“સાબુદાણા બોન્ડા” – યમ.. સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે..

“સાબુદાણા બોન્ડા”

સામગ્રી :

૧/૪ કપ નાયલૉન સાબુદાણા (નાના દાણા),
૧/૪ કપ ખાટું દહીં,
૧/૪ કપ રવો,
૧/૩ કપ ચોખાનો લોટ,
બે મિડિયમ કાંદા બારીક કાપેલા,
૧/૪ કપ કોથમીર ઝીણી કાપેલી,
૧ ટી-સ્પૂન ગ્રીન મરચાંની પેસ્ટ,
મીઠું,
તેલ તળવા માટે,

રીત :

ખાટા દહીમાં સાબુદાણાને ૫-૬ કલાક પલાળવા.

એક બૉલમાં સાબુદાણા અને તેલ સિવાયની સામગ્રી મિક્સ કરી ભજિયાના જેવું જાડું ખીરું બનાવવું. જો એ કોરું લાગે તો થોડું દહીં મિક્સ કરી શકાય.

તેલ ગરમ કરી ચમચીની મદદથી નાની સાઇઝનાં ભજિયાં ગરમ તેલમાં નાખવાં અને ગુલાબી રંગનાં તળી લેવાં. કેચપ, કોથમીરની ચટણી, કોપરાની ચટણી સાથે ગરમ સર્વ કરવાં.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી