જલ્સા કરોને જેંતીલાલ

સાચી લાગણી – કાકી છેલ્લા એક મહિનાથી અહીંયા કોમામાં છે અને કાકા એ તો સાંભળતા પણ નથી તો પણ…

કાકા તમે આમ !!!સવાર સવાર માં રોજ આવી અમને હેરાન ના કરો કીધું ને પોતું માર્યા પછીજ અંદર જવા નું પણ બેન!!!!!બેન બેન કશું નહી હમણાં અહીંજ ઉભા રહો!!!!બેન એનો ચા નો ટાઈમ થઇ ગયો છે એ મારી રાહ જોતી હશે!!!આ સબ્દો હતા સુરેશ કાકા ના …. એમની પત્ની સરલા બેન 70 વર્ષ ના અને કાકા 75 ના સરલા બેન છેલ્લા એક માસથી હોસ્પિટલ માં છે.


તેમને પડી જવાથી માથા માં હેડ ઇંજરી થઇ છે અને બે ભાન છે પણ સુરેશ કાકા દરરોજની જેમ ચાન ટાઈમે ચા અને જમવાના ટાઈમે જમવાનું લઇ આવી જાય છે. હોસ્પિટલ માં બધો સ્ટાફ કાકાની મજાક પણ ઉડાવે કાકા તમે તો કાકી ને બવ પ્રેમ કરો છો !!! આટલી ઉંમરે અને સુરેશ કાકા કેતા બેટા પ્રેમ આ ઉંમરે જ વધે યુવાની માં તો ફરજો બજાવી પતિ પત્ની ની અને બાળકોના માં બાપ તરિકે ની અને હવે બાળકો મોટા થઇ પોત પોતાના ઘર સંસાર માં બિઝી થઇ ગયા અને હવે તો હું અને તારી કાકી જ એક બીજા નો સહારો છે.


અને બેટા આ ઉંમરે પ્રેમ નહી પણ એક બીજા માટે ની સાચી લાગણી કાળજી અને બેટા યુવાની માં કીધું હોય ને કે મને તારી જરૂર છે એ વૃદ્ધ અવસ્થા માં જ સાચું પડે અને આ ઉમરેંજ કોઈને પણ સહારાની જરુર પડે છે અને એ સહારો બીજું કોઈ નહી પણ પોતાની પત્ની જ આપે છે. પછી ભલે ને એ વૃદ્ધ થઇ હોય તોય એ પત્ની ધર્મ નિભાવે અને એવુજ પત્ની નું પણ હોય એને પણ પોતાના પતિ નો સહારો એટલે જાણે વૃદ્ધા અવસ્થાનું ગર્વ !!!


હું કોઈ ની ઓશિયાળી નથી હજી મારો વર છે. મારુ પૂરું કરવા !!! બેટા હવે તો આ ઉંમરે બસ એક બીજાની લાગણી નેજ સમજવાની છે. ત્યાંજ નર્સ બોલી કાકા…કાકી તો કઈ બોલતાય નથી સાંભળતાય નથી !!!!એમને કઈ ખબર તો પડતી નથી તોય તમે રોજ એમની શાથે વાતો કરો છો અને ચા . જમવાનું . બધુજ એમની જોડે કેમ કરો છો????? અને સુરેશ ભાઈ નર્સ ની વાત પર ધ્યાન આપવાને બદલે સરલાને ઉઠાડે છે.


સરલા જો હું તારી માટે ચા લાવ્યું છું!!! તું જલ્દી ઉભી થઇ જા આપણે સાથે ચા પીવાની છે!!!!ત્યાંજ નર્સ ફરી બુમ પાડે છે ઓ કાકા!!! એ કાકી ને કશી ખબર નથી પડતી !!!!!!! પણ મને તો પડે છે ને!!!!અને સુરેશ ભાઈની આંખ માંથી આશું આવી ગયા.

લેખક : નયના નરેશ પટેલ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version