સાબુદાણા – બટેટાની સેવ – આખું વર્ષ ફરાળ તરીકે ઉપયોગમાં આવશે, બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ છે આ સેવ….

સાબુદાણા – બટેટાની સેવ

ઉનાળામાં સૌથી વધુ ખવાતી વાનગી છે, સાબુદાણા – બટેટાની સેવ. આજે આપણે સૌથી સરળ રીતે આ સેવ બનાવવાની રીત શિખીએ. બાળકોમાં અત્યંત પ્રિય આ સેવ બનાવવા માટે નીચે પ્રમાણે સામગ્રી લેવામાં આવે છે.

• એક વાટકો સાબુદાણા
• દોઢ કિલો બટેટા
• 7/8 લીલાં મરચાં
• બે ટેબલસ્પૂન મરીનો પાવડર
• મીઠું સ્વાદ મુજબ
• ફટકડી
• સેવ પાડવાનો સંચો, ચકરીની જાળી

સાબુદાણા – બટેટાની સેવ બનાવવાની રીત :

જે દિવસે સેવ બનાવવી હોય તેની આગલી રાત્રે એક વાટકો મોટો, સાબુદાણા પાણીમાં પલાળી દેવાના. બીજે દિવસે સવારે, દોઢ કિલો બટેટા બાફીને, ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી, તેનો માવો બનાવવાનો.ગેસ પર એક નોન સ્ટીક વાસણમાં એક્દમ થોડું પાણી ગરમ કરવા મુકવું. તેમાં ફટકડીના ચાર – પાંચ આંટા મારવાના. જેથી સેવ સફેદ રહે છે. તેમાં પલાળી રાખેલા સાબુદાણા એડ કરવાના. (સેવ બનાવવામાં પાણી બિલકુલ ન રહે તેનું ધ્યાન રાખવું અને ત્યાં સુધી હલાવતા રહો) . આ પ્રોસેસ આપણે સાબુદાણાના પાપડ બનાવવામાં પણ કરી હતી પણ તેમાં પાણીનું પ્રમાણ વધારે હતું. કારણ કે, સાબુદાણા કાચા રહે નહીં અને સંચામાં ભરાય નહીં. જેથી કરીને સેવ તૂટી જાય નહીં.હવે, સાબુદાણા ઠંડા થાય એટલે તેમાં બટેટાનો માવો એડ કરવાનો. સાત – આઠ લીલાં મરચાં મિક્સરમાં વાટી નાખવાના. તેમાં મીઠું સ્વાદ મુજબ એડ કરો. સાથે સાથે, મરીનો ભૂકો પણ એડ કરો. હવે તેને બરાબર મિકસ કરી લેવાનું.હવે, આ માવાને સંચામાં ચકરીની જાળી મુકી ભરી લેવો અને એક પ્લાસ્ટિક પર પાડવાની. સંચો ધીમે ધીમે આપણી તરફ આગળ વધારવાનો પણ તેનું હેન્ડલ થોડું ફાસ્ટ ફેરવવાથી, સેવ સીધી પડે અને બહુ ભાંગી જાય નહીં. તડકામાં બે – ત્રણ દિવસ સુધી સુકવવાથી, સેવ એક્દમ કડક થશે અને તેને તડકો મળવાથી લાંબા સમય સુધી ટકી રહે છે. બસ, તૈયાર સાબુદાણા – બટેટાની સેવ. તળીને ખાઓ અને ખવડાવો.

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી