સચીન તેંડુલકરે 25મી મેરેજ એનિવર્સરી પર ફેમિલિ માટે બનાવી મેન્ગો કુલ્ફી – આપ્યું સરપ્રાઇઝ – વિડિયો થઈ રહી છે વાયરલ
સચિન તંડુલકરે પોતાની 24 વર્ષ લાંબી ક્રિકેટ કેરિયરમાં ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે અને એક પછી એક માઇલસ્ટોન પર પહોંચ્યા છે, પણ આ વખતે તેઓ એક બીજો જ માઇલસ્ટોન સર કરવા જઈ રહ્યા છે જો કે તે ઓફ ફિલ્ડ છે. એટલે કે ક્રિકેટ બહારનો છે. સચિન તેંડુલકરે સોમવારે પોતાની 25મી લગ્ન વર્ષગાંઠ ઉજવી છે અને આ અવસર પર તેમણે પોતાના કુટુંબીજનોને એક ખાસ સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું. અને તે સરપ્રાઇઝ હતું તેમના માટે કોઈ મીઠી વાનગી બનાવવાનું.

ક્રીકેટમાંથી નિવૃત્ત થયા બાદ સચિન અવનવી બાબતો પર પોતાના હાથ અજમાવતા જેવા મળ્યા છે. આ વખતે તેમણે કુટુંબના સભ્યો માટે મેંગો કુલ્ફી બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ વિડિયોમાં કહી રહ્યા છે કે તેઓ તેમની વેડિંગ એનિવર્સરી પર સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે. અને આ મેંગો કુલ્ફી બનાવીને તેમણે પોતાની 25મી વેડિંગ એનિવર્સરી પર ઘરના દરેક સભ્યને સરપ્રાઇઝ આપી છે.

તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મડિયા અકાઉન્ટ પર મેંગો કુલ્ફી બનાવતી એક વિડિયો શેર કરી છે. જે હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સોમવારે સચિને ટ્વીટર પર પોતાના ફેન્સને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ જ દિવસે તેમની મેરેજ એનિવર્સરી પણ હતી. માટે તેમને પણ ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી હતી.

સચિને પોતાના માતાની મદદથી પત્ની અંજલી માટે આ ખાસ મેંગો કુલ્ફી બનાવીને તેણીને સરપ્રાઇઝ આપી હતી. સચિને પોતાના વિડિયોમા જણાવ્યું હતું કે કેવી રીતે કેરીને અંદરથી ખાલી કર્યા બાદ તેમાં દૂધ ભરીને તેને ચાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં જામવા માટે મુક્યા બાદ આ કુલ્ફી તૈયાર થાય છે. આ દરમિયાન તેમના માતા જે કિચનમાં જ બેસીને બીજી કોઈ ડિશના ખાસ મસાલા તૈયાર કરી રહ્યા હતા, તે સચિનને એકધારા કુલ્ફી માટે સૂચનો આપતા રહેતા હતા. ચાર કલાક બાદ સચિને તૈયાર થયેલી કુલ્ફીને કાઢીને તેનો ટેસ્ટ પણ કર્યો અને તેનો અનુભવ પણ ફેન્સ સાથે શેર કર્યો.

સચિન અને અંજલિની આ 25મી લગ્ન વર્ષગાંઠ હતી. પણ તેમના જીવનના આટલા મોટા અવસરને તેમણે લોકડાઉનના કારણે ઘરમાં જ સેલીબ્રેટ કરવો પડ્યો હતો. બન્નેના લગ્ન 1995માં 25મી મેના રોજ થયા હતા. બન્નને બે બાળકો છે એક દીકરી સારા અને એક દીકરો અર્જુન.
View this post on Instagram
અંજલી વ્યવસાયે એક ડોક્ટર છે. બન્નેની મુલાકાત 1990માં મુંબઈના એરપોર્ટ પર થઈ હતી. સચિન તે સમયે માત્ર 19 વર્ષના હતા. અંજલી સચિન કરતાં ઉંમરમાં 5 વર્ષ મોટા છે, પણ બન્નેનું બોન્ડિંગ ખૂબ જ અદ્ભુત છે. બન્ને પહેલી મુલાકાત બાદ કેટલીએ પાર્ટીમાં મળ્યા ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. તેમનો આ સંબંધ પાંચ વર્ષ ચાલ્યો. અને પાંચ વર્ષ બાદ બન્નેએ પોત પોતાના કુટુંબીજનો પાસે લગ્ન માટે પરવાનગી માંગી અને સંપૂર્ણ હિંદુ વિધી પ્રમાણે તેમના લગ્ન થયા.

હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે સંજોગોમાં તેંડુલકર પણ આપણા બધાની જેમ ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે, તેંડુલકર આખાએ જગતમાં પોતાની બેટીંગ સ્કીલ્સના કારણે જાણીતા છે. તેમણે પોતાની એક સોશયિલ મિડિયા પોસ્ટમાં એ પણ જણાવ્યું હતું કે તેમને વિવિધ વસ્તુઓ કરવી પણ ખૂબ પસંદ છે.
View this post on Instagram
તેમણે થોડા દિવસો પહેલાં પોતાના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપતી એક વિડિયો પણ શેર કરી હતી. આ વિડિયો શેર કરતી વખતે તમણે લખ્યું હતું, ‘એક પિતા તરીકે તમારે બધું જ કરવું પડે છે, તે પછી બાળકો સાથે રમત રમવાનું હોય, તેમની સાથે જીમીંગ હોય કે પછી તેમના વાળ કાપવાનું હોય. જોકે વાળ કપાઈ ગયા છે અને અર્જુન હંમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યો છે. તેમણે પોતાની દીકરી સારા તેન્ડુલકરનો પણ વાળ કાપવામાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો.’
Source : Sachin facebook account, Sports ndtv
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ