જલ્સા કરોને જેંતીલાલ

સચિન તેન્ડુલકરે કોવિડ ટેસ્ટ સમયે ચીસ પાડતા જ ગભરાઇ ગયો મેડિકલ સ્ટાફ, અને પછી સચિને કહ્યું કે..’હું….’

ક્રિકેટના મેદાન પર ઘણી ગંભીરતાથી રમત રમીને બોલને બાઉન્ડ્રીની બહાર પહોચાડનાર માસ્ટર- બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાના મજાકિયા અંદાજના લીધે પણ જાણીતા છે. રાયપુરમાં આવેલ મેફેયર હોટલમાં હાલમાં ક્રિકેટર સચિન તેંડુલકર રોકાયા છે. રાયપુરમાં રમવામાં આવી રહેલ રોડ સેફટી ક્રિકેટ સીરીઝમાં સચિન તેંડુલકર ઈન્ડિયા લેજેન્ડ્સ ટીમના કેપ્ટન છે.

image source

અહિયાં નિયમિતપણે દરરોજ ક્રિકેટર્સના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવે છે. સચિન તેંડુલકર પોતાના કોરોના વાયરસ ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવ્યા તે સમયે મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. સચિન તેંડુલકરનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ પસંદ કરવામાં આવતો હોવાથી વાયરલ થઈ રહ્યો છે.

જયારે સચિન ચીસ પાડી દે છે….

સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા. સચિન તેંડુલકર સ્ટેડિયમથી પાછા ફરી રહ્યા હતા તે સમયે સચિન તેંડુલકરએ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા માટે સેમ્પલ આપ્યું. હોટલ મેફેયરમાં મેડીકલ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ ટેસ્ટ માટે સચિન તેંડુલકરના સેમ્પલ લેવામાં આવ્યા.

image soucre

કોવિડ સેમ્પલ લેવા માટે મેડીકલ સ્ટાફ મેમ્બર સચિન તેંડુલકરના નાકમાં સ્ટ્રિપ એન્ટર કરાવે છે તે સમયે સચિન તેંડુલકર જોરથી ચીસ પાડી દે છે અને પોતાના નાકને હાથની મદદથી દબાવી દે છે. મેડીકલ સ્ટાફ થોડાક સમય માટે ડરી જાય છે પરંતુ થોડીક જ ક્ષણની હરકતદરમિયાન સચિન તેંડુલકર પોતાની હસી રોકી શક્ય નહી અને પોતે ચીસ પાડ્યા પાછળનું રહસ્ય જણાવતા સચિન તેંડુલકરએ કહ્યું છે કે, તેઓ તેમની સાથે મજાક કરી રહ્યા હતા.

image source

જયારે મેડીકલ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે, તેમને ઘણી ચિંતામાં આવી ગયા હતા ત્યારે સચિન તેંડુલકરએ મજાકના મૂડમાં કહ્યું કે, અરે હવે ટેન્શન તમારે છે કે મારે. સચિન તેંડુલકરના આવું કહ્યા બાદ ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા.

સચિન તેંડુલકરએ કહ્યું કે, હું ૨૦૦ ટેસ્ટ મેચ રમ્યો છું અને મેં ૨૭૭ કોવિડ ટેસ્ટ કરાવ્યા છે.

image source

સચિન તેંડુલકરએ પોતાના આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા લખે છે કે, હું ૨૦૦ ટેસ્ટ ક્રિકેટ મેચ રમ્યો છે અને ૨૭૭ કોરોના વાયરસ ટેસ્ટ પણ કરાવ્યા છે. ત્યાર બાદ સચિન તેંડુલકરએ મુડને સામાન્ય કરવા માટે મેડીકલ સ્ટાફ સાથે નાનકડી મજાક કરી છે. મેડીકલ સ્ટાફના તમામ સભ્યોને મારા અભિનંદન પાઠવું છું, જેઓ આપણને એક સારા કાર્ય કરવા માટે ક્રિકેટ રમવામાં સહયોગ કરી રહ્યા છે.

image source

ખરેખરમાં, રોડ સેફટી વર્લ્ડ ક્રિકેટ સીરીઝ લોકોમાં ટ્રાફિકને સંબંધિત નિયમો વિષે જાગૃત કરવાના હેતુથી આયોજન કરવામાં આવે છે. નવા રાયપુર વિસ્તારમાં રાયપુર દ્વારા પણ માર્ગ સુરક્ષા વિષે જાગૃતિ લાવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version