લોકડાઉન દરમિયાન દીકરાના વધી ગયા વાળ તો સચિને હાથમાં લીધું ટ્રીમર અને પછી તમે જ જોઈ લ્યો શું થયું..

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરકરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કર્યાની સાથે જ વાયરલ થયો છે. કોવિડ-19 મહામારીના કારણે દુનિયાના તમામ ક્રિકેટર્સની ઈવેન્ટ, પ્રેકટિસ, મેચ બધું જ રદ્દ થયું છે. ક્રિકેટર્સને પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો છે. ક્રિકેટર્સ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલા રહે છે.

image source

ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલે છે. તેવામાં અનેક સેલિબ્રિટીએ પોતાના ઘરે જ હેરકટ કર્યાનો વીડિયો શેર કર્યા છે. આ યાદીમાં હવે સચિન તેંડુલકરનું નામ પણ જોડાઈ ગયું છે. સચિન તેંડુલકરે તેના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપ્યા છે. આ હેરકટનો વીડિયો તેણે ઈંસ્ટા પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

અર્જુનની હેરકટ થયા પછી અને પહેલા અલગ જ દેખાતો હતો. અર્જુનના વાળ લોકડાઉન દરમિયાન વધી ગયા હતા. લોકડાઉનના કારણે સલૂન બંધ છે તેવામાં સચિને જાતે તેના દીકરાના વાળ કાપી અને નાના કરી દીધા હતા. સચિને તેના માટે દીકરી સારાને પણ થેંક્યુ કહ્યું હતું. આ વીડિયો શેર કરી સચિને લખ્યું છે કે, “ એક પિતા તરીકે તમારે જવાબદારીઓ સાથે અનેક એવી વસ્તુઓ કરવી પડે છે… પછી તે બાળક સાથે રમવાનું હોય, જીમ જવાનું હોય કે પછી વાળ કાપવાના હોય… હેરકટ કેવી પણ થઈ હોય પરંતુ અર્જુન તું હંમેશા હેન્ડસમ જ લાગે છે. મારી સલૂન આસિસ્ટેંટ સારા તેંડુલકરનો ખાસ આભાર “.

image source

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અનુષ્કા શક્માએ વિરાટ કોહલીના હેરકટ કર્યા હતા. જ્યારે સચિનની જેમ ચેતેશ્વર પુજારાએ પણ પોતાની પત્ની પાસે હેરકટ કરાવ્યા હતા. સચિનને દુનિયા સૌથી સફળ બેટ્સમેન માનવામાં આવે છે. તેમને લોકો ક્રિકેટના ભગવાન પણ કહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ સદી ફટકારી હોય તેવા તે એકમાત્ર બેટ્સમેન છે. તેમણે સૌથી વધુ ટેસ્ટ અને વન ડે ઈંટરનેશનલ રન પણ બનાવ્યા છે.

આ પણ વાંચો:

દુ:ખદ: ડો.પિતાનું મોત, ત્રણેય પુત્ર ઓસ્ટ્રેલિયામાં, વીડિયો કોલિંગ દ્વારા અંતિમ દર્શન

કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર નથી ગળે ભેટી શકતા પોતાના પુત્રને પણ, આંખના ખૂણા ભીંજવી નાખતી પિતા-પુત્રનો આ નાનકડો વિડિયો તમને હલાવી મુકશે

જ્યારે DSP પિતાએ SP દીકરીને ગર્વથી સલામ કરી, પિતા-પુત્રીના પ્રેમ અને સમ્માન દર્શાવતી એક અદભુત ક્ષણ…

ચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં આ બીમારીથી થયુ કરુણ મોત, માતા-પિતા આ કારણે ના જોઇ શક્યા છેલ્લે દીકરીનું મોંઢુ

ખરેખર વાંચવાની મજા પડે એવી છે સચિન-અંજલીની આ Love Story, શું તમે વાંચી?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ