તડકામાં ઊભા રહેવાથી તેમજ તાપમાન 25 ડિગ્રીથી વધારે હોય તો કોરોના વાયરસ દૂર થઈ જાય છે? જાણો આ વિશે WHOનો જવાબ

કોરોના વાયરસની અફવા

image source

આજે જ્યાં આખી દુનિયામાં નોવેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યાંજ કોરોના વાયરસને લગતી ઘણી બધી અફવાઓએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું માથું ઉચક્યું છે. આ અફવાઓનો જવાબ આપવા માટે અને લોકોનો ભ્રમ તોડવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ દ્વારા લોકોમાં નોવેલ કોરોના વાયરસને લઈને ફેલાયેલ અફવાઓ નાથવાનો છે અને કોરોના વાયરસને લઈને સાચી જાણકારી આપવામાં આવી છે.

અફવા :

image source

તાપમાં ઉભા રહેવાથી કે પછી ૨૫ ડીગ્રીથી વધારે તાપમાન હોય તો કોરોના વાયરસ આપનાથી દુર રહે છે.

WHO :

કોરોના વાયરસના કેસ વધારે ઠંડા પ્રદેશ અને વધારે ગરમ પ્રદેશોમાં પણ નોંધાયા છે. એટલે કોરોના વાયરસ તાપમાં ઉભા રહેવાથી ખતમ થતો નથી. કોઈ દેશ કે પ્રદેશના વાતાવરણ અને બહારના તાપમાનની અસરના લીધે કોરોના વાયરસને કોઈ અસર થતી નથી શરીરનું સામાન્ય તાપમાન ૩૬.૫ સે. થી ૩૭ સે સુધીનું હોય છે. નોવેલ કોરોના વાયરસથી બચવાનો સૌથી અસરદાર ઉપચાર સાબુથી વારંવાર હાથ ધોતા રહેવું જ છે. તેમજ આપે આપના મો, નાક અને આંખોને હાથથી વારંવાર અડવું જોઈએ નહી. ઉપરાંત હંમેશા માસ્કથી મોઢાને અને નાકને ઢાંકીને રાખો. અન્ય વ્યક્તિઓથી અંતર બનાવી રાખો.

અફવા:

image source

૧૦ સેકંડ સુધી શ્વાસ રોકી રાખવાથી જો આપને કોઈ સમસ્યા નથી થતી તો આપને કોરોના વાયરસનું સંક્રમણ થશે નહી.

WHO:

WHO આ અફવાને ભંગ કરતા જણાવે છે કે, ૧૦ સેકન્ડ સુધી શ્વાસ રોકવો જે એક બ્રિધીંગ એકસરસાઈઝ છે. આ બ્રિધીંગ એકસરસાઈઝ કરવાથી એવી કોઈ શક્યતા નથી કે આપ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર નહી થાવ અને આવું માનવું આપના માટે અત્યંત જોખમકારક સાબિત થઈ શકે છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં જોવા મળતા લક્ષણો જેવા કે, શરદી, ખાંસી, વધારે થાકી જવું અને તાવ રહેવો. આવા લક્ષણ ન્યુમોનિયામાં પણ જોવા મળી શકે છે. એટલા માટે આપને ક્યારેય પણ આપનામાં કે પછી કોઈ અન્ય વ્યક્તિમાં આવા લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ધોરણે આપે કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

અફવા :

image source

આલ્કોહોલનું સેવન કરવાથી કોરોના વાયરસ થતો નથી.

WHO:

આલ્કોહોલ એટલે કે દારૂ અને નશીલા પદાર્થો. આલ્કોહોલનું સેવન કરવાથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાતો નથી. ઉપરાંત આલ્કોહોલનું સેવન કરવાથી વધારે નુકસાન થાય છે જે આપની ઈમ્યુનીટીને ઘટાડે છે જેના લીધે કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. મિથેનોલ, ઇથેનોલ અને બ્લીચ જેવી વસ્તુઓના સેવનથી પણ કોરોના વાયરસના ચેપથી બચી શકાતું નથી. ઉપરાંત આવી વસ્તુઓના સેવનથી આપના શરીરના આંતરિક ભાગોને ખુબ નુકસાન થઈ જાય છે. ફીનાઈલ કે ફ્લોર ક્લીનરનો ઉપયોગ ફ્લોર પર રહેલ જર્મ્સને ખતમ કરવા માટે થાય છે. પણ ફીનાઈલ કે ફ્લોર કલીનરથી કોરોના વાયરસથી બચી શકાતું નથી. નોવેલ કોરોના વાયરસથી બચવા માટે આપે આપના શરીરને સ્વચ્છ રાખવાનું છે.

અફવા:

image source

ગરમ પાણીથી સ્નાન કરવાથી કોરોના વાયરસ થતો નથી.

WHO :

WHOના જણાવ્યા મુજબ ગરમ પાણીથી સ્નાન કરવું એ વાત સંપૂર્ણ રીતે ખોટુ છે. વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી આપના શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, એટલે આપે આવી અફવાઓ કે ભ્રમણાઓ પર ધ્યાન આપવું જોઈએ નહી. બહારી વાતાવરણ અને તાપમાનને બદલે આપે આપના શરીરનું તાપમાન ૩૬.૫ સે. થી ૩૭ સે. સુધી હોવું જોઈએ. તે પણ કોરોના સંક્રમણ થઈ શકે છે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોતા રહેવું જોઈએ અને અન્ય વ્યક્તિઓથી સામાજિક અંતર જાળવવું જોઈએ.

અફવા:

image source

મચ્છરો દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થવો શક્ય છે.

WHO:

નોવેલ કોરોના વાયરસ પર કરવામાં આવેલ રિસર્ચથી આ વાત સાબિત થઈ શકી નથી કે મચ્છરોની મારફતે કોરોના વાયરસ ફેલાઈ શકે છે. નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના ખાંસી કે છીક આવવાથી જે લાળ અને ટીપાઓ દ્વારા કોરોના વાયરસથી સંક્રમણ થઈ શકે છે. જેથી કરીને આપે એવા લોકોથી અંતર જાળવવું જોઈએ. આપે હંમેશા માસ્કથી મોઢાને અને નાકને ઢાંકીને રાખવો જોઈએ અને વારંવાર હાથને સાબુ અને પાણીથી સાફ કરતા રહેવું જોઈએ. હાથ સાફ કરવા માટે આપ આલ્કોહોલ બેઝ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરી શકો છે.

image source

આ હતી નોવેલ કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહેલ અફવાઓ જેના જવાબમાં WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. વિનતી છે કે, આપ હવે કોરોના વાયરસને લઈને ચાલી રહેલ અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે WHO દ્વારા હકીકત જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ