સાચા પ્રેમની હોય તલાશ અને ના મળતો હોય જીવનસાથી તો કરી જુઓ આ 10 ઉપાય

સાચા પ્રેમની હોય તલાશ અને ન મળતો હોય કોઈ સાથી તો કરી જુઓ આ 10 ઉપાય

કોઈપણ વ્યક્તિ માટે પ્રેમ અત્યંત જરૂરી લાગણી છે. પરીવારના સભ્યો માટે તો વ્યક્તિને મનમાં પ્રેમ હોય જે છે. પરંતુ પરિવારના પ્રેમ સિવાય દરેક વ્યક્તિના જીવનમાં એક એવી ખાસ વ્યક્તિ પણ હોય છે જેના માટે તેની લાગણી વિશેષ હોય છે. આ વિશેષ લાગણી એટલા માટે હોય છે કે વ્યક્તિ પોતાના પ્રિયપાત્ર સામે મન ખોલીને વાત કરી શકે છે અને પોતાના સુખ, દુખને જણાવી શકે છે. સાચો પ્રેમ અને વિશ્વાસપાત્ર વ્યક્તિને પામવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે.

image source

જો તમે પણ કોઈ પ્રિયપાત્રની શોધમાં હોય, તમને સાચો પ્રેમ કરનારની તલાશ હોય છતાં તમારી શોધ અધુરી હોય અને તમને તમારો પાર્ટનર ન મળ્યો હોય તો તેના માટે જવાબદાર તમારી કુંડળીનો પંચમ ભાવ અને શુક્ર ગ્રહની સ્થિતિ હોય શકે છે. પ્રેમની વાત અટકી જતી હોય, લગ્ન ન થતા હોય તેવી સ્થિતિમાં તમારે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો અચૂક અજમાવવા જોઈએ. જ્યોતિષ વિજ્ઞાનમાં જણાવેલા પ્રેમને પામવાના ઉપાયો સરળ છે અને અસરદાર પણ છે. જો કે આ ઉપાયો વિશે જાણતા પહેલા જાણીએ કે પ્રેમ અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચે શું સંબંધ ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ સંબંધ

image source

જ્યોતિષ વિજ્ઞાનમાં શુક્ર ગ્રહ પ્રેમ, રોમાંસ અને કામુકતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું પ્રેમ જીવન ખુશહાલ હોય છે. પરંતુ તેનાથી વિપરીત જો કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેના જીવનમાં પ્રેમ સંબંધીત બાબતોમાં બાધા નડે છે. ચાહે તે પ્રેમ સંબંધ હોય તે લગ્નની વાત. શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિના પ્રેમ જીવનને સુખમયી બનાવે છે. શુક્ર નબળો હોય તો વ્યક્તિ હંમેશા પ્રેમ માટે તરસતો રહે છે. એટલા માટે જ પ્રેમ અને લગ્નની વાતમાં જાતકના શુક્ર ગ્રહ અને પંચમ ભાવને જોવામાં આવે છે.

કુંડળીનો પંચમ ભાવ

શુક્ર બાદ કુંડળીના પાંચમા ભાવથી પણ પ્રેમ અને રોમાંસના વિષયને જોવામાં આવે છે. જો કુંડળીમાં આ ભાવ નબળો હોય કે વ્યક્તિને તેનો પ્રેમ મળતો નથી. પરંતુ જો કુંડળીનો પાંચમો ભાવ બળવાન હોય તો પ્રેમ જીવનમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે.

image source

પ્રિયપાત્રને પામવાના 10 ઉપાય

1. કુંડળીના નબળા શુક્ર ગ્રહને બળવાન કરો.

2. કુંડળીના પંચમ ભાવની સ્થિતિ મજબૂત કરો.

image source

3. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી.

4. ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવો.

5. હીરાનું રત્ન પહેરવું. રત્ન પહેરતાં પહેલા જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતની સલાહ લેવી અને તેને અભિમંત્રીત કરાવી લેવું.

image source

6. મહિલાઓએ સોળ સોમવારના વ્રત અને ઉપવાસ કરવા.

7. પંચમ ભાવના સ્વામી ગ્રહને બળવાન બનાવો.

8. શુક્રવારએ પોતાના પ્રિય પાત્રને ગુલાબી વસ્તુ ઉપહારમાં આપો.

image source

9. લવ પાર્ટનરને શુક્રવારના દિવસે મળવાનો પ્રયત્ન કરવો.

10. જન્મ કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેની શાંતિ માટે ઉપાય કરાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ