જલ્સા કરોને જેંતીલાલ

શાકભાજીનો રાજા છે રીંગણ, જાણો શું છે ભારતીયો સાથે ખાસ સંબંધ….

મિત્રો, તમે ઉપરનુ શીર્ષક વાંચીને સમજી તો ગયા જ હશો કે, આપણે આજે આ લેખમા શાકભાજીના રાજા ‘રીંગણા’ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. રીંગણા નો સ્વાદ એ તેની એક વિશેષ બાબત છે કે, જેના કારણે તે લોકોની મનપસંદ સબ્જી છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, રીંગણા એ મૂળ ભારતની સબ્જી છે એટલે કે તે શુદ્ધ દેશી શાકભાજી છે.

image source

આપણા ખાદ્ય નિષ્ણાતો કહે છે કે, આ સબ્જી આપણા દેશમા શરૂઆતથી જ મળી આવ્યુ હતુ. ત્યારબાદ પર્શિયન લોકો તેને આફ્રિકા લઈ ગયા અને આરબ લોકો તેને સ્પેન લઈ ગયા. એવુ માનવામાં આવે છે કે, આ રીંગણ સ્પેનથી યુરોપ ગયુ અને તેના કારણે આજે આપણને રીંગણની અનેકવિધ જુદી-જુદી પ્રજાતિઓ જોવા મળે છે, જે હાલ સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે અને તેને સમગ્ર વિશ્વમા ખાવામા પણ આવે છે.

image soucre

આ સબ્જી ગરમ સ્થળોએ વધારે પડતી મળી રહે છે. આપણા દેશમા પણ લગભગ દરેક જગ્યાએ રીંગણ ખાવામા આવે છે. તે પછી ભલે બંગાળમા બૈગુન ભાજી હોય કે પછી ઉત્તરનુ બેંગન ભર્તો હોય કે પછી બિહારના ચોખા હોય કે દક્ષિણ ભારતમા સંભાર હોય તે આ તમામ વસ્તુઓનો સ્વાદ વધારે છે. આ બધાની સાથે ઘણા વિસ્તારોમા તેની ચટણી બનાવીને પણ ખાવામાં આવે છે.

image source

તેની ખાસ શૈલીને કારણે જ તેણે સબજીના રાજાનુ બિરુદ મેળવ્યું છે. રીંગણના છોડમા પુષ્કળ માત્રામા વિટામિન-સી, વિટામીન-કે, વિટામીન બી-૬, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, ફાઇબર, ફોલિક એસિડ, પોટેશિયમ અને અન્ય અનેકવિધ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત ફાઇબરના ઊંચા ગુણતત્વોના કારણે તે ભોજનને પચાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

image source

હૃદય સાથે સંકળાયેલ બીમારીઓને દૂર કરવા માટે પણ રીંગણનુ સેવન સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ્સ કેન્સર જેવી બીમારીને રોકવામા પણ સક્ષમ સાબિત થાય છે. આ સિવાય તે તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ ઘણી પરંપરાગત અને આધુનિક દવાઓમાં થાય છે.

image source

તમે તેને જુદી-જુદી અનેકવિધ રીતે ખાઈ શકો છો. રીંગણ એ આપણા પડોશી દેશ ચીન અને શ્રીલંકામા ખૂબ જ ઉત્સાહપૂર્વક ખાવામા આવે છે. જોકે, ઘણા લોકોને રીંગણથી એલર્જી પણ હોય છે એટલે જે કોઈપણ આ પ્રકારની એલર્જી ધરાવતા હોય તેમણે રીંગણ ખાવાનું ટાળવું જોઈએ એટલે કે તેના સેવનથી દૂર રહેવુ જોઈએ. વળી, આ એલર્જીને કેવી રીતે દૂર કરવી અથવા તો નિયંત્રણમા લેવી તે અંગે તમારા ડોક્ટર પાસેથી અમુક સમયના અંતરે યોગ્ય સલાહ પણ અવશ્યપણે લેવી જેથી, તમારુ સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version