ

image soucre

સડક પર ગાડી ચલાવવા માટે તમારી પાસે ગાડીનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ. જો સર્ટિફિકેટ પરિવહન વિભાગની તરફથી જાહેર કરાય છે. આ પ્રમાણપત્ર તમને વિભાગની તરફથી આપવામાં આવે છે. તેનાથી જાહેર થાય છે કે ગાડી તમામ માનકો માટે યોગ્ય છે. આ સર્ટિફિકેટ કર્મશિયલ વાહનો માટે વધારે ખાસ રહે છે. પર્સનલ વાહનોને માટે તેની કોઈ જરૂર રહેતી નથી.

કેવી રીતે બનાવડાવશો

image source

આ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે વાહનના પરિવહન કાર્યાલય પર જવાનું રહે છે. અહીં પહેલા ગાડીનુ એન્જિન, તેની ફ્રન્ટ અને બેક લાઈટ, ઈન્ડિકેટર, હોર્ન, ફોગ લાઈટ, ફર્સ્ટ એડ બોક્સ, રિફ્લેક્ટર, ડેંટ પેંટ, નંબર પ્લેટ વગેરેને નક્કી માનાંક અનુસાર તપાસી લેવામાં આવે છે. આ બધું બરોબર હશે તો જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.

કર્મશિયલ વાહનોને દર વર્ષે કરાય છે રિન્યૂ

image source

પરિવહન વિભાગ દ્વારા કર્મશિયલ અને ખાનગી વાહનોને માટે અલગ અલગ સમયને માટે ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરાય છે. આમ તો આ પ્રમાણપત્ર નવી ગાડીના રજિસ્ટ્રેશન સમયે જ ચાલકને આપી દેવામાં આવે છે. કર્મશિયલ લાહનોને 2 વર્ષ માટે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે ખાનગી ગાડીઓને માટે 15 વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરાય છે. સમયાવધિ પૂરી થાય ત્યારે કર્મશિયલ વાહનોએ ફરીથી આ પ્રકારની તમામ તપાસ કરાવીને આ ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી બને છે.

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ

image soucre

ગાડીની આરસી પણ એક ખાસ ડોક્યૂમેન્ટ માનવામાં આવે છે આ ડોક્યૂમેન્ટ એ વાતનું પ્રમાણ છે કે તમારી ગાડી ભારત સરકારની પાસે રજિસ્ટર્ડ છે. આ સર્ટિફિકેટ 15 વર્ષ માટે વેલિડ રહે છે. 15 વર્ષ બાદ ફરીથી તેને 5 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે. આ સમયે ફક્ત પેટ્રોલ અને સીએનજીના વાહનો માટે છે. ડીઝલના વાહનો માટે આ સમય માર્યાદા 10 વર્ષની રહે છે. તે સમય બાદ તેમના રિન્યૂનો કોઈ ઓપ્શન હોતો નથી. તે વાહન આટલા વર્ષો સુધી ચલાવ્યા બાદ સ્ક્રેપ માની લેવાય છે.

કેવી રીતે મળે છે આરસી

જ્યારે પણ કોઈ વ્યક્તિ ગાડી ખરીદે છે તો તેને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ સાથે જ મળે છે. જ્યાંથી તમે ગાડી ખરીદી રહ્યા છો તે ડીલર જ તમારી ગાડી રજિસ્ટર કરવાની પ્રોસેસ શરૂ કરે છે. આ પછી આરટીઓ ઓફિસમાં ગાડીનું નીરિક્ષણ કરાય છે. કુલ મળીને આ ડીલરનું કામ રહે છે. અન્ય ફોર્મસ અને ડોક્યૂમેન્ટ્સ ગાડી ખરીદતી સમયે ભરી દેવાય છે. ટેમ્પરરી આરસી તો ગાડી ખરીદવાની સાથે મળી જાય છે. 15-20 દિવસ બાદ તમને પરમેન્નટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મળી જાય છે.

પરમિટ

image source

કોઈ પણ કર્મશિયલ વાહન ચાલકની પાસે પરમિટ હોવું જરૂરી છે. પરમિટ આપવાનો મતલબ એ છે કે પરિવહન વિભાગ દ્વારા કોઈ પણ વાહનને સાર્વજનિક સ્થાનોએ ચલાવવાની અનુમતિ અપાય છે. પરમિટ એક રાજ્ય કે ક્ષેત્રીય પરિવહન પ્રાધિકરણ દ્વારા અપાય છે. પરમિટના 2 પ્રકાર હોય છે. પહેલું રાષ્ટ્રિય પરમિટ અને બીજું સ્ટેટ પરમિટ.

કેવી રીતે બનાવડાવશો

પરમિટ બનાવડાવવા માટે તમે સંબંધિત આરટીઓની ઓફિસ જઈ સકો છો. આ સિવાય દરેક રાજ્યના બોર્ડર પર એક પરમિટ બૂથ હોય છે. વાહન ચાલક અહીંથી પણ પરમિટ બનાવડાવી શકે છે. તેમાં બસ, ટ્રક, ઓટો, ડંપર, ટ્રોલ, ટેક્સી વગેરે સામેલ છે. આ સિવાય તમે ઓનલાઈ પરમિટ પણ લઈ શકો છો.

પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયૂસી)

image source

સરકારી નિયમો અનુસાર દરેક વાહનના માટે પીયૂસી અનિવાર્ય કરી દેવાયું છે. આ એક એવું સર્ટિફિકેટ છે જે ગાડીથી થતા પ્રદૂષણ નિયંત્રણની જાણકારી આપે છે. દેશમાં અનેક પ્રકારના મોટર વાહનના પ્રદૂષણના માનક સ્તર નક્કી કરાય છે. આ પીયૂસી તપાસમાં સફળ થવા માટે વાહન માલિકને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સર્ટિફિકેટથી તમને ખ્યાલ આવે છે કે વાહનું પ્રદૂષણ નક્કી સ્તરે છે. આ પર્યાવરણને માટે હાનિકારક નથી.

કેવી રીતે બનાવડાવશો

મોટાભાગના પેટ્રોલ પંપની પાસે પીયૂસી જાહેર કરવાની ઓથોરિટી હોય છે. આ સિવાય તમે પીયૂસી ટેસ્ટ સેન્ટર પર જઈને પણ સર્ટિફિકેટ મેળવી શકો છો. આ માટે તમારી ગાડીનો ટેસ્ટ કરાય છે. દરેક માનક પર યોગ્ય ગણાવ્યા બાદ જ તમને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

ઈન્શ્યોરન્સ

image source

ભારતમાં મોટર વ્હીકલ એક્ટના અનુસાર દરેક વાહનનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે જો તમે મોટર ઈન્શ્યોરન્સની સીમા ખતમ કરી દીધી છે તો તમે કાયદાકીય રીતે ગુનેગાર છો. આ માટે તમારે દંડ ભરવો પડી શકે છે. વાહનની ઈન્શ્યોરન્સની પોલીસી થોડા સમય માટે વેલિડ હોય છે. આ પછી તમારે તેને રિન્યૂ કરાવવાની રહે છે. તમે એ પણ ચેક કરો કે તમારો ઇન્શ્યોરન્સ ખતમ તો નથી થઈ ગયો ને…

30 જૂન સુધીનો છે સમય

image source

મિનિસ્ટ્રી ઓફ હાઈવે અને રોડ ટ્રાન્સપોર્ટ ઓફ ઈન્ડિયાએ વાહનોના ડોક્યૂમેન્ટને પૂરા કરવા માટે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. આ પછી પેપર્સ વિના ડ્રાઈવ કરનારા માટે વાહન ચાલકોને મોટો દંડ ભરવો પડી શકે છે. આ વાતનું ધ્યાન રાખો કે ગાડીના તમામ ડોક્યૂમેન્ટ તમારી પાસે યોગ્ય નિયમ અનુસાર છે કે નહીં. ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રસારને રોકવાને માટે ધ્યાનમાં રાખો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે સરકારને સલાહ આપી છે કે ફિટનેસ, પરમિટ, લાયસન્સ, આરસી કે અન્ય સંબંધિત ડોક્યૂમેન્ટ્સને 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે.

પહેલા 31 માર્ચ સુધી છૂટ અપાઈ હતી

ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાકીને સરકારે પહેલા પણ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઈવર્સને 31 માર્ચ સુધીની છૂટ આપી હતી. આ સમયે તેમના ગાડીના પેપર્સ પૂરા ન હોય તો પણ મેમો આપવામાં આવતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!