105 રૂમોની આ હોટલ છે વેરાન, ક્યારે કોઇ માણસ નથી રોકાવા જતુ કારણકે…

ઉત્તર કોરિયા એવો દેશ છે જેના વિષે ન્યુઝપેપર અને ન્યુઝ ચેનલોમાં અવાર નવાર ઉલ્લેખ થતો રહે છે અને તેનો ઉલ્લેખ થવાનું મોટાભાગે જે કારણ હોય છે તે છ ત્યાંના શાશક કિંગ જોન ઉંગ.

image source

જો કે સિવાય પણ ઉત્તર કોરિયા શક્તિશાળી મિસાઈલ પરીક્ષણ કરવાના કારણોસર પણ મીડિયામાં છવાયેલું રહે છે. ઉપરાંત અહીંના સ્થાનિક કાયદા કાનૂન પણ સામાન્યથી ક્યાંય વિચિત્ર હોય છે. પરંતુ આજના જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને ઉત્તર કોરિયાની એક એવી જગ્યા વિષે જણાવવાના છીએ જેના વિષે જાણીને તમે ચોક્કસ નવાઈ પામી જશો.

image source

અસલમાં ઉત્તર કોરિયાની રાજધાની પ્યોન્ગયોંગમાં પિરામિડ જેવા આકારની એક ગગનચુંબી ઇમારત છે. આ ઇમારત એક સામાન્ય હોટલ જ છે જેનું નામ ” રયુગયોંગ ” છે. જો કે સ્થાનિક લોકોમાં તે ” યુ-કયુન્ગ ” ના નામથી પણ ઓળખાય છે.

image source

રયુગયોંગ હોટલની ઊંચાઈ લગભગ 330 મીટર છે અને તેમાં 105 જેટલા રૂમ પણ આવેલા છે જે બહારથી મનમોહક અને આકર્ષક દેખાય છે પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ 105 રૂમમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ક્યારેય રોકાઈ નથી. જેના કારણે આ હોટલ વેરાન અને ભેંકાર હાલતમાં પડી છે.

image source

આ હોટલનું નિર્માણ કાર્ય વર્ષ 1987 માં એટલે કે આજથી લગભગ 33 વર્ષ પહેલા શરુ કરવામાં આવ્યું હતું. તે સમયે એવી ધારણા રાખવામાં આવી હતી કે અંદાજિત બે વર્ષમાં આ હોટલ બનીને તૈયાર થઇ જશે. પરંતુ ત્યારબાદ ક્યારેક આ હોટલના નિર્માણ કાર્યમાં વિક્ષેપ પડ્યો તો વળી ક્યારેક તેના નિર્માણ કાર્યની સામગ્રી ઉપલબ્ધ ન થઇ શકી.

એવામાં 1992 નું વર્ષ પણ આવી ગયું પણ આ હોટલનું નિર્માણ કાર્ય પૂરું ન થયું. અને ત્યારબાદ ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જતા ફરજીયાત પણે આ હોટલનું કામ રોકવું પડ્યું.

image source

આ હોટલ વિષે એવું કહેવાય છે કે જો 1990 પહેલા આ હોટલ બનીને તૈયાર થઇ જાત તો તે એ સમયે દુનિયાની સાતમી સૌથી ઊંચી બિલ્ડીંગ બની શકત અને દુનિયાની પ્રથમ સૌથી વધુ ઊંચાઈએ આવેલી હોટલ પણ બની શકત. જાપાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હોટલ બનાવવા પાછળ ઉત્તર કોરિયા અત્યાર સુધીમાં 47 અબજ રૂપિયા એટલે લગભગ 750 મિલિયન ડોલર ખર્ચ ચૂકયું છે. જો આ રકમને દેશના વ્યાપાર વાણિજ્યમાં રોકવામાં આવત તો ઉત્તર કોરિયાના જીડીપી દરમાં બે ટકાનો વધારો થઇ જાત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ