આ દેશમાં યોજાય છે એકબીજાને તમતમતા ફડાકા ચોડવાની હરીફાઈ, જોઇ લો વિડીયોમાં તમે પણ

રમત ગમતની વાત આવે એટલે વધુ પડતા લોકોને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યાં વિના ન રહે.

image source

ખો ખો, પકડમ પકડી, થપ્પો દા અને સતોલિયા જેવી રમતો રમવાના એ દિવસોનો તો જાણે આખો જમાનો જ વીતી ગયો અને હવે ક્યારેય એ યુગ પાછો નથી આવવાનો.

એવું પણ નથી કે માણસને જ્યારે તે બાળક હોય ત્યારે જ રમત ગમત પ્રત્યે લગાવ હોય. માણસ મોટો થાય એ સમયે પણ તેનો સમત પ્રત્યેનો લગાવ જેમનો તેમ પણ હોઈ શકે. આજકાલ ક્રિકેટ પ્રત્યે લોકોની લાકપ્રિયતા તેનો જીવતો જાગતો પુરાવો છે.

image source

ખેર, રમતની વાત નીકળી છે તો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ વિશ્વભરમાં ફૂટબોલ, ક્રિકેટ, હોકી, ટેનીસ, બાસ્કેટ બોલ, બેઝબોલ સહિતની અનેક રમતો આંતરરાષ્ટ્રીય સ્તરે રમાય છે. પણ શું તમે સાચું માનશો કે દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં ફડાકા મારવાની રમત રમાડવામાં આવે છે. તો ક્યાં રમાય છે આ રમત અને શું છે તેની પ્રક્રિયા આવો જાણીએ.

રશિયાના સાઈબેરિયામાં આ અજબ ગજબ પ્રકારની હરીફાઈ યોજવામાં આવે છે જેને સ્થાનિક લોકો સ્લેપિંગ ચેમ્પિયનશીપ ” ના નામથી ઓળખે છે. ગત વર્ષે પણ અહીં ” સ્લેપિંગ ચેમ્પિયન ઓફ 2019 યોજવામાં આવી હતી.

આ રીતે રમવામાં આવે છે સ્લેપિંગ ચેમ્પિયનશીપ

એકબીજાને ફડાકા મારવાની આ નવીન હરીફાઈમાં કોઈ ખાસ આવડતની જરૂર નથી હોતી. બન્ને ખેલાડીઓ એક ટેબલમાં સામ સામે ઉભા રહે છે અને એક ખેલાડી સામે ઉભેલા ખેલાડીને એક ફડાકો ઝીંકે છે. અને તેના પછી સામે વાળો ખેલાડી આ ખેલાડીને ફડાકો ઝીંકે છે. આમ વારાફરતી બન્ને એક બીજાને ત્યાં સુધી ફડાકા મારતા રહે છે જ્યાં સુધી બે માંથી એક ખેલાડી થાકી ન જાય.

 

View this post on Instagram

 

A post shared by александр (@alex_mart_92) on

જો કે આ દરમિયાન નિર્ણય માટે એક રેફરી પણ ત્યાં ઉભેલો હોય છે. હા, એ છે કે જ્યારે જે ખેલાડીનો ફડાકો ખાવાનો સમય હોય ત્યારે તેણે પોતાના બન્ને હાથ ટેબલ પર રાખવા પડે છે જેથી તે ગુસ્સામાં પોતાના વારા પહેલા જ પ્રતિકાર ન કરી શકે.

image source

તો કેવી લાગી રશિયાની આ રમત ? જો તમને પણ આ રમતની મજા લેવી હોય તો કરો ટ્રાય..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ