જલ્સા કરોને જેંતીલાલ

સાથળ પર ચરબીનો ભરાવો ઓછો કરવો છે? કરો ફક્ત એક કામ…

વજન વધવાને કારણે મહિલાઓની જાંઘની ચરબી વધી જાય છે જે કારણોસર બોડીનો શેપ બગડી જાય છે. ફેટ વધવાને કારણે જીન્સ તેમજ ટાઇટ કપડા પહેરવામાં અનેક ઘણી મુશ્કેલી પડતી હોય છે. બોડીને રિઅલ શેપમાં લાવવા માટે લેડીઝ તેમજ જેન્સ અનેક ગણી મહેનત કરતા હોય છે. આમ, જો તમે તમારી જાંઘ પરની ચરબીને ઝડપથી ઘટાડવા ઇચ્છો છો તો આજે અમે તમને કેટલીક એક્સેસાઇઝ જણાવીશું. જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમને થોડા જ દિવસોમાં રિઝલ્ટ મળી જશે અને તમે જીન્સ જેવા ટાઇટ કપડા પણ આસાનીથી પહેરી શકશો.

સાઇક્લિંગ

image source
જાંઘ પરની ચરબીને ઘટાડવા માટે સાઇક્લિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે. આ એક્સેસાઇઝ કરવા માટે પીઠના બળ પર સુઇ જાઓ અને તમારા પગને 90 ડિગ્રી ઉપર લઇ જાઓ. ત્યારબાદ પગને સાઇક્લિંગની જેમ ચલાવો. આમ, એક મિનિટ સુધી આ એક્સેસાઇઝ કરો. જો તમે આ એક્સેસાઇઝ રેગ્યુલરલી કરશો તો તમારા જાંઘ પરની ચરબી ખૂબ જ જલદી ઓછી થશે. આ એક્સેસાઇઝ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, જો તમને સાઇક્લિંગ કરતી વખતે કમરમાં દુખાવો થાય છે તો તરત જ આ કસરત કરવાની બંધ કરી દો અને થોડીવાર માટે સુઇ જાઓ.

લેગ સ્ટ્રેચ

image source

લેગ સ્ટ્રેચ કસરત કરવાથી જાંઘ પરની ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. આ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ પગને સીધા કરીને બેસી જાવો. હવે તમારા એક પગને ફોલ્ડ કરી બીજા પગના ઘૂંટણથી લગાવો. હવે બીજા પગથી તમારા હાથને સ્ટ્રેચ કરો. આ કસરત તમારે પાંચ મિનિટ સુધી કરવાની રહેશે. જો તમે આ કસરત રેગ્યુલરલી કરશો તો તમને એક જ મહિનામાં રિઝલ્ટ મળી જશે.

દોરડા કુદવા

દોરડા કુદવાથી અકલ્પનીય રીતે વજનમાં ઘટાડો થાય છે અને સાથે-સાથે જાંઘ પરની ચરબી પણ ખૂબ જ ઝડપથી ઓછી થઇ જાય છે. શરીરના તમામ ભાગ ક્રિયાત્મક થાય છે. દોરડા કુદવાથી શરીરના તમામ અંગોને કસરત મળે છે જેનાથી શરીર એક શેપમાં વ્યવસ્થિત રીતે ઘટે છે. જો કે દોરડા કુદવાની કસરત આપણે ત્યાં ખુબ જુની છે.

દોડવુ

image source

દોડવાથી પણ જાંઘ પરની ચરબી ઓછી થઇ જાય છે. તમે દોડો ત્યારે બે હાથ આગળની દિશામાં રાખો. દર બે મિનિટે દોડવાની ઝડપ વધારો. જો કે તેમાં શ્વાસ લેવામાં થોડી તકલીફ પડશે પણ તમારા મશલ્સથી લઈને પગના તળીયા સુધી શરીરનુ વજન ઉતરશે.

ડીપ સ્ક્વેટ્સ

image source

આ એક્સેસાઇઝ કરવા માટે સૌ પ્રથમ સીધા ઉભા રહો. હવે તમારા હાથને ચહેરાથી લગભગ 12 ઇંચ દૂર રાખો. ત્યારબાદ ઉંડો શ્વાસ લઇને ઘૂંટણને  . ફોલ્ડ કરો. આ કસરતને આશરે 5 વખત કરો. આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, જ્યારે તમે આ કસરત શરૂ કરો ત્યારે જો તમને શ્વાસ લેવામાં કોઇ તકલીફ પડતી હોય તરત જ આ કસરત કરવાની બંધ કરી દો. આમ, જો તમને ઘૂંટણની પણ તકલીફ હોય તો આ કસરત તમારે ત્રણવાર જ કરવી અને જો કસરત કરતી વખતે ઘૂંટણ વધારે દુખવા લાગે તો આ કસરત કરવાનું ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version