એકતા કપૂરે ટ્વીટર પર ‘સાસ ભી કભી બહુથી’ની યાદો વાગોળી, લાગણીભીની થઈ સ્મૃતિ ઇરાની…

ભારતના ટીવી ચેનલના ઇતિહાસમાં ‘સાસ ભી કભી બહુથી’ સીરીયલનું નામ સૂવર્ણ અક્ષરે કોતરાઈ ગયું છે. આ સિરિયલની નિર્માત્રી એકતાકપૂરે ટીવી જગતમાં આ સિરિયલને રજુ કરીને એક અલગ જ વણાંક ટીવી ઇન્ડસ્ટ્રીને આપી દીધો હતો. અને મંદ પડી ગયેલી ટીવી ઇન્ડસ્ટ્રીને એક નવજીવન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on


આજે એકતાકપૂર ટીવી સોપની ક્વીન કહેવાય છે. આજે તેની એક પણ એવી ડેઈલી સોપ નહીં હોય જે સફળ ન થતી હોય. દર વર્ષે તે કંઈક નવું જ દર્શકોને પિરસે છે. તેણીએ દર્શકોની રગ પારખી લીધી છે.

ત્રીજી જુલાઈએ ટીવી જગતમાં ઐતિહાસિક સફળતા મેળવનારી ‘સાસ ભી કભી બહુથી’ સીરીયલને 19 વર્ષ પૂર્ણ થા છે. જે નિમિતે એકતા કપૂરે એક લાગણીભર્યું ટ્વીટ કર્યું હતું. અને અહીં માત્ર એકતા કપૂર એકલી જ ઇમોશનલ નહોતી થઈ. પણ સીરીયલની લીડ એક્ટ્રેસ અને હાલની કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઇમોશનલ થઈ ગયા હતા.

એકતા કપુરે ટ્વીટર પર પોતાના ચાહકો તેમજ તેને બનાવવામાં ફાળો આપનાર દરેક વ્યક્તિ તે પછી કલાકાર હોય કે ટેક્નિશિયન હોય કે પછી લેખકો હોય બધાનો સિરિયલને સફળ તેમજ યાદગાર બનાવવા માટે આભાર માન્યો હતો. અને સાથે સાથે એકતાની આ ટ્વીટને રી ટ્વીટ કરીને સ્મૃતિ ઇરાનીએ પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આભાર માન્યો હતો.

આજે ચોક્કસ એકતા કપૂર ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે પણ તેણીની આ સફળતા પાછળ સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો તે છે ‘ક્યું કી સાસભી કભી બહુથી’ સીરીયલનો. તેણે ખુબ જ સાહસ ખેડીને આ સિરિયલનું નિર્માણ કર્યું હતું. તેણીએ તેની પાસે હતો એટલો બધો જ રૂપિયો આ સિરિયલ પાછળ લગાવી દીધો હતો. અને તેણીની આ મહેનત રંગ લાવી. અને આ સિરિયલ લોકોના ડાઈનીંગ રૂમ સુધી અને પછી લોકોના માનસપટ સુધી પહોંચી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

આજે પણ ઘણા લોકો સ્મૃતિ ઇરાનીને તુલસીથી જ ઓળખે છે. અને તે પણ તેણીના રાજકારણમાં પ્રવેશ્યા બાદ પણ તે પહેલાં સુધી તો લોકો તુલસી એટલે કે સ્મૃતિનું સાચું નામ પણ નહોતા જાણતા. દર્શકો આ સિરિયલના એટલી હદે ફેન હતા કે તેમને સિરિયલનું દરેક ચરિત્ર રિયલ લાગતું.

 

View this post on Instagram

 

A post shared by The Economic Times (@the_economic_times) on


ક્યુંકી સાસભી કભી બહુથી સિરિયલ એ ભારતીય ટીવી જગતનો એક આઇકોનીક શો છે. આ શો સળંગ આંઠ વર્ષ સુધી નંબર વનના સ્થાન પર રહ્યો. ક્યુંકી… એ ભારતીય ટેલિવિઝન જગતની પ્રથમ એવી સીરીયલ હતી જેણે 1000 એપિસોડ પૂરા કર્યા હતા. એકતા કપૂરની આ પ્રથમ સફળ સીરીયલ હતી. અને ત્યાર બાદ એકતાએ ક્યારેય પાછુ વળીને નથી જોયું. અને આજે તેણી એકસ્થાપિત સોપ ક્વિન બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by SpiceWithSam (@spicewithsamtv) on


સ્મૃતિ ઇરાનીએ આ સિરિયલ દ્વારા ખુબ જ નામ કમાવ્યું. અમુક લોકો એવા હોય છે જે ગમે તે ક્ષેત્રમાં પગ મુકે તેમને સફળતા જ હાંસલ થતી હોય છે. સ્મૃતિએ અભિનયમાં નસીબ અજમાવ્યું તેણીને તેમાં સફળતા મળી અને રાજકારણમાં પ્રવેશ કર્યો તો તેણી જોતજોતામાં કેબિનેટ મંત્રી પણ બની ગઈ. તેમ છતાં આજે પણ તેણીએ પોતાના મૂળિયા નથી છોડ્યા. આજે પણ તેણી એકતા કપૂર સાથે તેટલા જ ગાઢ સંબંધ ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ