સાચો આંનદ – બીજાની ખુશીમાં ખુશ રહેવાવાળા એક લેખિકા મિત્રની અનોખી પહેલ…

લાગણી…..આ મારા ફાઉન્ડેશન નું નામ છે..ઈંગ્લીશ માં ફીલિંગ ફોઉન્ડેશન…. હું એકલીજ ચાલવું છું એમાં ક્યારેક મારા મિત્રો પણ આવે સાથે અને આ આંનદ લે. વાત છે રોડ ઉપર કાગળ વિણતા માં બાપ અને તેમના બચ્ચાં ઓની મારી ઓફીસ ની નજીક માજ રોડ ઉપર ખૂણામાં 20 /25 ઝુંપડા આર્ને ઝૂંપડું પણ ના કેહવાય કારણ કે એ કંતાનથી બાંધેલા હતા લાકડીના ટેકે એમાં બધા ગરીબ લાચાર અને કચરો વીણી વેચી પોતાનું ગુજરાન ચલાવે એવા માં બાપ એમના સંતાન સાથે રહે.

હું રોજ ત્યાંથી પસાર થાવ એટલે મને વિચાર આવે હું આમની માટે શું કરું…અને એક દિવસ ત્યાં ગઈ અને સુંદર મજાના બાળકો ધૂળ માં રમતા હતા માટી વાળા લઘર વગર અને ફાટેલા કપડાં પગમાં ચપ્પલ પણ નહિ પણ તોય પોતાની મસ્તી મા મેં તેમને બોલાવ્યા બધા મારી પાસે આવી ગયા નાના મોટા 15 બાળકો આવ્યા મેં બધા માટે હું નાસ્તો લઇ ગઈ હતી જતન એ દિવસે મારી દીકરી ની બર્થ ડે હતી મને થયું કે હોટેલ માં જઇ પૈસા બગાડવા ને ધરાઇલા ને ખવડાવું એના કરતા આબાળકો ને ખવડાઉ એ વધારે સારું.

બધા બાળકો ખુશ થઈ ગયા એ મારો એમની સાથે પહેલો દિવસ પછી તો હું મહિને એક વાર જવા લાગી એટલે એ લોકો મને ઓળખી ગયા જેવી હું જાવ એટલે કહે શું લાવી. ..અને હું કહું શું ખાવું છે અને હું એમની ફરમાઈશ પ્રમાણે કરતી એમની ખુશી નિર્દોષ હાસ્ય એ જ મારા માટે સાચી ખુશી હતી.

હું તેમને લઇ અમારે ત્યાં કમાટી બાગ ફેમસ છે ત્યાં નાની બચ્ચાંની છુક છુક ગાડી છે ઝૂ છે ઇકો ફ્રેન્ડલી ગાડી છે ખુબ મજાનું છે હું એ બાળકો ને લઇ ત્યાં ગઈ જયારે કમાટી બાગ જવાની વાત કરી ત્યારે કમાટી બાગ શું છે એ એમને નોતી ખબર પણ એટલી ખબર હતી કે બેન આજે બહાર લઈ જસે મેં બધા ને કીધું હતું હું 3 વાગે આવીશ લેવા બધા તૈયાર રહેજો અને બધા બાળકો હું ગઈ ત્યારે તૈયાર થવા ગયા તમને નવાઈ લાગશે કે અમીર માં બાપ નું બાળક બહાર જવાનું હોય તો તેની પાસે એટલા બધા કપડાં હોય કે એની માં એક કાઢે ને બીજું પહેરાવે ના ના તું આમ નથી સારો લાગતો.

મારો દીકરો હીરો લાગવો જોઈએ પણ આતો ફકીર ની મોજના બાળકો હતા જલ્દી જલ્દી કપડાં બદલી આવ્યા એવા જુના કપડાં પણ એમની માટે નવા પગમાં ચપ્પલ નહિ અને જેની પાસે હતા એ તૂટેલા જુના પણ આંનદ બહાર જવાનો હતો એમના માં બાપ મને હવે ઓળખી ગયા હતા એટલે મને કહે બેન સાચવી ને લાવજો અને બચ્ચાં બધા ખુશ થતા રિક્ષામાં બેસી ગયા કમાટી બાગ માં ખુબ મજા કરી.

આઈસ્ક્રીમ કયો ખાવો છે એવું કિધૂ તો કહે બેન મોટો કોન લેજો ને મેં મોટા કોન લીધા બધા માટે બધા ખુશ થયા સાંજે 7 વાગે અમે ઘરે પહોચ્યા હું જેવી રિક્ષા માંથી ઉતારું ત્યાં તો બાળકો દોડતા એમના માતા પિતા પાસે ગયા બે હાથ ફેલાવી બહુ મજા આવી એવું કહી એમના માં બાપ ને વળગી પડ્યા એમની માં ની આંખમાં હર્ષ ના આશું હતા.

મારો મને બે હાથ જોડી મારો આભાર માનવા લાગ્યા ને મેં કહ્યું મેં કંઇજ નથી કર્યું આ ખુશી એમના નસીબ માં હતી.. હવે જાણે મને એમના વગર ના ચાલે અને એમને મારા વગર થોડા થોડા દિવસે હું જાવ એટલે મારી સામે હવે એક રોજ નવી રજુવાત કરે આજે ક્યાં જઈશું ??? અમને રમકડાં આપો ચપ્પલ આપો અને હું લઇ જાવ એટલે ખુશ નાની નાની ખુશી માં પણ એ લોકો ખુશ.

હવે વાત કરું ત્યાં જ એક અપંગ અસ્થિર મગજનો હાથ પગ બિલકુલ ચાલે ના ઉચકીનેજ લઇ જવો તેવો સાત વર્ષનો આ નરેશ બે બહેનો એક 8 વર્ષ એક 10 વર્ષ અને આ ભાઈ એની માં કાળગકચરો વીણવા જાય ત્યારે ખાટલા માં નાખી જાય એને બધુજ કરાવવું પડે જમાડવાનો એને ટોયલેટ બાથરૂમ કરાવું બથુજ ઉંચકીને કરવાનું આ બધું પેલી બે બહેનો કરે જયારે આબાળકી ઓ ની રમવા ની ઉમરં છે ત્યાં એ આ જવાબદારી લે છે આ છે ગરીબ દિકરીયો ની લાચારી ..નરેશ ખુબજ માયાળુ લાગે એને બોલાવો એટલે હાથ થોડો ઉંચો કરે હશે પણ એને જોવામાં તકલીફ એટલે મોઢું ઉંચુ કરી જોવે પણ જોઈ ખુશ થાય.

મને એ બહુ ગમતો હું જ્યારે પણ જાવ ત્યારે એની સાથે અચૂક બેસુ એનું નિર્દોષ હાસ્ય મને ગમે એક દિવસ એની માં કહે બેના આની માટે એક સાયકલ 3 પૈડાં ની લાવી આપો હવે મારાથી નથી ઊંચકતો કોઈ એને સાયકલમાં બેસાડી થક્કો મારે તો ઉચકવો ના પડે એને કેહવાય વ્હીલચેર મેં કીધું હા હું કૈક કરું છું ચાલો લાવી આપીશું એણે કીધું બેનબહુ મોંઘી હશે તો થોડા પૈસા હું આપીશ…

મને થયું જો ગરીબ ની પોતાના બાળક માટે ની ખુમારી બેન કચરાના પૈસા આવે એટલે આપી દવ તમે લાવી આપો મેં કીધું તારે પૈસા આપવાની જરૂર નહિ હું લાવી આપીશ મેં મારા મિત્ર ને વાત કરી એણે કહ્યું ચાલતું ઓડર કર હું પૈસા આપું છું અને અમે 5000 ની વ્હીલચેર લાવી દીધી અમે ઓન લાઈન મનગાવી સીધા તેના ઝુપડેજ ઉતારી ટેમ્પો ત્યાં ઉભા રહેતા બધા બાળકો અને ઝુંપડા ના લોકી બહાર આવી ગયા જેવી વ્હીલચેર નીકળી કે બધા બાળકો તાળી પાડવા લાગ્યાં નરેશ ની સાયકલ આવી….અમે એને ફિટ કરી એને બેસાડોયો એટલો ખુશ એટલો ખુશ….

જોર જોર થી હસવા લાગ્યો બધા બાળકો વ્હીલચેર ને આગળ પાછળ કરવા લાગ્યા અને નરેશ બધાને જોઈ ખુશ એના માં બાપ મારી સામે હાથ જોડી રડવા લાગ્યા બેન તમારો આભાર મેં કહ્યું આ એના નસીબ નું છે મારો મિત્રો એટલો બધો ગદ, ગદ, થઇ ગયો મને કહે તે મને આજે સાચેજ સાચી ખુશી શું છે તે બતાવ્યું છે હવે હું પણ તારી સાથે કામ કરીશ આવા બાળકો માટે જે ગરીબ છે પણ સ્વમાની છે એ દિવસે મને પણ એમ થયું કે કોઈ ગરીબ ની ઈચ્છા પુરી કરો ત્યારે તમને જે ખુશી મળે એજ સાચી ખુશી કારણ એમાં ઈશ્વર પણ રાજી રહે છે….

હું ઇચ્છુ છું કે જે ખુશી ના હક્કદાર આપણા બાળકો છે એવીજ ખુશી હું એમને આપીશ…એ પણ સારા કપડાં પહેરશે મેકડોનાલ્ડ માં પિઝા હટ માં અને ડોમિનોઝ માં જશે મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ એમની ખુશી માંજ મારી ખુશી છે….હવે અમારો નેક્સટ પ્લાન ડોમિનોઝ પીઝા છે….મારી સાથે જેને જોડાવું હોય તે આવી શકે છે….મારા ફોઉન્ડેશન માં નો પ્રોફિટ નો લોસ કોઈ પૈસા નથી આપવાના તમને જે ગમે તે તમારે આ બાળકો માટે કરવાનું… આમને ખુશ જોવા ત્યારે એવું લાગે ઈશ્વર ખુશ છે..

જો તમે પણ મદદ કરવા માંગતા હોવ કે પછી તેમના સારા કામમાં સહકાર આપવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જણાવો.

લેખક : નયના નરેશ પટેલ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ